મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીં... રેપ થઈ શકેના પોસ્ટરનો મામલો:શહેર પોલીસે સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ નોંધી, તપાસના અંતે ગુનો દાખલ કરાશે

અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર તાજેતરમાં કેટલાક વિવાદાસ્પદ બેનર્સ લગાવવામાં આવ્યા હતા. આ બેનર્સમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા કે પાર્ટી ન કરવા જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી, અને તે ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાનો દાવો પણ કરતા હતા. જોકે પોલીસને ધ્યાને આવતા પોલીસ દ્વારા તમામ પોસ્ટર ઉતારીને સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ બાદ આ મામલે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે. બેનરથી વિવાદ થયો, ત્યારબાદ પોલીસે હાથ ખંખેર્યા અમદાવાદના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા. જે સાથે સાથે કેટલાક વિવાદિત બેનર લગાવ્યા હતા. જેમાં પાર્ટી જવું નહીં ગેંગ રેપ થઈ શકે છે, 'અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે'. આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો, જેને લઈને ગઈકાલે તાત્કાલિક બેનર ઉતારી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે. 'દસેક જેટલા બેનર્સ જપ્ત કરી લીધા'- સફીન હસન ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને શહેરના ચારથી પાંચ અલગ અલગ વિસ્તારોમાંથી આવા દસેક જેટલા બેનર્સ જપ્ત કરી લીધા છે. 'સતર્કતા ગ્રુપ' નામની એનજીઓએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી હતી, પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી, જેમાં હેલ્મેટ પહેરવા, મોબાઈલ ફોન પર વાત ન કરવી, અને રોંગ સાઈડ પર ન જવું જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. 'અધિકારી કે ટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મૂક્યા વગર લગાવ્યા' વધુમાં સફીન હસને ઉમેર્યું કે, એનજીઓએ ટ્રાફિક અવેરનેસના સ્કોપની બહાર જઈને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કે ટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મૂક્યા વગર લગાવ્યા હતા. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, તેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવા દેવા નથી. જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરાઈ સતર્કતા એનજીઓએ આ બેનર્સ શા માટે લગાડ્યા છે, તે જાણવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન એ શોધવામાં આવશે કે શું કોઈની પરમિશન લીધી હતી કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી હતી કે નહીં, અને ટ્રાફિકના કોઈપણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા. તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવશે. 'રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે' અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ડિવાઈડર પર મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીં રેપ-ગેંગરેપ થઈ શકે છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. જેથી અંતે આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow