અમીરગઢ કોલેજમાં SSIP 2.0 સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ:વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી વિશે માહિતી આપી, પ્રાકૃતિક ખેતી પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીને ચેક અપાયો
સરકારી વિનયન કોલેજ, અમીરગઢ ખાતે SSIP 2.0 (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની SSIP 2.0 પોલિસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન SSIP 2.0 ફંડમાંથી વિદ્યાર્થી હરેશ ધેમરજી ઝાખડિયાને પ્રાકૃતિક ખેતી સેક્ટરમાં તેમના પ્રાકૃતિક ખાતરના પ્રોજેક્ટ માટે કોલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારા દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. SSIP કો-ઓર્ડીનેટર ડૉ. નિતિનકુમાર જાદવે PPT દ્વારા વિદ્યાર્થીઓને SSIP 2.0 પોલિસી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલિસીનું વિઝન, મિશન, રચના, સમયગાળો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યક્તિગત લાભાર્થીઓ માટેના પાત્રતાના માપદંડો વિશે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ, નાણાકીય સહાય માટેનું માળખું, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યક્તિગત લાભાર્થીઓને મળતી સહાય તેમજ ભૌતિક સંપદા અધિકાર (IPR) વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્રાન્ટ મેળવવાની પ્રક્રિયા વિશે પણ સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કુલ 112 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કોલેજના તમામ અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારાના માર્ગદર્શન હેઠળ SSIP કો-ઓર્ડીનેટર ડૉ. નિતિનકુમાર જાદવે કર્યું હતું. કાર્યક્રમના અંતે SSIP કો-કોઓર્ડીનેટર ડૉ. બ્રિજેશ પુરોહિતે આભારવિધિ કરી હતી.

What's Your Reaction?






