ધોરાજી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

રાજકોટનાં ધોરાજીમાંથી એક કડક અને સંવેદનશીલ ચુકાદો સામે આવ્યો છે, જેણે સમાજમાં કાયદાના શાસન તેમજ ન્યાયની આશાને વધુ બળ આપ્યું છે. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર હેવાનિયતભર્યા આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે સગીરાઓ સામેના ગુનાઓ સમાજમાં ચિંતાનો વિષય બન્યા છે. સમગ્ર બનાવનો ઘટનાક્રમ આ કેસની શરૂઆત સપ્ટેમ્બર 2023માં જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. એક પિતાએ પોતાની સગીર દીકરી છાત્રાલયમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને દિલ્હીથી મુખ્ય આરોપી અભય સાથે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી. જોકે આ પછી તપાસમાં જે હકીકતો સામે આવી તે ચોંકાવનારી હતી. રાજકોટના હુડકો ચોકડી વિસ્તારનો અને મૂળ ગોંડલનો રહેવાસી અભય પરિણીત હોવા છતાં અને બાળકોનો પિતા હોવા છતાં, તેણે 16 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હોવાનું ખુલ્યું હતું. આ અગાઉ પણ અભય આ સગીરાને ભગાડીને મુંબઈ લઈ ગયો હતો, જ્યાંથી તેને પકડવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ પોક્સો હેઠળ ગોંડલમાં કેસ પણ નોંધાયો હતો. પરંતુ કાયદાના પંજામાંથી છૂટ્યા બાદ પણ અભય સુધર્યો નહોતો. જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ તેણે ફરીથી સગીરાનો સંપર્ક કર્યો હતો. અને તેણીને એક મોબાઈલ ફોન આપ્યો હતો. છાત્રાલયના સત્તાધીશો દ્વારા મોબાઈલ પકડાતા, ડરી ગયેલી સગીરા દીવાલ કૂદીને ત્યાંથી ભાગી ગઈ હતી. બીજીતરફ પૂર્વયોજિત કાવતરા મુજબ, અભય અને તેના મિત્ર સાગર (જેને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવામાં આવ્યો છે) તેને બહાર મળ્યા હતા. અને ત્રણેય રાજકોટ થઈ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં અભયે 18000 રૂપિયામાં એક મકાન ભાડે રાખીને સગીરા સાથે પતિ-પત્ની તરીકે રહેવાનું શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે એક ગંભીર ગુનો છે. સરકારી વકીલની દલીલો અને કોર્ટનો ચુકાદો સરકારી વકીલ કાર્તિકેય પારેખે કોર્ટમાં જોરદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભોગ બનનારની ઉંમર 16 વર્ષ અને 8 દિવસની હોવાથી, કાયદા મુજબ તે શારીરિક સંબંધ માટે સંમતિ આપવા સક્ષમ ન હતી. ભોગ બનનારે પણ પોતાની જુબાનીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે અભય તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો.બચાવ પક્ષે દલીલ કરી કે સગીરા અભયના પરિણીત હોવા અને કાયદાકીય પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં પોતાની મરજીથી તેની સાથે ગઈ હતી. જોકે, કોર્ટે આ દલીલોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. તેમજ બંને પક્ષોની દલીલો, રજૂ કરાયેલા પુરાવાઓની સાથે જ તત્કાલીન પીઆઈ એલ. આર. ગોહિલ દ્વારા કરાયેલી ઝીણવટભરી તપાસને ધ્યાનમાં લીધા બાદ, જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી અભય ઉર્ફે સની ચૌહાણને કસૂરવાર ઠેરવ્યો હતો. અને આ ગુના બદલ હેવાનીયત આચરનાર આરોપીને 20 વર્ષની આકરી સજા તેમજ રૂ. 5,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચુકાદો સગીરાઓ ઉપર થતા અત્યાચારો સામે કાયદાની કડક કાર્યવાહીનો દાખલો બેસાડે છે. તે સાબિત કરે છે કે કાયદો નિર્દોષોના હકનું રક્ષણ કરવા અને ગુનેગારોને સજા આપવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણયે સમાજમાં ન્યાયની આશાને વધુ પ્રબળ બનાવી છે. ત્યારે ભવિષ્યમાં આવા ગુનાઓ આચરતા પહેલા ગુનેગારોને સો વાર વિચારવા મજબૂર બનશે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow