શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજ્યા:પાટણના શિવમંદિરોમાં ભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળથી અભિષેક કરી પૂજા કરી
પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. શ્રાવણ માસના પ્રારંભનો સંયોગ શિવભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે. શ્રાવણ માસના બીજા સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં શિવભક્તોએ ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરોમાં વિવિધ સજાવટ કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. શિવજીનો પવિત્ર શ્રાવણ માસ સોમવાર હોવાથી તેનું મહત્વ વિશેષ વધી જાય છે. પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેસ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, મહાષૉકાન્ત મલહારે મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તોએ ભગવાનને બિલિપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કર્યા હતા. ભક્તોએ ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં હરહર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજારવ થયો હતો.

What's Your Reaction?






