સવારે વર્ચ્યુઅલી મળ્યા બાદ સાંજે દિલ્હીમાં CM-PMની રૂબરૂ મુલાકાત:ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, સંગઠન-સરકારમાં નવાજૂની થશે

આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. સવારે ગુજરાતના CM-PMની વર્ચ્યુઅલી મુલાકાત થયા બાદ સાંજના સમયે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ પણ વાંચો: કાશીમાં મોદીએ કહ્યું- સિંદૂરનો બદલો લેવાનું વચન પૂરું થયું રવિવારે કે સોમવારે મોટા સમાચાર મળી શકે તેમ છે ઘણા સમયથી વિલંબમાં પડેલી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ કે ચૂંટણી હવે થોડા સમયમાં થઈ જાય એવી શક્યતા દેખાય છે. શુક્રવારે બપોર બાદ નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી, જેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો છે. આ જોતાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયાને લઈને કોઈ મોટા સમાચાર મળી શકે એમ છે. બેઠક બાદ યાદવ ગમે ત્યારે ગુજરાત આવી શકે છે. તેઓ પહોંચે એ પહેલાં ભાજપના અધ્યક્ષ પદ માટે જેને નામાંકન ભરવું હોય તેમને કમલમ પર હાજર રહેવાનું જણાવાઈ શકે છે. લગભગ એકાદ સપ્તાહમાં જ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જશે અલબત્ત, ગુજરાત ભાજપનાં સૂત્રો કહે છે કે આ ચૂંટણીપ્રક્રિયા માત્ર ઔપચારિક જ રહેશે. આ માટે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે હાઈ કમાન્ડે જેનું નામ નક્કી કરી લીધું છે તેમને એકને જ નામાંકન ભરવા માટે આદેશ અપાશે. એ સિવાય કોઈપણ વ્યક્તિ નામાંકન ભરવા તૈયાર નહીં થાય. આમ, એક જ નામ દાખલ થતાં સર્વાનુમતે તે નેતાને ભાજપના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી લેવાયા છે એવી જાહેરાત કરાશે. લગભગ એકાદ સપ્તાહમાં જ આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી વકી છે. ગુજરાત ભાજપ-પ્રમુખ તરીકે ઓબીસી નેતા આવે એની શક્યતા નવા પ્રમુખ માટે સૌરાષ્ટ્રમાંથી અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ એક નામ પસંદ કરાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે. આ માટે ઓબીસી નેતા આવે એની શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરાઇ છે. દિલ્હીમાં નડ્ડા, સંતોષ અને યાદવની બેઠકમાં સત્વર પ્રક્રિયા પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી મંત્રીમંડળનું કામ હાથ પર લેવાશે. ઘણા સમયથી સંગઠનના પ્રમુખ ઉપરાંત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત પણ અટકી રહી છે, જોકે સરકાર અને સંગઠન બંનેમાંથી મળતા સંકેતો પ્રમાણે પહેલા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે અને એ પછી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રીમંડળના વિસ્તરણમાં પાર્ટીના નવા આવેલા પ્રમુખ મોટી ભૂમિકા ભજવી શકે છે, જોકે આ કિસ્સામાં વિદાયમાં રહી રહેલા પ્રમુખ સીઆર પાટીલ જૂથના ધારાસભ્યોને મંત્રીપદ મળે છે કે નહીં એ જોવું પણ રસપ્રદ રહેશે. ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 20માં હપતા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 20,500 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે, જે પૈકી ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આશરે 2.5 લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યની ગ્રામપંચાયતો અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં યોજાનારા આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપરાંત આશરે 2.5 લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત છે. 19 હપતાથી અત્યારસુધીમાં કુલ રૂ. 19,993 કરોડથી વધુની સહાય અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યારસુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યારસુધીમાં 19 હપતાના માધ્યમથી કુલ રૂ. 