રશિયામાં 600 વર્ષ પછી ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો:6 કિમી ઊંચા રાખના ગોટેગોટા ઊડ્યા; અહીં આવ્યો હતો વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ

રશિયાના કામચાટકામાં 600 વર્ષમાં પહેલીવાર ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો. કામચાટકાના કટોકટી મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે આ જ્વાળામુખી 2 ઓગસ્ટના રોજ ફાટ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે 1856 મીટર ઊંચા ક્રેશેનિનિકોવ જ્વાળામુખીમાં વિસ્ફોટ પછી રાખનાં વાદળો 6 હજાર મીટરની ઊંચાઈ સુધી ફેલાયાં હતા. એના કારણે આ વિસ્તારનો હવાઈ માર્ગ બંધ થઈ ગયો હતો. વૈજ્ઞાનિકો માને છે કે આ વિસ્ફોટ ચાર દિવસ પહેલાં રશિયાના કામચાટકા ટાપુ પર આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપ સાથે સંબંધિત હોઈ શકે છે. એ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ હતો. જ્વાળામુખી ફાટવાના ફોટા... જ્વાળામુખી રિંગ ઓફ ફાયર પાસે હાજર છે બુધવારે અગાઉ કામચાટકા દ્વીપકલ્પ પર સ્થિત ક્લ્યુચેવસ્કાયા સોપકા જ્વાળામુખી પણ ફાટી નીકળ્યો હતો. સોપકા જ્વાળામુખી યુરોપ અને એશિયામાં સૌથી સક્રિય જ્વાળામુખી છે. રશિયાના જે વિસ્તારમાં આ બંને જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા એ વિસ્તાર રિંગ ઓફ ફાયરની નજીક આવેલો છે. રિંગ ઓફ ફાયર એક એવો વિસ્તાર છે, જ્યાં ઘણી ખંડીય તેમજ સમુદ્રી ટેકટોનિક પ્લેટો છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે, સુનામી આવે છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે. 75% સક્રિય જ્વાળામુખી રિંગ ઓફ ફાયરની નજીક છે દુનિયાના 90% ભૂકંપ આ રિંગ ઓફ ફાયર ક્ષેત્રમાં આવે છે. આ પ્રદેશ 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. દુનિયાના 75% સક્રિય જ્વાળામુખી આ ક્ષેત્રમાં છે. 15 દેશ આ રિંગ ઓફ ફાયરની રેન્જમાં આવે છે. રિંગ ઓફ ફાયરથી કેટલા દેશો પ્રભાવિત છે? જાપાન, રશિયા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, યુએસએ, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, ઇક્વાડોર, ચિલી, બોલિવિયા. જુલાઈમાં કામચાટકામાં 6 શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. બુધવારનો ભૂકંપ વિશ્વનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. આ પછી રશિયા, અમેરિકા, જાપાન અને ચિલી સહિત ઘણા દેશોએ સુનામીની ચેતવણી જારી કરી હતી. જાપાને તેના ફુકુશિમા પરમાણુ રિએક્ટરને ખાલી કરાવ્યું અને ટોક્યોમાં લગભગ 20 લાખ લોકોને તેમનાં ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. જુલાઈ મહિનામાં જ કામચાટકા નજીક સમુદ્રમાં 6 શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આમાં બીજા ક્રમના સૌથી મોટા ભૂકંપની તીવ્રતા 7.4 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટરની ઊંડાઈએ હતું. 4નવેમ્બર, 1952ના રોજ કામચાટકામાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એના કારણે ઘણા વિસ્તારોમાં 9.1 મીટર સુધી ઊંચાં મોજાં ઊછળ્યાં, જોકે તેમ છતાં કોઈનું મૃત્યુ થયું ન હતું.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow