છાત્રોને તક:સ્નાતક - અનુસ્નાતકમાં અધ-વચ્ચે છોડેલા છાત્રોને અભ્યાસ પૂર્ણ કરવા માટે ઓગસ્ટમાં પરીક્ષા યોજાશે
યુનિવર્સિટી દ્વારા અધવચ્ચે છોડેલા અભ્યાસને પૂર્ણ કરવા છાત્રોને તક આપવામા આવી છે.જેમાં અભ્યાસ પૂર્ણ કરવા માંગતા છાત્રોને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા અંદાજે 3000 જેટલા છાત્રોના ફોર્મ ભરાયા છે જેમની પરીક્ષા ચાલુ ઓગસ્ટ માસમાં લેવામાં આવનાર છે. સમયમાં પરીક્ષા વિભાગ દ્વારા સમય અને તારીખ જાહેર કરાશે.સ્નાતક - અનુસ્નાતકમાં અધ વચ્ચે છોડેલા અભ્યાસ પૂર્ણ કરવા ઓગસ્ટમાં પરીક્ષા યોજાશે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ મેળવ્યા બાદ કોઈ એક સેમીસ્ટરમાં નપાસ , અધવચ્ચે અભ્યાસ છોડનાર કે છ વર્ષમાં અભ્યાસ પૂર્ણ ના કરનાર છાત્રોને ભવિષ્યમાં ડિગ્રી મેળવી રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે અભ્યાસ પૂર્ણ કરવા માટે એક તક આપવામાં આવી છે. તેમના માટે યુનિવર્સિટી દ્વારા સ્પેશિયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આગામી ઓગસ્ટ માસમાં યોજાશે જેના માટે અંદાજે ઉત્તર ગુજરાતના 3,000 થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. પરીક્ષા વિભાગ દ્વારા આ ફોર્મ ભરાયેલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. સ્નાતક માં તમામ છ સેમિસ્ટર તેમજ અનુસ્નાતકમાં 2 તેમજ 4 સેમ ની તેમજ વર્ષ પ્રમાણેની પણ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા વિભાગ દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય પત્રક વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવનાર છે. તેવુ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાંએ જણાવ્યુ હતુ.

What's Your Reaction?






