ગોધરાની પરવડી ચોકડી પાસે પાર્ક કરેલું પલ્સર ચોરાયું, CCTV:સુર સંગીત સ્ટુડિયો બહાર રાત્રે પાર્ક કરેલું 1.86 લાખનું બાઇક અજાણ્યા શખસ ચોરી ગયા
ગોધરા તાલુકા પોલીસ મથકમાં એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ગોધરા શહેરના બાયપાસ હાઈવે પર આવેલ પરવડી ચોકડી ખાતે સુર સંગીત સ્ટુડિયો પાસે પાર્ક કરેલું પલ્સર બાઈક અજાણ્યા ચોર ઇસમો લોક તોડીને ચોરી કરી ગયા છે. સાંકલી બારીઆ ફળિયાના રહેવાસી પ્રવિણકુમાર પ્રભાતસિંહ બારીઆએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની પલ્સર આરએસ 200 મોટરસાઇકલ (નંબર GJ.17.CM.4531) અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા છે. પ્રવિણકુમારે જણાવ્યું કે તેઓ 31 જુલાઈ, 2025ના રોજ સવારે 10 વાગ્યે પોતાની બાઇક લઈને સુર સંગીત સ્ટુડિયોમાં ગયા હતા. આખો દિવસ કામ કર્યા બાદ, 1 ઓગસ્ટના રોજ રાત્રે 2 વાગ્યે તેમણે સ્ટુડિયોની બહાર બાઇક પાર્ક કરી હતી. ત્યારબાદ તેઓ સ્ટુડિયોમાં જ સૂઈ ગયા હતા. સવારે 7 વાગ્યે જ્યારે તેઓ ઘરે જવા માટે બહાર નીકળ્યા, ત્યારે તેમની મોટરસાઇકલ ગાયબ હતી. તેમણે આસપાસના વિસ્તારમાં અને સગા-સંબંધીઓ પાસે તપાસ કરી. પરંતુ બાઇક મળી ન હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પ્રવિણકુમારે 5 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યે ગણેશ કોમ્પ્યુટર ગોધરા ખાતે ઈ-એફઆઈઆર ઓનલાઈન નોંધાવી હતી. તેમની બાઇકની કિંમત આશરે રૂ. 1,86,620/- છે. બાઇકનો ચેસિસ નંબર MD2A55FX4SCL58057 અને એન્જિન નંબર DTXCSL36772 છે. પોલીસે ફરિયાદ નોંધી લઈ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરોની શોધખોળ ચાલી રહી છે.

What's Your Reaction?






