સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી:રૂપાણીનો આજે બર્થ-ડે, રાજકોટમાં ફોટો પ્રદર્શનમાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ ભાવુક થયાં
અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ માટે રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલરી ખાતે તેમની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેને નિહાળવા માટે આજે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ, પુત્રવધૂ પહોંચ્યાં હતાં. અહીં વિજયભાઈની હસ્તી અને અલગ અંદાજ સાથેની તસવીરોને જોઈને પરિવારજનોનું હૈયું ભરાઈ ગયું હતું, જેમાં પુત્રવધૂ રડી પડી હતી. તો સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ તસવીરો નિહાળી તેમના વ્યક્તિત્વને યાદ કરી સ્વ.વિજયભાઈના અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું તસવીર પ્રદર્શન હોવાનું જણાવ્યું હતું. દરેક તસવીરની નીચે એક લાઇનમાં ટેગલાઇન રાજકોટના સિનિયર ફોટો-જર્નલિસ્ટ દેવેન અમરેલિયા દ્વારા વર્ષ 2004થી 2025 દરમિયાન સ્વ. વિજયભાઈના જીવનની જાણી-અજાણી, ચિત-પરિચિત, સુલભ-દુર્લભ ક્ષણોની અવિસ્મરણીય તસવીરો પોતાના કેમેરામાં કંડારવામાં આવી હતી, જે પૈકી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ દરેક તસવીરની નીચે એક લાઈનમાં ટેગલાઈન પણ આપવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીની આ તસવીર પ્રદર્શનમાં રૂપાણી પરિવારની હાજરી ભાવસભર બની ગઈ હતી. વિજયભાઈની અલગ-અલગ અંદાજ સાથેની તસવીરો જોઈને પરિવારના સભ્યો ભાવુક થયા હતા. તસવીર પ્રદર્શનમાં સંવેદના-સંવાદે પણ 'તસવીરોને સંગાથ' જોવા મળ્યો હતો. મને એક તસવીર ખૂબ ગમી છે, જે વિજય સરઘસની છેઃ રાધિકા રૂપાણી સ્વ. વિજયભાઈની દીકરી રાધિકા રૂપાણીએ જણાવ્યું હતું કે આજે પપ્પાનો 69મો જન્મદિવસ છે. આજે તેમની તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ક્ષણ અમારા માટે ગૌરવપૂર્ણ છે. લાક્ષણિક અદાઓની તેમજ સંસ્મરણોની તસવીરો અહીં મૂકવામાં આવી છે. હું બધા લોકોને કહેવા માગું છું કે આપ આવો અને આ તસવીરોને નિહાળીને મારા પિતાની યાદો તાજી કરો. બધી જ તસવીરો લાક્ષણિક અને ખૂબ યાદગાર છે. બધી તસવીરો ખૂબ સારી છે, પણ મને એક તસવીર ખૂબ ગમી છે, જે વિજય સરઘસ દરમિયાન લેવાયેલી છે. અમારા સાથી નેતા આજે સાથે નથી એનો મને રંજ છેઃ રૂપાલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સ્વ. વિજયભાઈ અમારા આદરણીય નેતા, અમારા સાથી નેતાની આજે જન્મજયંતી છે. આજે પ્રથમ જન્મજયંતી છે, જેમાં તેઓ અમારી સાથે નથી અને આ વાતનો મને રંજ છે. જાહેર જીવનમાં નાનપણથી જ ખૂબ સંઘર્ષ કરી રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર તેમને પાર કરી, એના કારણે સમાજના વિવિધ વર્ગો અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે આવ્યા હતા. ‘આ આર્ટ ગેલરીમાં પણ વિજયભાઈનું યોગદાન’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છીએ. એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે તસવીરકાર દેવેન અમરેલિયાએ લીધેલી તસવીરોનું પ્રદર્શન આજે ખુલ્લું મુકાયું છે. આ જે આર્ટ ગેલરી છે, જ્યાં તસવીર પ્રદર્શન યોજાયું એની સાથે પણ વિજયભાઈ રૂપાણીની યાદો સમાયેલી છે. આ આર્ટ ગેલરીમાં પણ વિજયભાઈનું યોગદાન રહેલું છે. તેમના જીવનના અનેક પ્રસંગો માણવાનો અવસર અહીં જોવા મળી રહ્યો છે. આ અનદેખી 111 તસવીરનું પ્રદર્શન સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ તેમજ મેયર નયનાબેન પેઢડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઘટનાને ભૂલી નથી શકતો પરિવાર: દિવ્ય ભાસ્કર સાથે પરિવારે હૈયુ ખોલીને વાત કરી હતી 12 જુલાઈ, 2025ના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાએ ભારતના ઈતિહાસમાં ક્યારેય ન ભરાય એવા જખમ આપ્યા હતા. આ ઘટનામાં 260 લોકોના મોત થયા હતાં, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઈ રૂપાણીનું લોકોના હૃદયમાં અલગ સ્થાન હતું. નિધનના એક મહિના બાદ પણ તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાને રોજ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા ઊમટી રહ્યાં હતાં વિજયભાઈના દીકરા ઋષભ અને દીકરી રાધિકાએ સૌપ્રથમ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભારે હૈયે અંદર ધરબાયેલી લાગણી વ્યક્ત કરી હતી. એ પળ હું ક્યારેય ભૂલી નહીં શકું વાતચીતની શરૂઆત કરતાં ઋષભ રૂપાણીને પૂછ્યું કે, જ્યારે પ્લેન ક્રેશની દુર્ઘટના બની ત્યારે તમે શું કરતા હતા? તેના જવાબમાં તેમણે કહ્યું, એ વખતે અમેરિકામાં 11 જૂનની મોડીરાત હતી. એર ઈન્ડિયાના એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો. એ પળ હું ક્યારેય ભૂલી નહીં શકું. પગ નીચેથી જમીન સરકી જાય એવા આ દુ:ખદ સમાચાર હતા. મારી જેમ અન્ય 270 પરિવાર માટે પણ અકલ્પનીય સ્થિતિ હશે. પછી અમે પળનો પણ વિલંબ કર્યા વગર જે વહેલી ફ્લાઈટ મળી એમાં ભારત આવવા રવાના થઈ ગયા હતા. એ પહેલાં મારાં મમ્મી અને મોટી બહેન સાથે ફોન પર વાત કરી હતી. અમે બધાએ એકબીજાને સધિયારો આપ્યો હતો.... વિતગવાર વાંચવા ક્લિક કરો... રૂપાણીના પરિવારે ભાસ્કર સમક્ષ ખોલ્યું હૈયું, દીકરા ઋષભે કહ્યું, છેલ્લે વીડિયો કોલમાં પપ્પા ખૂબ ખુશ હતા, દીકરી રાધિકાએ બાળપણનો ભાવુક કિસ્સો જણાવ્યો સહકારી આગેવાની બેઠકમાં વિજયભાઈએ તેમનું એક સ્વપ્ન અધુરું રહી ગયાનું દુખ વ્યક્ત કર્યું હતું દિવ્ય ભાસ્કર લોકો સમક્ષ એ વાત લાવી રહ્યું છે, જે વાતનો અફસોસ સ્વ. વિજયભાઈ રૂપાણી ખુદ કરી રહ્યા હતાં. આ વાત કોઈ તેમની અંગત નહિ, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રના જનજનની વાત હતી. મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ રાજકોટ તેમના નિવાસસ્થાને તેમને મળવા આવેલા સહકારી આગેવાનો સાથે વાત કરતાં દિવંગત વિજય રૂપાણીએ કહ્યું હતું કે મારું એક સ્વપ્ન અધૂરું રહી ગયું છે. મારે રાજકોટથી અમદાવાદ વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ સેવા શરૂ કરાવવી હતી. આ માટે મેં સરકારમાં રજૂઆત પણ કરી હતી, પરંતુ આ કામ મારા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન પૂર્ણ ન થઇ શક્યું. વાંચો સંપૂર્ણ અહેવાલ... સ્વ. વિજય રૂપાણીનું એક સ્વપ્ન, જે અધૂરું રહ્યું

What's Your Reaction?






