પેનિક એટેક આવતાં સાથી મુસાફરે લાફો માર્યો, VIDEO:મુંબઈ-કોલકાતા ફ્લાઇટની ઘટના, પીડિત આસામ પહોંચતાં જ ગાયબ; પરિવારે કહ્યું- તેનો ફોન બંધ
ઇન્ડિગોની મુંબઈ-કોલકાતા ફ્લાઇટ 6E-2387માં એક વ્યક્તિને પેનિક એટેક આવતા સાથી મુસાફરે તેને થપ્પડ મારી હતી. હાલ તે વ્યક્તિ ગુમ છે. મુંબઈની એક હોટલમાં કામ કરતો હુસૈન અહેમદ મજુમદાર (32) કોલકાતા આવી રહ્યો હતો. તેનો પરિવાર આસામના સિલચરમાં રહે છે. પરિવારના જણાવ્યા મુજબ, હુસૈન 31 જુલાઈએ સિલચર પહોંચવાનો હતો, પરંતુ તે આવ્યો નહીં. જ્યારે અમે ફોન કર્યો ત્યારે તેનો નંબર પણ બંધ હતો. બીજા દિવસે અમે સિલચર એરપોર્ટ પહોંચ્યા, પરંતુ હુસૈન વિશે કોઈ માહિતી નહોતી. હુસૈનનો નંબર સતત બંધ આવી રહ્યો છે. પરિવારનો આરોપ છે કે ઇન્ડિગો કે સિલચર એરપોર્ટ હુસૈન વિશે કોઈ માહિતી આપી રહ્યું નથી. બાદમાં અમને વિમાનમાં હુસૈનને માર મારવામાં આવતો હોવાનો વીડિયો મળ્યો. અમે એરપોર્ટ CISFને જાણ કરી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ વ્યક્તિનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. એરલાઈને એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપી મુસાફરને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તે વ્યક્તિ ભવિષ્યમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે નહીં. આખી ઘટના 5 તસવીરોમાં... ઇન્ડિગોએ માફી માંગી આ ઘટના પર ઇન્ડિગોએ એક પોસ્ટમાં લખ્યું- અમારી એક ફ્લાઇટ પર થયેલા હુમલાની ઘટનાથી અમે વાકેફ છીએ. આવું અભદ્ર વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને ગરિમા સાથે સમાધાન કરતી કોઈપણ કાર્યવાહીની સખત નિંદા કરીએ છીએ. એરલાઇને લખ્યું છે કે ફ્લાઇટ કોલકાતામાં ઉતર્યા પછી યુવકને લાફો મારનાર વ્યક્તિને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો.

What's Your Reaction?






