ભારતનાં 7 રાજ્ય બાંગ્લાદેશે પોતાનાં ગણાવ્યાં:કોંગ્રેસે સંસદમાં કહ્યું- સરકાર શું કરી રહી છે; જયશંકરે કહ્યું- પ્રોપગેન્ડાનો સામનો કરવા તૈયાર
બાંગ્લાદેશના વિવાદિત નકશાનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ભારતનાં 7 રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગો બાંગ્લાદેશના નકશામાં દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ગુરુવારે રાજ્યસભામાં આ અંગે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. સુરજેવાલાએ કહ્યું- આ મુદ્દે સરકાર શું કરી રહી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે લેખિત જવાબમાં કહ્યું- અમે આ મામલા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. સરકાર આવા પ્રચારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હવે જાણો શું છે આખો મામલો વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, વિવાદિત નકશો 14 એપ્રિલ, 2025ના રોજ ઢાકા યુનિવર્સિટીમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે ગ્રેટર બાંગ્લાદેશનો નકશો ઢાકામાં હાજર ઇસ્લામિક જૂથ 'સુલ્તાનત-એ-બાંગ્લા' દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 'સુલ્તાનત-એ-બાંગ્લા'ને 'ટર્કિશ યુથ ફેડરેશન' નામની તુર્કી એનજીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના આગમન પછી તુર્કી-બાંગ્લાદેશ સંબંધો મજબૂત બન્યા છે. તુર્કી એનજીઓની પ્રવૃત્તિઓ અને લશ્કરી સહયોગમાં પણ વધારો થયો છે. સુરજેવાલાએ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો, 2 પ્રશ્નો વિદેશમંત્રીનો જવાબ 4 મુદ્દામાં ગયા વર્ષે પણ આવો વિવાદાસ્પદ નકશો બહાર આવ્યો હતો ડિસેમ્બર 20024માં, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસના સલાહકાર મહફુઝ આલમે બાંગ્લાદેશનો ખોટો નકશો પોસ્ટ કર્યો હતો. આ નકશામાં મહફુઝ આલમે ભારતના બંગાળ, ત્રિપુરા અને આસામના ભાગોને બાંગ્લાદેશમાં દર્શાવ્યા હતા. જોકે, વિવાદ વધ્યા પછી આ પોસ્ટ હટાવી નાખવામાં આવી હતી.

What's Your Reaction?






