ઠગાઇથી સચેત રહેવા અપીલ:મહિલાને અ’વાદની કંપનીએ રોકાણ કરાવી 1.41 કરોડની છેતરપિંડી કરી
શહેરના એરપોર્ટ રોડ પર રહેતા મહિલાને અમદાવાદની યુનિક એસએમસીએસ કંપનીએ અલગ અલગ સ્કીમોમાં લાભ લેવાની લાલચ આપી એજન્ટ બનાવ્યા બાદ રોકાણ કરાવી રૂપિયા 1.41 કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયશ્રીબેન રતિલાલભાઈ સીતાપરાએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી હસમુખભાઈ ડોડીયા અને રાજકુમાર રાય વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ વર્ષ 2022 થી 31 જુલાઈ 2025 સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો. આરોપી જનરલ મેનેજર અને માલિકે ફરિયાદીને કંપનીની અલગ અલગ સ્કીમોમાં ભાગ લેવાનું કહી લાલચ આપી હતી.અને તેમને એજન્ટ બનાવ્યા હતા.જે બાદ ફરિયાદી મારફતે તેમના ઓળખીતા અને સગાસબંધીઓને અલગ અલગ સ્કીમમાં કુલ રૂપિયા 1 કરોડનું રોકાણ કરાવ્યું હતું.જેની પાકતી મુદ્દત પ્રમાણે મળવા પાત્ર રકમ રૂપિયા 1.60 કરોડમાંથી 19.14 લાખ આરોપીઓએ આપ્યા હતા.જયારે બાકી રહેતા રૂપિયા 1.41 કરોડ ફરિયાદી અને ગ્રાહકોને પરત ન આપી છેતરપિંડી કરી હતી.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?






