ભાસ્કર એક્સક્લૂસિવ:13 વર્ષમાં થાણા તળાવના બે પ્રોજેક્ટ નિષ્ફળ, હવે ફરી રૂપિયા 6 કરોડની નવી મેગા યોજના
12 વર્ષમાં નવસારીના જલાલપોર વિસ્તારમાં થાણા તળાવના વિકાસ પાછળ અગાઉની પાલિકાએ 3 કરોડથી વધુ ખર્ચવા છતાં નિષ્ફળતા મળી ત્યારે હવે મનપાએ 6 કરોડનો મેગા પ્રોજેક્ટ અહીં બનાવ્યો છે. નવસારી શહેરમાં છેલ્લા 15થી 20 વર્ષમાં તળાવ વિકાસના અનેક પ્રોજેક્ટ બન્યા,જેમાં કેટલાક સફળ થયા તો કેટલાક નિષ્ફળ રહ્યાં છે અને આ નિષ્ફળ પ્રોજેક્ટમાં રીતસર પૈસાનો વ્યય થયો હતો. આવો જ તળાવનો નિષ્ફળ પ્રોજેક્ટ જલાલપોર વિસ્તારમાં થાણા તળાવનો રહ્યો છે. અહીં છેલ્લા 13 વર્ષમાં એક નહીં પણ બે પ્રોજેક્ટ બન્યા છે. જેમાં હાલમાં બે વર્ષ અગાઉ એક પ્રોજેક્ટ બન્યો હતો. બન્ને મળી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો પણ તળાવ તો ગોબારુ રહ્યું,સાથે ફરતે પાળ પણ સારી રહી નથી. હવે મનપા બન્યા બાદ વધુ એક વખત શહેરના પશ્ચિમ બાજુના આ તળાવ માટે પ્રોજેક્ટ બનાવાયો છે. આ વખતે સામાન્ય નહીં પણ 6 કરોડ ખર્ચી મેગા પ્રોજેક્ટ બનાવાયો છે, જેનું ટેન્ડર પણ નીકળી ગયું છે. પાણીના નિકાલ માટેનું મોનિટરિંગ,જળકુંભી વગેરેથી નિષ્ફળ જલાલપોરના થાણા તળાવના એક નહીં પણ બે પ્રોજેક્ટ નિષ્ફળ ગયા, જેથી દેસાઇ તળાવ સાથે જોડાણનો પ્રોજેક્ટ પણ સફળ ન થયો ત્યારે પ્રશ્ન એ છે કે તેનું કારણ શું ? મળતી માહિતી મુજબ તળાવ નજીકના વિસ્તારની ગટરનું પાણી પણ એક યા બીજા કારણે તળાવમાં આવે છે, જળકુંભી પણ ઉગી નીકળે છે. પ્રોજેક્ટ બન્યા બાદ અગાઉની પાલિકાથી નિગરાણી પણ થઇ ન હતી. નવા પ્રોજેક્ટમાં આ પ્રકારની સુવિધાઓ ઉભી કરાશે તળાવ અંદરનો વિકાસ, સેફટી રીંગ, કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી-એક્ઝીટ, પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ગઝેબો, ચિલ્ડ્રન પ્લે એરિયા, કસરતનો પાર્ક, ફૂડકોર્ડ, પાથવે, વાયુ મિશ્રિત ફાઉન્ટેઇન વગેરે

What's Your Reaction?






