ઓનલાઇન છેતરપિંડીમાં ત્રણ આરોપી ઝડપાયા:IOCના નામે પેટ્રોલ પંપની લોભામણી જાહેરાત આપી 23 લાખની ઠગાઈ
છોટા ઉદેપુર જિલ્લા એલસીબીએ પેટ્રોલ પંપની ફેક જાહેરાત દ્વારા છેતરપિંડી કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જામલી ડોલરિયાના ફતુભાઈ રાઠવાએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ પર પેટ્રોલ પંપ માટે અરજી કરી હતી. આરોપીઓએ info@petrolpumpsdealerschayan.com નામની નકલી વેબસાઇટ બનાવી હતી. તેમણે એગ્રીમેન્ટ ફોર્મ, એપ્રુવલ લેટર અને સિક્યુરિટી ડિપોઝિટ ફોર્મ જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા. આ દસ્તાવેજો પર ખોટી સહી અને સિક્કા લગાવી ફરિયાદી પાસેથી RTGS દ્વારા રૂ.23,03,498.50ની રકમ મેળવી લીધી. સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ પીઆઇ મહેન્દ્ર ડામોરની તપાસમાં બે આરોપીઓ સુરત અને મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા. પકડાયેલા આરોપીઓમાં રવિન્દ્રકુમાર સાવ (સુરત), બિનોદકુમાર શ્રીવાસ્તવ (મુંબઈ) અને એક સગીર વયનો કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 64 બેંક એકાઉન્ટ, બે સિમકાર્ડ, એક ડેબિટ કાર્ડ, ચાર આધારકાર્ડ, છ આધારકાર્ડની નકલો, ચાર પાનકાર્ડની નકલ અને એક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ જપ્ત કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

What's Your Reaction?






