ગુજરાત ફિલ્મ 'ફરી એક વાર'નું ટીઝર રિલીઝ:સુપ્રિયા પાઠક-ટીકુ તલસાણીયા કોમેડીની સાથે ખાસ મેસેજ આપશે; 12 સપ્ટેમ્બરથી તમારા નજીકના થિયેટરમાં
ગુજરાતી ફિલ્મ 'ફરી એક વાર'નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટકે ડિરેક્ટ કરી છે તો મધુ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે પ્રોડ્યુસ કરી છે. એક મિનિટના ટીઝરમાં બે-ત્રણ કોમેડી પંચલાઇન છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં કોમેડીની સાથે કોઈ ખાસ મેસેજ આપવામાં આવશે. ફિલ્મની સ્ટોરી શેના પર છે? ફિલ્મની વાત કરીએ તો, 12 સપ્ટેમ્બરે થિયેટર્સમાં આવશે. આ ફિલ્મ આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સીનિયર સિટિઝન એકલવાયું જીવન જીવે છે. ફિલ્મના રાઇટર કાજલ મહેતાએ વાત કરતા કહ્યું હતું કે સમાજમાં ઘણા લોકો ડિવોર્સી, વિધવા-વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી. ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે ફરીથી શરૂ કરી શકાય છે. ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ-અલગ લોકેશન પર થયું છે. કલાકારોની વાત કરીએ તો, ફિલ્મમાં સુપ્રિયા પાઠક, ટીકુ તલસાણીયા, નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવનિ મોદી સહિતના કલાકારો છે.

What's Your Reaction?






