ખેડૂતોમાં અકસ્માતનો ભય:વીજ લાઈન માત્ર પાંચ ફૂટ ઊંચેથી પસાર થતી હોવાથી ખેડૂતો ટ્રેક્ટર કે બળદ ગાડું લઈને પણ પસાર થતા નથી

બાયડના ગોતાપુરમાં ખેડૂતોની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવંત વીજ વાયર માત્ર પાંચ ફૂટ ઊંચા હોવાથી ખેડૂતોના માથે મોત ભમી રહ્યું હોવાનો ખેડૂતો અહેસાસ કરી રહ્યા છે. આ વીજ લાઈન એટલી નીચી છે કે ખેડૂતો જમીનમાંથી બળદ ગાડું અથવા તો ટ્રેક્ટર લઈને પસાર થવામાં પણ ભય અનુભવી રહ્યા છે તેથી વીજ કંપની દ્વારા તાત્કાલિક લાઈનનું મેન્ટેનન્સ કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી ઉઠી છે. ગોતાપુરમાં દેવળીયા હનુમાનજી મંદિર તરફ જતાં રોડની બાજુમાં ઠાકોર અજમેલજી શિવાજીના ખેતરમાં આવેલા ઘર પાસેથી તેમજ અને ઠાકોર ભેમાજી શિવાજી તેમજ ઠાકોર ગગાભાઈના ખેતરમાંથી પસાર થતી જીવંત વીજ લાઈનના તાર છેલ્લા કેટલાય સમયથી જમીનથી માત્ર પાંચ ફૂટ જેટલા ઊંચા હોવાથી ખેડૂતોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ વીજ લાઈનનું મેન્ટેનન્સ કરવા ખેડૂતે અગાઉ સાઠંબા વીજ કંપનીની કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ ગામની સીમમાંથી પસાર થતાં વીજ કર્મીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જીવંત વીજ લાઈનના તાર વીજ થાંભલાથી નીચે ઝોલા ખાતા હોવાથી ચોમાસામાં જમીનમાં ટ્રેક્ટર લઈ અથવા બળદગાડું લઈને પસાર થવું અને ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. ગોતાપુરમાં ખેડૂતોના જમીન ઉપરથી પસાર થતી જીવંત વીજ લાઈન ના તાર નીચે આવી ગયા હોવાથી ખેડૂતોમાં અકસ્માત નો ભય

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow