શ્રાવણના બીજા સોમવારે ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર:જામનગરથી પદયાત્રીઓ માટે રસ્તામાં અનેક સેવાકીય કેમ્પ, ઢોલ-નગારા સાથે સ્વાગત

જામનગરથી 30 કિ.મી. દૂર ગજણા ગામે આવેલા ભોળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. જામનગરથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભોળેશ્વર મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. રસ્તામાં પદયાત્રીઓ માટે અનેક સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ હર મિત્ર મંડળ, શ્રી ખોડલધામ યુવા સમિતિ અને ભાવેશભાઈ ગાગીયાના ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય કેમ્પમાં ઢોલ-નગારા અને શરણાઈથી યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના અને આરતી પણ કરી હતી. જામનગર જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે. ગજણા ગામે આવેલું ભોળેશ્વર મહાદેવનું મંદિર આશરે 450 વર્ષથી વધુ પ્રાચીન છે. અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. લોકવાયકા મુજબ, શિવલિંગના કદમાં દર વર્ષે વધારો થતો જોવા મળે છે. મંદિરની વિશેષતા એ છે કે તે ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. અહીં ત્રણ નદીઓનો સંગમ થાય છે. સંવત 1645માં શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી. લોકવાયકા અનુસાર, ગજણા ગામનો ગોવાળ પોતાની ગાયોનું ધણ લઈને અહીં ચરાવવા આવતો હતો. ગજણા ગામના સુથારની એક ગાય દરરોજ સાંજે ધણથી અલગ પડી જતી અને એક રાફડા પાસે ઊભી રહી તેના ચારેય આંચળનું દૂધ વરસાવતી હતી. ગોવાળને આ વાતની જાણ થતાં તે ચિંતામાં મુકાઈ ગયો હતો. પરંતુ બાદમાં ભગવાન શંકર તેના સપનામાં આવ્યા અને જણાવ્યું કે ગાય જે જગ્યા પર દૂધ વરસાવે છે ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવશે. ત્યારબાદ અહીં ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું હતું.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow