'વિક્કીને મારું એઠું પાણી પીવડાવું છું':અંકિતા લોખંડેએ વિચિત્ર નુસ્ખા વિશે કહ્યું, 'તે સારું બોલે એટલે પાણીમાં તુલસીનું પાન પણ નાખું છું'
'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે અને બિઝનેસ મેન વિક્કી જૈનની જોડીને ટીવી શો 'લાફ્ટરશેફ્સ' અને 'લાફ્ટરશેફ્સ 2'માં ખૂબ પસંદ કરવામાં આવી છે. જોકે, બંને જ્યારે 'બિગ બોસ 17'માં આવ્યાં હતાં, ત્યારે તેમના ઝઘડા, વિવાદ, અણબનાવ અને આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવાની રીતો પરથી લોકો તેમના સંબંધને જજ કરવા લાગ્યા હતા. દર્શકોએ ત્યાં સુધી માની લીધું હતું કે, બંનેનું દાંપત્ય જીવન લાંબુ નહીં ચાલે. જોકે, દંપતીએ દર્શકોના અનુમાનને ખોટું સાબિત કર્યું છે. બંનેએ 'લાફ્ટર શેફ્સ'માં પોતાની વચ્ચેનો પ્રેમ લોકો સમક્ષ દર્શાવ્યો હતો. તાજેતરમાં અંકિતાએ પોતાની ખુશહાલ લગ્નજીવનનો રાજ ખોલ્યો છે. અંકિતા લોખંડેએ જય મદાનના પોડકાસ્ટમાં વાસ્તુ, ઘરની શાંતિ અને એનર્જી તેમજ વોટર હીલિંગ અને તેના ફાયદાઓ વિશે વાત કરી હતી. જ્યારે હોસ્ટ જય મદાને અંકિતાને કહ્યું કે, તેણે પોતાનું એઠું પાણી વિક્કીને આપવું જોઈએ. આ વાતના જવાબમાં અંકિતાએ ખુલાસો કર્યો કે, તે વિક્કીને પોતાનું એઠું પાણી આપે છે. એક્ટ્રેસે કહ્યું, 'હું વિક્કીને મારું એઠું પાણી પીવડાવું છું અને તેમાં તુલસીના પાન પણ નાખું છું. તેને તુલસીનું પાન ખાવું જ પડી છે. મને આશા છે કે, આ ખાધા પછી તે પોતાના મોંઢેથી સારી વાતો બોલશે. હું તો ધ્યાન રાખું છું કે તે તુલસીના પાન ખાય.' ગત વર્ષે કરવા ચૌથ પર અંકિતા અને વિક્કીએ રેમ્પ વોક કરીને ઇવેન્ટની શોભા વધારી હતી. ત્યારે ઇવેન્ટ બાદ મીડિયા સાથે વાત કરતા સમયે અંકિતાએ કહ્યું કહું કે, તે વિક્કી માટે ઉપવાસ કરી રહી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કેમ શાંત લાગી રહી છે? ત્યારે વિક્કીએ જવાબ આપ્યો કે, 'હમણાં અવાજ નહીં નીકળે. પોતે પણ ઉપવાસ કર્યો છે અને મને પણ કરાવ્યો છે.' જ્યારે અંકિતાએ કહ્યું કે, ' હું તો ખુશી ખુશી વ્રત રાખું છું અને આવનારા દરેક જન્મમાં વિક્કી જેવો જ પતિ ઇચ્છું છું.' જ્યારે વિક્કી એ કહ્યું, ' અંકિતા જ્યારે વ્રત રાખે છે, જેમકે તેણે કરવા ચૌથનું વ્રત કર્યું છે, તો મને પણ ઉપવાસ રાખવા માટે મજબૂર કર્યો છે.' જોકે, અંકિતાએ આ માનવાનો ઇનકાર કર્યો હતો અને પોતે વિક્કીને કોઈપણ વસ્તુ માટે દબાણ ન કરતી હોવાનું જણાવ્યું હતું. દંપતીની આ મીઠી મજાક-મસ્તીને ફેન્સ અને દર્શકો ખૂબ એન્જોય કરે છે.

What's Your Reaction?