3.69 લાખ કરોડની સહાય આપવામાં આવી છે, જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને 19 હપતાના માધ્યમથી અત્યારસુધીમાં કુલ રૂ. 19,993 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. CMએ 100થી વધુ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમી ખાતે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અધિક મુખ્ય સચિવ એ.કે.દાસ સહિત સિનિયર પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 100થી વધુ પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ચંદ્રક અલંકરણ સમારોહમાં 500 જેટલા પરિવારજનો પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદક જીતનાર તમામ 118 પોલીસકર્મી અને તેમના પરિવારને અભિનંદન આપ્યા હતા. પોલીસકર્મીઓએ પોતાની ફરજ નિભાવી એટલે ગુજરાત સુરક્ષિત તેમણે કહ્યું હતું કે, આ મેડલ બીજા મેડલ કરતા અલગ પ્રકારનો છે. રમતમાં ખેલાડી રમત પેહલા જ વિચારી લે છે કે મારે જીતવાનું છે અને તે રીતે તૈયારી કરે છે,પરંતુ પોલીસ મેડલને ધ્યાને રાખી ક્યારેય કામ કરતો નથી, એ સતત પોતાનું કામ કરતો રહે છે. ગુજરાતના પોલીસકર્મીઓએ પોતાની ફરજ નિભાવી જાણી છે એટલે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે. જો પોલીસ ન હોય તો શું થાય અને કેવી અરાજકતા ફેલાય તેની કલ્પના પણ શક્ય નથી. ગાંધીનગરના સ્થાપન દિનની ઉજવણી કરાઈ

Aug 2, 2025 - 21:21
 0
સવારે વર્ચ્યુઅલી મળ્યા બાદ સાંજે દિલ્હીમાં CM-PMની રૂબરૂ મુલાકાત:ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, સંગઠન-સરકારમાં નવાજૂની થશે
આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. સવારે ગુજરાતના CM-PMની વર્ચ્યુઅલી મુલાકાત થયા બાદ સાંજના સમયે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ પણ વાંચો: કાશીમાં મોદીએ કહ્યું- સિંદૂરનો બદલો લેવાનું વચન પૂરું થયું રવિવારે કે સોમવારે મોટા સમાચાર મળી શકે તેમ છે ઘણા સમયથી વિલંબમાં પડેલી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ કે ચૂંટણી હવે થોડા સમયમાં થઈ જાય એવી શક્યતા દેખાય છે. શુક્રવારે બપોર બાદ નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી, જેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો છે. આ જોતાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયાને લઈને કોઈ મોટા સમાચાર મળી શકે એમ છે. બેઠક બાદ યાદવ ગમે ત્યારે ગુજરાત આવી શકે છે. તેઓ પહોંચે એ પહેલાં ભાજપના અધ્યક્ષ પદ માટે જેને નામાંકન ભરવું હોય તેમને કમલમ પર હાજર રહેવાનું જણાવાઈ શકે છે. લગભગ એકાદ સપ્તાહમાં જ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જશે અલબત્ત, ગુજરાત ભાજપનાં સૂત્રો કહે છે કે આ ચૂંટણીપ્રક્રિયા માત્ર ઔપચારિક જ રહેશે. આ માટે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે હાઈ કમાન્ડે જેનું નામ નક્કી કરી લીધું છે તેમને એકને જ નામાંકન ભરવા માટે આદેશ અપાશે. એ સિવાય કોઈપણ વ્યક્તિ નામાંકન ભરવા તૈયાર નહીં થાય. આમ, એક જ નામ દાખલ થતાં સર્વાનુમતે તે નેતાને ભાજપના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી લેવાયા છે એવી જાહેરાત કરાશે. લગભગ એકાદ સપ્તાહમાં જ આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી વકી છે. ગુજરાત ભાજપ-પ્રમુખ તરીકે ઓબીસી નેતા આવે એની શક્યતા નવા પ્રમુખ માટે સૌરાષ્ટ્રમાંથી અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ એક નામ પસંદ કરાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે. આ માટે ઓબીસી નેતા આવે એની શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરાઇ છે. દિલ્હીમાં નડ્ડા, સંતોષ અને યાદવની બેઠકમાં સત્વર પ્રક્રિયા પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી મંત્રીમંડળનું કામ હાથ પર લેવાશે. ઘણા સમયથી સંગઠનના પ્રમુખ ઉપરાંત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત પણ અટકી રહી છે, જોકે સરકાર અને સંગઠન બંનેમાંથી મળતા સંકેતો પ્રમાણે પહેલા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે અને એ પછી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રીમંડળના વિસ્તરણમાં પાર્ટીના નવા આવેલા પ્રમુખ મોટી ભૂમિકા ભજવી શકે છે, જોકે આ કિસ્સામાં વિદાયમાં રહી રહેલા પ્રમુખ સીઆર પાટીલ જૂથના ધારાસભ્યોને મંત્રીપદ મળે છે કે નહીં એ જોવું પણ રસપ્રદ રહેશે. ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 20માં હપતા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 20,500 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે, જે પૈકી ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આશરે 2.5 લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યની ગ્રામપંચાયતો અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં યોજાનારા આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપરાંત આશરે 2.5 લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત છે. 19 હપતાથી અત્યારસુધીમાં કુલ રૂ. 19,993 કરોડથી વધુની સહાય અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યારસુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યારસુધીમાં 19 હપતાના માધ્યમથી કુલ રૂ. 3.69 લાખ કરોડની સહાય આપવામાં આવી છે, જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને 19 હપતાના માધ્યમથી અત્યારસુધીમાં કુલ રૂ. 19,993 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. CMએ 100થી વધુ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમી ખાતે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અધિક મુખ્ય સચિવ એ.કે.દાસ સહિત સિનિયર પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 100થી વધુ પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ચંદ્રક અલંકરણ સમારોહમાં 500 જેટલા પરિવારજનો પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદક જીતનાર તમામ 118 પોલીસકર્મી અને તેમના પરિવારને અભિનંદન આપ્યા હતા. પોલીસકર્મીઓએ પોતાની ફરજ નિભાવી એટલે ગુજરાત સુરક્ષિત તેમણે કહ્યું હતું કે, આ મેડલ બીજા મેડલ કરતા અલગ પ્રકારનો છે. રમતમાં ખેલાડી રમત પેહલા જ વિચારી લે છે કે મારે જીતવાનું છે અને તે રીતે તૈયારી કરે છે,પરંતુ પોલીસ મેડલને ધ્યાને રાખી ક્યારેય કામ કરતો નથી, એ સતત પોતાનું કામ કરતો રહે છે. ગુજરાતના પોલીસકર્મીઓએ પોતાની ફરજ નિભાવી જાણી છે એટલે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે. જો પોલીસ ન હોય તો શું થાય અને કેવી અરાજકતા ફેલાય તેની કલ્પના પણ શક્ય નથી. ગાંધીનગરના સ્થાપન દિનની ઉજવણી કરાઈ ગુજરાતના પાટનગર અને ગ્રીન સિટી ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ નિમિત્તે આજે 2 ઓગસ્ટના રોજ સેકટર 17 ટાઉનહોલ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકાર દ્વારા ઘોષિત "શહેરી વિકાસ વર્ષ 2025-26"નો મહાનગર કક્ષાનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, કલેક્ટર, મ્યુનિસપિલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના શહેરી વિકાસના ભાવિ વિઝનને પ્રસ્તુત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્વચ્છતાકર્મીઓનું સન્માન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025માં રાજ્યનાં મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ તૈયાર કરીને એના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે પ્રેરક આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતનાં શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વછતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયામાં રહેલા સ્વચ્છતાકર્મીઓનું સન્માન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું બિરુદ મેળવ્યું છે, એ જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow