સહકાર મંત્રીના અધ્યક્ષ સ્થાને સેમિનાર:દરેક ગામમાં ઓછામાં ઓછી 1 પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટી હોવી જોઇએ: સહકાર મંત્રી
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકારી મંડળીઓનો સેમિનાર-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગામમાં ઓછામાં ઓછી એક પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટી હોવી જોઇએ, તેવું સહકાર મંત્રીએ જણાવ્યું હતું. ગ્રામ્ય અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. વરણામા ત્રિમંદિરમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર સહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા જિલ્લાની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, બરોડા ડેરી અને ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકી સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. વડોદરા જિલ્લાના દરેક ગામમાં ઓછામાં ઓછી એક પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટી (પેક્સ) હોવાની હિમાયત કરીને તેમણે ઉમેર્યું હતું કે, ગામના પૈસા ગામમાં જ રહે અને ખેડૂતો કે પશુપાલકોને હવે કોઈ સેવા કે કામ માટે તાલુકા કક્ષાએ ન જવું પડે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. ખેડૂતોના વિકાસથી જ સહકાર ક્ષેત્ર વિકસિત થશે અને ભારત વિશ્વની સૌથી ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની શકશે. અમૂલનું ઉદાહરણ આપીને સહકારિતા ક્ષેત્રની શક્તિનો ઉલ્લેખ કર્યો હતો. સહકારી સંસ્થાઓને મજબૂત કરવા સંયુક્ત, વ્યૂહાત્મક અને વિશાળ દૃષ્ટિકોણ અપનાવાયો છે. સાથે જ મંત્રીએ વિવિધ સહકારી મંડળીઓની રચના કરીને ગ્રામ્ય અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા આહ્વાન કર્યું હતું. ર

What's Your Reaction?






