15 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સહકારી બેંકની પેટાચૂંટણીની મતગણતરી:ડી.એમ. કે જી.કે. કોના હાથમાં આવશે ધી મહેસાણા અર્બન બેંક? સાંજ સુધીમાં થઈ જશે નિર્ણય
રૂ.15 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન બેંકની 8 ડિરેક્ટરોની પેટા ચૂંટણીમાં રવિવારે ગુજરાત અને મુંબઇ સહિતની 58 શાખામાં મતદાન યોજાયું હતું. જેમાં 1,07,762 મતદારો પૈકી 49,459એ મતાધિકારનો ઉપયોગ કરતાં સરેરાશ 45.90 ટકા મતદાન નોંધાયું હતું. આજે(4 ઓગસ્ટ, 2025) મહેસાણા જીઆઇડીસી હોલ ખાતે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી છે. આ મત ગણતરી મોડી સાંજ સુધી ચાલવાની શક્યતા છે. આ પેટાચૂંટણીમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે અને કુલ ત્રણ પેનલોના 24 ઉમેદવારો સહિત કુલ 26 ઉમેદવારમાંથી અર્બન બેંકમાં કોને ડિરેક્ટર પદ મળશે તે નક્કી થશે. પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર પણ ચૂંટણી જંગમાં મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર અને એપોલો ગ્રુપના ડાયરેક્ટર એવા આનંદ પટેલ વિશ્વાસ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સરદારધામ તથા વિશ્વ ઉમિયા ધામ, ગણપત યુનિવર્સિટી અને નાગલપુર કોલેજના ટ્રસ્ટી છે. આ ઉપરાંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્ય છે. જ્યારે મહેસાણાના જાણીતા વિમલ ગ્રૂપમાંથી કાર્તિક પટેલની પેનલે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ચંદુભાઈ અને જી.કે. પટેલ (વિમલ ગ્રુપ)ની પેનલ સામે ડી.એમ. પટેલ, આનંદભાઈ પટેલ (એપોલો ગ્રુપ) સહિતના દિગ્ગજ સહકારી અને રાજકીય અગ્રણીઓનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આ બેંકની અંદર ગેરરીતિઓ થઈ છે: ડીએમ પટેલ આ અંગે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે જણાવ્યું મતગણતરી ચાલુ હતી એટલે કહ્યું જ હતું મેં કે લોકોનો જે ઉત્સાહ છે અમે જે પ્રશ્ન લઈને લોકો વચ્ચે ગયા છીએ કે આ બેંકની અંદર ગેરરીતિઓ થઈ છે અને એના કારણે જ મતદાનમાં જબરદસ્ત ઉત્સાહ હતો. મહેસાણામાં 55% મતદાન થયું છે અને મહેસાણાની પ્રજા જ આ બધી વસ્તુ બધા જ જાણતી હતી. બ્રાન્ચોમાં પણ સમાચાર પહોંચ્યા છે કે આ બેંકમાં ખોટું થયું છે. બધે ઉત્સાહથી મતદાન થયું છે. પણ દૂર દૂરના મતદારો અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી એના કારણે મતદાન ઓછું થયું છે. 'વિકાસ પેનલ અને કળશ આગળ નીકળશે અને વિશ્વાસ રૂંધાઈ જશે' વિકાસ પેનલના ઉપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ કોઈ પોલિટિકલી મતદાન નથી. આ ભાજપ કે કોંગ્રેસ જે લોકસભા કે વિધાનસભા જેવું મતદાન હોતું નથી. આ એક સહકારનું મતદાન છે એટલે બેંકનું મતદાન છે. બેંકની અલગ અલગ 58 શાખાઓ હોય એટલે આમાં મોસ્ટલી 2019 જેટલું મતદાન થયું હતું અને આ વખતે પણ જનરલ 45% જેટલું મતદાન થયું છે અને અંદાજે 49500 જેટલા ટોટલ કુલ વોટ પડ્યા છે. મને ભરોસો છે કે અમારી વિકાસ પેનલ અને કળશ આગળ નીકળશે અને વિશ્વાસ રૂંધાઈ જશે.અમારી આખી પેનલ ઓછામાં ઓછા 5000 વોટથી અમે વિજયી બનીશું. વિકાસ પેનલના ઉમેદવાર વિશ્વાસ પેનલના ઉમેદવાર

What's Your Reaction?






