1500 કરોડના કૌભાંડમાં ભાવનગરમાં EDના ધામા:SMS સ્ટોક ટીપ કૌભાંડ મામલે હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસસ્થાને સતત બે દિવસ તપાસ કરી, નાણાં વિદેશ ટ્રાન્સફર કર્યાની શંકા

છેલ્લા 6 વર્ષના સૌથી મોટા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શોધી કાઢવામાં આવેલા 'પમ્પ એન્ડ ડમ્પ' કૌભાંડ થકી રૂ. 1500 કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ત્રાટકી હતી. હનીફના ઘરમાં 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ 2 ઓગસ્ટ સવાર સુધી ચાલી હતી. આજે સવારે ભાવનગરના અજય ટોકિઝ વિસ્તારમાં આવેલા હનીફના ઘર પરથી તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી. SMS સ્ટોક ટીપ કૌભાંડનો મામલો ઇ.ડી.ના અધિકારીઓએ નામ પ્રસિધ્ધ નહીં કરવાની શરતે જણાવ્યુ હતુ કે, જુલાઇ 2023માં 1500 કરોડના એસ.એમ.એસ. સ્ટોક ટીપ કૌભાંડના માસ્ટર માઇન્ડ ભાવનગરના હનીફ કાસમભાઇ શેખ ઉર્ફે ખાટકીની અગાઉ સેબી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. સેબીની તપાસમાં કરોડો રૂપિયાના કૌભાંડની વિગતો ખુલતા અને કૌભાંડના નાણાં વિદેશમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની શંકાના આધારે ઇ.ડી. દ્વારા હનીફ શેખના ભાવનગરના જૂની અજય ટોકીઝ નજીકના નિવાસ્થાને શુક્રવારે બપોરે કાર્યવાહી માટે ગયા હતા. પરંતુ હનીફનું ઘર બંધ હતુ. ઇ.ડી. દ્વારા સ્થાનિક પોલીસના બંદોબસ્ત અને પંચોની રૂબરૂમાં મોડી સાંજે બંધ ઘરની હનીફના સંબંધી પાસેથી ચાવી મંગાવી અને દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસ ટુકડી દ્વારા સમગ્ર બંગલાની તલસ્પર્શી ચકાસણી મોડી રાતે પણ કરવામાં આવી હતીઅને દસ્તાવેજો, ઇલેકટ્રોનિક ઉપકરણો સહિતની શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. સેબી દ્વારા બે વર્ષ પહેલા તપાસ શરૂ કરવામાં આવી હતી રેગ્યુલેટરે અગાઉ કરેલી તપાસમાં બલ્ક એસ.એમ.એસ. દ્વારા હનીફ શેખ સ્ટોક ટિપ્સ આપતો હતો, જેના કારણે સેબીની તપાસ 226 એકમો અને હનીફ સાથે સાંકળવામાં આવી હતી. અમદાવાદ, મુંબઇ, કોલકાતામાં બહુવિધ બેંક એકાઉન્ટ અને ફંડ ટ્રાન્સફર થતા હોવાની બાબતો તપાસ દરમિયાન સપાટી પર આવી હતી. સેબીએ નાની કંપનીઓના પ્રમોટર્સની લિંક સાથે એસ.એમ.એસ. કમ્પાઇલેશન, ફોરેક્સ બિલ, ટ્રેડિંગ લોગ, જી-મેલ લિંક્સ, કોલ ડેટા પણ અગાઉ રીકવર કર્યો હતો, અને બાદમાં તેની આર્થિક બાબતોની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી હતી. સેબી દ્વારા બે વર્ષ અગાઉ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે હનીફ દુબઇ ભાગી ગયો હતો. આર્થિક વ્યવહારોના તાર વિદેશમાં ફેલાયેલા હોવાની આશંકાના પગલે તપાસમાં EDની એન્ટ્રી હનીફ શેખની સોશિયલ મીડિયા પ્રોફાઇલ તેમને એક ઉદ્યોગ સાહસિક, પ્રાઇવેટ ઇક્વીટી અને સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટર, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટમાં ભાગીદાર અને ઇકોનો બ્રોકિંગના મેનેજીંગ ડિરેક્ટર તરીકે વર્ણવે છે. હનીફ દ્વારા ચોક્કસ રોકાણકારોને આકર્ષવા માટે મોટા પ્રમાણમાં એસ.એમ.એસ. મોકલવા અને સ્ટોક ટિપ્સને વેબસાઇટ્સ દ્વારા વહેતી કરવામાં આવતી હતી. અને સ્ક્રિપ્ટ રોકાણકારોને આકર્ષિત કર્યા પછી બહુવિધ લોકો દ્વારા ચોક્કસ શેરને ડમ્પ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. 1500 કરોડથી વધુના કૌભાંડમાં સેબીની તપાસ બાદ આર્થિક વ્યવહારોના તાર વિદેશમાં પણ ફેલાયેલા હોવાની શંકાથી ઇ.ડી.એ પણ તપાસમાં ઝંપલાવ્યુ છે. માત્ર 5 શેરમાં હેરાફેરીથી 144 કરોડ મેળવ્યા સેબીની તપાસમાં સામે આવ્યુ હતું કે, હનીફે 5 શેરોની હેરાફેરી કરી અને રૂપિયા 144 કરોડનો ગેરકાયદે લાભ મેળવ્યો હતો. શેખે મોરિયા ઉદ્યોગ, 7એનઆર રિટેલ, જીબીએલ ઇન્ડસ્ટ્રીઝ અને દાર્જીલિંગ રોપ-વે કું. સહિતની ઘણી કંપનીઓના શેરમાં પણ ગોટાળા કર્યા હોવાની તપાસ સેબી કરી રહ્યું છે. ઉપરાંત લીડિંગ લીઝિંગ ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એગ્રોફોસ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ, વી.બી. ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિતની સ્ક્રિપ્ટમાં હેરાફેરી કરવામાં આવી હતી અને તેની તપાસ ચાલુ છે. સેબીએ નવેમ્બર 2022માં 7 લાખનો દંડ ફટકાર્યો હતો હનીફ શેખ દ્વારા અનેક કંપનીઓના શેરમાં કરેલા ગોટાળા બદલ સેબી દ્વારા અનેક વખત તેને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થઇ રહ્યો ન હતો તેથી સેબી દ્વારા 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવેલો હતો. હનીફ ઉર્ફે ખાટકીનું ભાવનગરના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમા, શ્રીજી યાર્ડમાં પાઇપ ઉદ્યોગ, ભાવનગરના મુસ્લિમ પોશ વિસ્તાર-અમદાવાદ, મુંબઇના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ છે. ઇ.ડી. દ્વારા આ તમામની તપાસ કરવામાં આવી રહી છે.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow