'સૈયારા' ફેમ અનીત પડ્ડા કેટલું ભણેલી છે?:એક્ટ્રેસ રીયલ લાઇફમાં પણ સોંગ રાઇટર હતી; કંપનીમાં નોકરી પણ કરી; જાણો તેની બીજી સ્કિલ
ફિલ્મ સૈયારાથી લોકપ્રિય થયેલી ક્રિષની વાણી એટલે કે અનીત પડ્ડાએ પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું છે.હવે તે નવી નેશનલ ક્રશ બની ગઈ છે.તેની સુંદરતા અને એક્ટિંગે ચાહકોના દિલ જીતી લીધા છે. લોકો તેના વખાણ કરતા થાકતા નથી.તેના અભિનયથી બધા વાકેફ છે,પરંતુ શું તમે જાણો છો કે એક્ટ્રેસ કેટલી શિક્ષિત છે અને અભિનય પહેલાં તે શું કામ કરતી હતી.ચાલો તેના વિશે જણાવીએ અનીત પડ્ડાએ વર્ષ 2022 માં કાજોલ અભિનિત ફિલ્મ 'સલામ વેંકી'થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 22 વર્ષીય અનીતે ફિલ્મમાં વિશાલ જેઠવાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ પછી, તે એમેઝોન પ્રાઇમ વિડીયોની વેબ સિરીઝ 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય'માં જોવા મળી. હવે આખરે તેને 'સૈય્યારા'થી રાતોરાત લોકપ્રિયતા મળી છે. અનિત પડ્ડાની લિંક્ડઇન પ્રોફાઇલ વાયરલ જોકે અનિત એક્ટિંગમાં તો અજોડ છે જેપરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેની પાસે બીજી ઘણી સ્કિલ છે. ફિલ્મ જગતમાં આવતા પહેલા પણ, તે એક કંપનીમાં ઇન્ટર્ન રહી ચૂકી છે. આ વાત તેની વાયરલ લિંક્ડઇન પ્રોફાઇલ દ્વારા બહાર આવી છે. અનિતની લિંક્ડઇન પ્રોફાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં તેના શિક્ષણથી લઈને કાર્યક્ષેત્ર સુધીની માહિતી આપવામાં આવી છે. આ કંપનીમાં ઇન્ટર્ન હતી અમૃતસરમાં જન્મેલી, અનિત પદ્દાએ પોતાનો શરૂઆતનો અભ્યાસ અમૃતસરથી જ કર્યો. ત્યારબાદ, તેણે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં બીએની ડિગ્રી મેળવી. તેના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તે એરલાઇન કંપની વિસ્તારામાં હ્યુમન રિસોર્સ એટલે કે એચઆરમાં ઇન્ટર્ન પણ રહી ચૂકી છે. પ્રતિભાની વાત કરીએ તો, તે સિંગર અને ગીતકાર પણ રહી ચૂકી છે. સૈયારામાં તેનું ગીતકારનું જ પાત્ર હતું. સૈયારા પછી અનિતની ફેન-ફોલોઇંગ વધી અનિત પડ્ડાને આજે કોઈ પરિચયની જરૂર નથી. મોહિત સૂરીની ફિલ્મ સૈયારાની સફળતા પછી, અનિત પડ્ડા એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે. પોપ્યુલારિટી ઉપરાંત, તે ફાતિમા સના શેખ સાથે વેબ સિરીઝમાં પણ જોવા મળશે.

What's Your Reaction?






