વિરાટ કોહલી સાથે અફેરના સમાચાર પર તમન્નાએ મૌન તોડ્યું:કહ્યું- હું તેને ફક્ત એક જ વાર મળી છું; પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે પણ જોડાયું હતું નામ
થોડા સમય પહેલા ક્રિકેટર વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાની એક તસવીર વાઈરલ થઈ હતી, ત્યારબાદ આ કપલના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. જોકે, લાંબા સમય પછી, તમન્ના ભાટિયાએ આ સમાચારો પર મૌન તોડ્યું છે અને તેને માત્ર અફવાઓ ગણાવી છે. તાજેતરમાં, લલ્લાન્ટોપ સાથેના એક ઇન્ટરવ્યૂમાં, તમન્નાને તેના કેટલાક જૂના ફોટાઓ સાથે જોડાયેલી યાદો વિશે પૂછવામાં આવ્યું. આ દરમિયાન, તેને વિરાટ કોહલી સાથેનો તેનો ફોટો પણ બતાવવામાં આવ્યો. આના પર એક્ટ્રેસે કહ્યું કે- 'મને ખરેખર ખરાબ લાગે છે કારણ કે હું તેને ફક્ત એક દિવસ માટે મળી હતી. આ એડ શૂટ પછી હું ક્યારેય વિરાટને મળી નથી. ન તો મેં તેની સાથે વાત કરી છે અને ન તો હું તેની સાથે ડેટ પર ગઈ છું.' તમન્નાએ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે પોતાનું નામ જોડવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું- 'ઇન્ટરનેટ ખૂબ જ ફની જગ્યા છે. ઇન્ટરનેટ મુજબ, મારા લગ્ન અબ્દુલ રઝાક સાથે થયા છે. માફ કરશો સર (અબ્દુલ રઝાક), તમારા બે-ત્રણ બાળકો છે, મને ખબર નથી કે તેમનું જીવન કેવું છે, પરંતુ આ ખૂબ જ શરમજનક છે. હું તેમને એક જ્વેલરી સ્ટોરના ઉદઘાટન સમયે મળી હતી.' તમન્નાએ કહ્યું છે કે- જ્યારે કોઈ વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન હોય છતાં લોકો અફવા ફેલાવે છે, ત્યારે તે ખૂબ જ વિચિત્ર છે, પરંતુ તેના વિશે કંઈ કરી શકાતું નથી. આ અંગે એક્ટ્રેસે કહ્યું- 'તેને સમજવામાં સમય લાગે છે, પરંતુ આપણે તેના વિશે કંઈ કરી શકતા નથી. જેને જે વિચારવું હોય તે વિચારી શકે છે. તમે બેસીને બધાને કંટ્રોલ કરી શકતા નથી.' તમન્નાએ એમ પણ કહ્યું છે કે- તે દરરોજ પોતાનું નામ ગૂગલ પર સર્ચ કરે છે જેથી લોકો તેના વિશે શું લખી રહ્યા છે તે વાંચી શકે. તેને લાગે છે કે આ જાણવું મહત્વપૂર્ણ છે.

What's Your Reaction?






