મંડે પોઝિટિવ:કચ્છમાં 389 તળાવો જીવદયાર્થે બાંધી અપાયાં

કચ્છમાં ભુગર્ભ જળ સમૃદ્ધ કરવા અને વરસાદી પાણીને ભૂતળમાં ઉતારવા સુજલામ-સુફલામ, 60:40, 80:20 જેવી યોજનાઓ આવી પણ ભ્રષ્ટાચારમાં વગોવાઇ અંતે સરકાર પર આધાર રાખવાને બદલે જાતે જ મહેનત-મજૂરી કરવાના ઇરાદાવાળા જૂથે જિલ્લાભરમાં અલગ-અલગ 389 તળાવો ઉભા કર્યા, જેમને જલ મંદિર નામ આપ્યું અને દરિયા કે રણમાં વહી જતું 1554 કરોડ લીટર પાણી રોક્યું, દાતાઓ-શ્રેષ્ઠીઓના સથવારે આ સમગ્ર પ્રકલ્પ રૂા. 6.50 કરોડના ખર્ચે પાર પડ્યું અને અનરાધાર વરસેલા વરસાદ સ્વરૂપે કુદરતે પણ આશીર્વાદ આપતાં જિલ્લા પરનું સુકા, નપાણિયાનું લેબલ હટ્યું અને ખુણે-ખાંચરે હરિયાળા, લહેરાતા, જળમંદિરોના દર્શન થવા મંડ્યા, હવે ચાલુ વર્ષે 501 વધુ જલ મંદિરોનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. ચાલુ વર્ષ સુધીમાં 501 તળાવ બનાવવાનો લક્ષ્યાંક 2.93 કરોડ લોકફાળો કચ્છની ભુગોળથી વાકેફ ન હોય એનું માથું ફરી જાય તો પણ એક તળાવ માંડ ઉભું થાય તેવી જગ્યાઓ પસંદ કરી-કરીને ‘કચ્છ જળમંદિર અભિયાન’ અંતર્ગત એક યજ્ઞ કરાયો, જે 2012થી 2025 સુધી ચાલ્યો, પરિણામે જે તે ગામલોકોએ વિશ્વાસ મૂક્યો અને રૂા. 2.93 કરોડ કુલ ખર્ચના 45.18 ટકા ફાળો કરી આપ્યો, દાતાઓએ નિસ્વાર્થભાવે 54.85 ટકા ખર્ચની રકમ પેટે રૂા. 3.57 કરોડ ખર્ચ્યા. આ અભિયાન જંગલી જીવો અને ખાસ કરીને માલધારીઓના પશુઓને પુરતું પાણી મળી રહે તે માટે ચલાવાયું. દર મહિને માર્ચથી જુલાઇ અવિરત કાર્ય થયું... મશીની, ઇજેનરીજ્ઞાન સંસ્થા દ્વારા અને નજીક-નજીકના ગામોના લોકો દ્વારા શ્રમદાન. કોના માટે કામ થયું? જ્યાં કચ્છ જ નહીં ભારતનું સૌથી છેલ્લું સૂર્યાસ્ત થાય છે તેવા લખપત તાલુકાના શેહ ગામથી ભચાઉ તાલુકાના દરિયાકિનારે ખાસ ઊંટો માટે બે તળાવ, ખડીરના હનુમાન બેટમાં ઘુડખર (જંગલી ગધેડા) માટે, પાકિસ્તાનના નગરપારકરથી 24 કિ.મી. અંદર, રાપરથી 49 કિ.મી. દૂર જાટાવાડા પંચાયતમાં મલ્લુ વાંઢની સીમમાં એક તળાવ એવા લોકો માટે જે શહેરથી દૂર જ ડરતા-ડરતા રહે છે, પીવાના પાણી મુદ્દે ‘નો સોર્સ’ જાહેર થયેલા લખપત તાલુકામાં સૌથી વધુ 28 તળાવો બાંધી અપાયા. અહીં માલધારીઓએ પોતે ટ્રેક્ટરના ભાડા ચૂકવ્યા, ભુજ તાલુકાના સેડાતા, ભારાપર, સુરજપર, સણોસરા પાલતુ પશુઓ માટે અને વન્ય જીવો માટે 22 તળાવ બંધાયા.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow