બોલિવૂડનો 'કોપી પેસ્ટ' ટ્રેન્ડ ટ્રોલ થયો!:'સૈયારા' હોય કે 'ધડક 2' કોઈ નવો વિચાર નથી, ફિલ્મના પોસ્ટર્સની ડિઝાઈન પણ નથી બદલાય
તાજેતરમાં, એક પછી એક ઘણી રોમેન્ટિક ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં યુઝર્સે એક ખાસ વાત જોઈ છે અને ચોંકી ગયા છે. આમાં અહાન પાંડે અને અનિત પડ્ડાની 'સૈયારા', તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની 'ધડક 2' અને વિક્રાંત મેસી-શનાયા કપૂરની 'આંખો કી ગુસ્તાખિયાં'નો સમાવેશ થાય છે. 'સત્યપ્રેમ કી કથા'નું પોસ્ટર પણ આ બધી ફિલ્મો જેવું જ છે. અલબત્ત, આ બધી રોમેન્ટિક ફિલ્મોમાં એક સ્ટોરી તો કોમન છે, હીરો અને હિરોઈન વચ્ચેની પ્રેમકથા સિવાય, કાં તો વિલન હશે અથવા પરિવારની દખલગીરી હશે પણ હદ તો ત્યાં થઈ જાય છે કે તમામ ફિલ્મોના પોસ્ટર પણ સમાન જેવા દેખાય છે, જેના કારણે યુઝર્સ બોલિવૂડમાં આ 'કોપી પેસ્ટ' ટ્રેન્ડની ટીકા કરી રહ્યા છે. રોમેન્ટિક ફિલ્મોના પોસ્ટરમાં 'નો ચેન્જ' પોલિસી! યુઝર્સે 'ધડક 2', 'સૈયારા' અને 'આંખો કી ગુસ્તાખિયાં'ના પોસ્ટર્સને X અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા અને તેમાં સમાનતા દર્શાવી. ફિલ્મોના લીડ કલાકારોના પોઝથી લઈને પોસ્ટર્સના બેકગ્રાઉન્ડ અને પોઝ સુધી, બધું એક જેવું જ દેખાઈ રહ્યું છે. દરેક પોસ્ટરમાં, હીરો અને હિરોઈન એકબીજાને સ્પર્શી રહ્યા છે અને એકબીજામાં ખોવાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર 'કોપી પેસ્ટ' ટ્રેન્ડની ટીકા કરાઈ જ્યારે એક યુઝરે તાજેતરમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મોના પોસ્ટર શેર કર્યા અને તેમાં સમાનતાઓ દર્શાવી, ત્યારે 'રેડિટ' પરના અન્ય યુઝર્સ પણ એક્ટિવ થયા અને આ 'કોપી પેસ્ટ' ટ્રેન્ડ પર રિએક્શન આપવાનું શરૂ કર્યું. એક યુઝરે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની 'સત્યપ્રેમ કી કથા'નું પોસ્ટર શેર કર્યું અને તેની સરખામણી 'સૈયારા'ના પોસ્ટર સાથે કરી. એક યુઝરે લખ્યું, 'સૈયારા'નું પોસ્ટર પણ 'સત્ય પ્રેમ કી કથા'ના પોસ્ટર જેવું છે.' કેટલાકે આ ફિલ્મોના સમાન પોસ્ટરોની મજાક પણ ઉડાવી. તમામ લવસ્ટોરીમાં 'સૈયારા'નું બોક્સ ઓફિસ પર રાજ જોકે, જે ફિલ્મોના પોસ્ટરોએ આ ચર્ચા જગાવી છે તેમને બોક્સ ઓફિસ પર વિવિધ પ્રકારની સફળતા મળી છે. મોહિત સૂરી દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત 'સૈયારા' એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે અને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. તે માત્ર 16 દિવસમાં 291 કરોડને પાર કરી ગઈ છે અને વિશ્વભરમાં 450 કરોડને પાર કરી ચૂકી છે. 'સૈયારા' ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી સફળ રોમેન્ટિક લવ સ્ટોરી બની ગઈ છે. બીજી તરફ, સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સ્ટારર 'ધડક 2' ની શરૂઆત 1 ઓગસ્ટના રોજ રિલીઝ થયા પછી ધીમી રહી હતી અને તે સંઘર્ષ કરી રહી છે. તેવી જ રીતે, વિક્રાંત મેસી અને શનાયા કપૂરની 'આંખો કી ગુસ્તાખિયાં' પણ થિયેટરોમાં ખૂબ જ ધીમી રહી.

What's Your Reaction?






