સ્થાનિકોનો આક્ષેપ:હિંમતનગરના પાણપુર પાટિયાના રહીશો રસ્તાની સુવિધાથી વંચિત
હિંમતનગરના પાણપુર પાટિયા પાસે અલ-અકસા સોસાયટીના રહીશો નફીસા મસ્જિદ નજીક આવેલ રોડ, રસ્તા,ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી અનેક સુવિધાઓથી વંચિત છે. સોસાયટીમાં રોડ-રસ્તાઓ તૂટેલા ,ગટરમાં પાણી વ્યવસ્થિત વહેતું નથી અને હાલ ચોમાસામાં વરસાદી પાણી પણ ભરાઈ જાય છે જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ કોઇ પરિણામ ન મળતાં સ્થાનિકો ભારે રોષે ભરાયા છે. આ સમસ્યા દસેક વર્ષ થી છે જેની રજૂઆત વારંવાર હિંમતનગર પાલિકામાં કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા તરફથી અવગણના થઈ રહી હોય તેમ લાગે છે. અહીંના રહીશોની માંગ છે કે રસ્તાઓનું સમારકામ, યોગ્ય ગટર વ્યવસ્થા તેમજ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે. જો તંત્ર તરફથી યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

What's Your Reaction?






