પિત્ઝા, બર્ગર અને સ્ટ્રીટ ફૂડ ખાતાં હોવ તો ચેતી જજો:સ્વાદિષ્ટ ભોજનની આડમાં ધીમું ઝેર ખાઈ રહ્યા છો, જલદી ટેવ નહીં બદલો તો જીવલેણ સાબિત થશે

આજકાલ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ આપણા રોજિંદા આહારનો એક મોટો ભાગ બની ગયાં છે. સરળતાથી ઉપલબ્ધતા, આકર્ષક પેકેજિંગ અને ઉત્તમ સ્વાદને કારણે આ ફૂડ્સ બાળકો, યુવાનો સૌની પસંદગી બની ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફૂડ્સ આપણા સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર છે, જે ધીમે ધીમે શરીરને અંદરથી પોલું કરી દે છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન (AJPM)માં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે જે લોકો મોટી માત્રામાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ખાય છે તેમને અકાળ મૃત્યુ (પ્રીમેચ્યોર)નું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. અભ્યાસ મુજબ, જો કોઈ વ્યક્તિ તેના આહારમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકનો ઉપયોગ માત્ર 10% કરે છે તો 75 વર્ષની ઉંમર પહેલાં તેના મૃત્યુનું જોખમ લગભગ 3% વધી જાય છે. કેટલાક દેશોમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દર 7માંથી એક અકાળ મૃત્યુનું કારણ આ જ છે. અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં દર વર્ષે લાખો લોકો આ ખોરાકથી સંબંધિત રોગોને કારણે સીધા મૃત્યુ પામે છે, જોકે ખાવાની ટેવ પ્રત્યે થોડી જાગૃતિ અને સમજણ રાખીને આ ખતરનાક વ્યસનથી બચી શકાય છે. તો ચાલો... આજે 'ફિઝિકલ હેલ્થ' કોલમમાં આપણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ વિશે વિગતવાર વાત કરીશું, સાથે જ આપણે એ પણ જાણીશું કે- અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ શું છે? અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ એવો ખોરાક છે, જે ઔદ્યોગિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. એમાં પ્રિઝર્વેટિવ્સ, ઇમલ્સિફાયર, કૃત્રિમ સ્વાદ, રંગો, એડેડ શુગર, સેચ્યુરેટેડ ફેટ અને મીઠું જેવી ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. તેમનો હેતુ ખોરાકને લાંબા સમય સુધી બગડતો અટકાવવાનો અને એને સ્વાદ અને દેખાવમાં વધુ આકર્ષક બનાવવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો આ રેડી-ટુ-ઇટ ફૂડ્સ છે, જેને વારંવાર ગરમ કરવાની કે રાંધવાની જરૂર નથી હોતી. એમાં ફ્રોઝન ફૂડ્સ, શુગરી ડ્રિંક્સ, પ્રોસેસ્ડ મીટ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પિત્ઝા, બર્ગર, મોમો, ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ, નમકીન, કૂકીઝ, કેક અને મફિન્સ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે, જે દેખાવમાં અને સ્વાદમાં ખૂબ જ સારી હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. પ્રોસેસ્ડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ વચ્ચેનો તફાવત પ્રોસેસ્ડ ફૂડ્સ મોટેભાગે ખોરાકની મૂળ રચના અને પોષણને જાળવી રાખે છે. એમાં સામાન્ય રીતે સફાઈ, કાપવું, ઉકાળવું, ઠંડું પાડવું અથવા મર્યાદિત ઉમેરણો (એડિટિવ્સ)નો ઉપયોગ સામેલ હોય છે. બીજી બાજુ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને યાંત્રિક રીતે પ્રક્રિયા (મિકેનિકલ પ્રોસેસિંગ) કરવામાં આવે છે અને એમાં કૃત્રિમ ઘટકો ઉમેરવામાં આવે છે, જે તેમનાં પોષકતત્ત્વોને ઘણી હદ સુધી અસર કરે છે. નીચે આપેલા ગ્રાફિકમાં બંને વચ્ચેનો તફાવત સમજીએ- અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં કેલરી વધુ હોય છે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં કુદરતી સામગ્રી ખૂબ ઓછી હોય છે અને કૃત્રિમ ઘટકો ઘણા હોય છે. આ જ કારણ છે કે આ ખોરાકમાં કેલરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (USDA) અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિને દરરોજ લગભગ 2,000થી 3,000 કેલરીની જરૂર હોય છે. આ વ્યક્તિની ઉંમર, લિંગ, શારીરિક પ્રવૃત્તિ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે પ્રોસેસ્ડ ફૂડનો માત્ર એક ટુકડો વ્યક્તિની જરૂરિયાતનો મોટો ભાગ પૂર્ણ કરી શકે છે. નીચે આપેલા ગ્રાફિક કેટલાક મનપસંદ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને એમાં રહેલી કેલરીની માત્રા દર્શાવે છે એ સમજીએ- અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે ખતરનાક વધુપડતાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી સ્થૂળતા (મેદસ્વિતા), હૃદયરોગ, ફેટી લિવર અને ડાયાબિટીસ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (BHF)ના એક અહેવાલ મુજબ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વધુપડતા ઉપયોગથી હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જ્યારે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એક અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે દરરોજ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી હૃદયરોગનું જોખમ 5% વધી જાય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ટાળવાની રીતો આજના ઝડપી જીવનમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ વધી રહ્યો છે, પરંતુ થોડી સમજણ અને આયોજનથી આપણે એને ટાળી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. આ માટે કેટલીક સરળ પણ મહત્ત્વપૂર્ણ ટેવો અપનાવો, જેમ કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન: શું થોડું અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પણ નુકસાન થાય છે? જવાબ: ક્યારેક ક્યારેક અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ઓછી માત્રામાં ખાવાથી તાત્કાલિક કોઈ નુકસાન થતું નથી, પરંતુ એનું નિયમિત અને મોટી માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તમારા આહારમાં એનું પ્રમાણ ઓછામાં ઓછું રાખવાનો પ્રયાસ કરો. પ્રશ્ન- શું અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ બાળકો માટે વધુ નુકસાનકારક છે? જવાબ- હા, બાળકોનું ચયાપચય (મેટાબોલિઝમ) ઝડપથી વધે છે અને તેમને સંતુલિત આહારની જરૂર હોય છે. ચિપ્સ, કેક, કેન્ડી, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, કોલ્ડ ડ્રિંક્સ જેવા ખોરાક તેમના શારીરિક અને માનસિક વિકાસને અસર કરી શકે છે. પ્રશ્ન- અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડથી મેદસ્વિતા/સ્થૂળતા કેમ વધે છે? જવાબ- ડૉ. મૃગાંકા બોહરા કહે છે, એમાં વધુ કેલરી, વધુ ખાંડ અને ટ્રાન્સફેટ હોય છે, જે વજન ઝડપથી વધારી શકે છે. ઉપરાંત એ મેટાબોલિક ડિસઓર્ડરનું કારણ બની શકે છે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow