મોરબીમાં કેજરીવાલ વિશે સવાલ પૂછતાં ઝાપટ પડી:AAPની સભામાં ઈસુદાન ગઢવીની ચાલુ સ્પીચે કાર્યકરે યુવાનને લાફો ઝીંક્યો; રેશમા પટેલઃ અમારો કાર્યકર્તા તમાચો મારશે; કોઈ ડર નથી

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગઈકાલે (4 ઓગસ્ટ) મોરબીમાં "ગુજરાત જોડો અભિયાન" અંતર્ગત એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ AAPના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. એને લઇ સભામાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે અમારો એક-એક કાર્યકર્તા તમાચો મારીને ભાજપને જવાબ આપશે, અમને કોઈ ડર નથી. ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી આ સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મોંઘવારી, ખેડૂતોને ખાતર ન મળવું અને રસ્તા-પુલોમાં ભ્રષ્ટાચાર જેવી બાબતોને ટાંકીને કહ્યું હતું કે જ્યારે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 રૂપિયાનો થઈ ગયો ત્યારે કોઈ ભાજપવાળા બોલતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ રસ્તા પર ઊતરવું પડે છે. કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા ગયેલા યુવાનને લાફો ઝીંક્યો ઈસુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં AAP સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. યુવાને માઈક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ દરમિયાન AAPના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઈક આંચકી લીધું અને તેને જાહેરમાં લાફો મારી દીધો. આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો હતો. ભોગ બનાનાર યુવક ભરત ફૂલતરિયાએ જણાવ્યું હતું કે અમે તમને પ્રશ્ન કરીએ એટલે તમે અમને મારો છો. તો તમે જીતીને આવશો તો શું થશે અમારું? આ પણ વાંચો : હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી, CMના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યા: CMએ કહ્યું, એજન્ડા સાથે આવ્યા છો મોરબી થપ્પડકાંડને લઇ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ષડ્યંત્રનો આરોપ લગાવ્યો મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સભામાં બનેલી થપ્પડકાંડની ઘટના બાદ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખુલાસો કરતાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પાછળ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓનું ષડ્યંત્ર હોઈ શકે છે. મોટી સંખ્યામાં જનતાની હાજરી જોઈને મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને મોકલીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી. તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદર જેવી સ્થિતિનો ડર લાગતાં ભાજપે AAPની જનસભાને ખંડિત કરવાની મેલી મુરાદ અપનાવી છે. ગઢવીએ સ્પષ્ટતા કરી કે જે વ્યક્તિએ થપ્પડ મારી તે AAP સાથે સંકળાયેલી નથી. તેમણે આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રીની "નિમ્ન કક્ષાની રાજનીતિનો નમૂનો" ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે ગુજરાતભરમાં AAPની 2000થી પણ વધારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આ સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. તેમણે કહ્યું હતું કે આ AAPની છબિ ખરાબ કરવાનું ષડ્યંત્ર હોઈ શકે છે. અંતમાં, ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે AAP કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતી નથી. તેમણે ભાજપને પડકાર ફેંકતાં કહ્યું હતું કે અમે ગરીબો, વંચિતો, શોષિતો અને બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં છે અને તેઓ "વિસાવદરવાળી" કરીને રહેશે. મોરબી સભામાં પુછાયેલા પ્રશ્નો અને ઈસુદાન ગઢવીના જવાબો મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન યુવાન ભરત ફૂલતરિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલો અને ઈસુદાન ગઢવી દ્વારા તેના આપવામાં આવેલા જવાબો નીચે મુજબ છે: યુવાનના પ્રશ્નો: ઈસુદાન ગઢવીના જવાબો: યુવાનને લાફો મારવાની ઘટના બાદ ઈસુદાન ગઢવીએ તેના પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે જણાવ્યું: જાહેરસભામાં આમને-સામને આવી જનારા આ બે યુવક કોણ છે? ચાલુ સભામાં લાફો મારવાના મામલે મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સભામાં જે યુવાનને પ્રશ્ન પૂછવા બદલ લાફો મારવામાં આવ્યો હતો તેનું નામ ભરત ડાયાભાઈ ફૂલતરિયા હોવાનું સામે આવ્યું છે. આ યુવાન નાની કેનાલ રોડ, ઉપાસના પેલેસનો રહેવાસી છે. આ ઘટનામાં પ્રશ્ન પૂછવા ગયેલા યુવાન પાસેથી માઈક આંચકી લેવાનો પ્રયાસ કરનાર અને તેને લાફો મારનાર શખસનું નામ અશ્વિન પટેલ (એકે) હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે આ અંગે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ લાફો મારનાર વ્યક્તિને ઓળખતા નથી અને તે આમ આદમી પાર્ટીનો સભ્ય નથી. ઈસુદાન ગઢવીએ આ ઘટનાને મુખ્યમંત્રી સ્તરનું ષડ્યંત્ર ગણાવ્યું આ ઘટના અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં ઈસુદાન ગઢવીએ આ ઘટનાને મુખ્યમંત્રી સ્તરનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપના રાવણ જેવા શાસન સામે અમે ડરતા નથી. જો ભાજપમાં તાકાત હોય તો સામી છાતીએ લડવા આવે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવ્યા છે, જોકે તેમણે અંતમાં ઉમેર્યું કે કોઈએ આવું કરવું જોઈએ નહીં. ​​​​​ પત્રકારોએ જ્યારે ઈસુદાન ગઢવીને પૂછ્યું કે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ હોવા છતાં તે કેમ ચૂંટાય છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે અત્યારસુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ નહોતો. હવે આમ આદમી પાર્ટીના રૂપમાં મજબૂત વિકલ્પ છે. રેશ્મા પટેલના ભાજપ પર પ્રહાર ​દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા તે મુદ્દે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટીના રેશ્મા પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે,ભાજપે રાજકીય લાભ ખાટવા માટે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે સત્યેન્દ્ર જૈનને ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા. દિલ્હી સરકાર લોકો માટે સારા કામ કરી રહી છે, વિકાસ કરી રહી છે, તેથી જ ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પુરી રહી છે. ભાજપના આ ષડયંત્રનો આજે પર્દાફાશ થયો છે અને સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા છે. 'ભાજપની નિષ્ફળતા દર્શાવે છે કે આમ આદમી પાર્ટ

Aug 5, 2025 - 16:48
 0
મોરબીમાં કેજરીવાલ વિશે સવાલ પૂછતાં ઝાપટ પડી:AAPની સભામાં ઈસુદાન ગઢવીની ચાલુ સ્પીચે કાર્યકરે યુવાનને લાફો ઝીંક્યો; રેશમા પટેલઃ અમારો કાર્યકર્તા તમાચો મારશે; કોઈ ડર નથી
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગઈકાલે (4 ઓગસ્ટ) મોરબીમાં "ગુજરાત જોડો અભિયાન" અંતર્ગત એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ AAPના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. એને લઇ સભામાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે અમારો એક-એક કાર્યકર્તા તમાચો મારીને ભાજપને જવાબ આપશે, અમને કોઈ ડર નથી. ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી આ સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મોંઘવારી, ખેડૂતોને ખાતર ન મળવું અને રસ્તા-પુલોમાં ભ્રષ્ટાચાર જેવી બાબતોને ટાંકીને કહ્યું હતું કે જ્યારે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 રૂપિયાનો થઈ ગયો ત્યારે કોઈ ભાજપવાળા બોલતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ રસ્તા પર ઊતરવું પડે છે. કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા ગયેલા યુવાનને લાફો ઝીંક્યો ઈસુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં AAP સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. યુવાને માઈક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ દરમિયાન AAPના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઈક આંચકી લીધું અને તેને જાહેરમાં લાફો મારી દીધો. આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો હતો. ભોગ બનાનાર યુવક ભરત ફૂલતરિયાએ જણાવ્યું હતું કે અમે તમને પ્રશ્ન કરીએ એટલે તમે અમને મારો છો. તો તમે જીતીને આવશો તો શું થશે અમારું? આ પણ વાંચો : હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી, CMના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યા: CMએ કહ્યું, એજન્ડા સાથે આવ્યા છો મોરબી થપ્પડકાંડને લઇ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ષડ્યંત્રનો આરોપ લગાવ્યો મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સભામાં બનેલી થપ્પડકાંડની ઘટના બાદ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખુલાસો કરતાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પાછળ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓનું ષડ્યંત્ર હોઈ શકે છે. મોટી સંખ્યામાં જનતાની હાજરી જોઈને મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને મોકલીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી. તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદર જેવી સ્થિતિનો ડર લાગતાં ભાજપે AAPની જનસભાને ખંડિત કરવાની મેલી મુરાદ અપનાવી છે. ગઢવીએ સ્પષ્ટતા કરી કે જે વ્યક્તિએ થપ્પડ મારી તે AAP સાથે સંકળાયેલી નથી. તેમણે આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રીની "નિમ્ન કક્ષાની રાજનીતિનો નમૂનો" ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે ગુજરાતભરમાં AAPની 2000થી પણ વધારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આ સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. તેમણે કહ્યું હતું કે આ AAPની છબિ ખરાબ કરવાનું ષડ્યંત્ર હોઈ શકે છે. અંતમાં, ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે AAP કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતી નથી. તેમણે ભાજપને પડકાર ફેંકતાં કહ્યું હતું કે અમે ગરીબો, વંચિતો, શોષિતો અને બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં છે અને તેઓ "વિસાવદરવાળી" કરીને રહેશે. મોરબી સભામાં પુછાયેલા પ્રશ્નો અને ઈસુદાન ગઢવીના જવાબો મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન યુવાન ભરત ફૂલતરિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલો અને ઈસુદાન ગઢવી દ્વારા તેના આપવામાં આવેલા જવાબો નીચે મુજબ છે: યુવાનના પ્રશ્નો: ઈસુદાન ગઢવીના જવાબો: યુવાનને લાફો મારવાની ઘટના બાદ ઈસુદાન ગઢવીએ તેના પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે જણાવ્યું: જાહેરસભામાં આમને-સામને આવી જનારા આ બે યુવક કોણ છે? ચાલુ સભામાં લાફો મારવાના મામલે મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સભામાં જે યુવાનને પ્રશ્ન પૂછવા બદલ લાફો મારવામાં આવ્યો હતો તેનું નામ ભરત ડાયાભાઈ ફૂલતરિયા હોવાનું સામે આવ્યું છે. આ યુવાન નાની કેનાલ રોડ, ઉપાસના પેલેસનો રહેવાસી છે. આ ઘટનામાં પ્રશ્ન પૂછવા ગયેલા યુવાન પાસેથી માઈક આંચકી લેવાનો પ્રયાસ કરનાર અને તેને લાફો મારનાર શખસનું નામ અશ્વિન પટેલ (એકે) હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે આ અંગે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ લાફો મારનાર વ્યક્તિને ઓળખતા નથી અને તે આમ આદમી પાર્ટીનો સભ્ય નથી. ઈસુદાન ગઢવીએ આ ઘટનાને મુખ્યમંત્રી સ્તરનું ષડ્યંત્ર ગણાવ્યું આ ઘટના અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં ઈસુદાન ગઢવીએ આ ઘટનાને મુખ્યમંત્રી સ્તરનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપના રાવણ જેવા શાસન સામે અમે ડરતા નથી. જો ભાજપમાં તાકાત હોય તો સામી છાતીએ લડવા આવે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવ્યા છે, જોકે તેમણે અંતમાં ઉમેર્યું કે કોઈએ આવું કરવું જોઈએ નહીં. ​​​​​ પત્રકારોએ જ્યારે ઈસુદાન ગઢવીને પૂછ્યું કે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ હોવા છતાં તે કેમ ચૂંટાય છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે અત્યારસુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ નહોતો. હવે આમ આદમી પાર્ટીના રૂપમાં મજબૂત વિકલ્પ છે. રેશ્મા પટેલના ભાજપ પર પ્રહાર ​દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા તે મુદ્દે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટીના રેશ્મા પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે,ભાજપે રાજકીય લાભ ખાટવા માટે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે સત્યેન્દ્ર જૈનને ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા. દિલ્હી સરકાર લોકો માટે સારા કામ કરી રહી છે, વિકાસ કરી રહી છે, તેથી જ ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પુરી રહી છે. ભાજપના આ ષડયંત્રનો આજે પર્દાફાશ થયો છે અને સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા છે. 'ભાજપની નિષ્ફળતા દર્શાવે છે કે આમ આદમી પાર્ટીથી ડરી ગયા' ​તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં પણ ભાજપ આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે ષડયંત્ર કરી રહી છે. ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીની સભાઓમાં આવીને ગેરવર્તણૂક કરી રહ્યા છે અને સવાલો પૂછી રહ્યા છે. આ ભાજપની નિષ્ફળતા દર્શાવે છે કે તેઓ આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. ​તેમણે ઉમેર્યું કે, ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે અને જનતાના કાર્ય કરવા માટે સક્ષમ છે. ભાજપના ખોટા દંગલોનો જવાબ આમ આદમી પાર્ટીનો એક-એક કાર્યકર્તા તપાચા મારીને આપશે. અમારો કોઈ પણ જાતનો ડર નથી. આગામી ચૂંટણીમાં પૂર્ણ બહુમતનો દાવો ઈસુદાન ગઢવીએ આગામી મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું વચન આપ્યું હતું. ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં AAP 52 બેઠકમાંથી પૂર્ણ બહુમતી સાથે વિજેતા બનશે અને ભાજપ તથા કોંગ્રેસ પહેલા પોતાના ઉમેદવારો જાહેર કરશે. જિલ્લા પ્રભારી-જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ હાજર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે આમ આદમી પાર્ટીએ મોરબીમાં ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરી દીધો છે. એને લઇ વાવડી રોડ પર આવેલા રાજનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા આપના પ્રભારી પંકજ રાણસરિયા અને જિલ્લા પ્રમુખ મહાદેવ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow