સુરતમાંથી ડુપ્લિકેટ તુલસી-રજનીગંધા તમાકુ-પાનમસાલાનું કારખાનું ઝડપાયું:રાત્રિના સમયે જ કારખાનું ધમધમતું, બ્રાન્ડેડ કંપની જેવી જ સ્મેલ આવે એ માટે એસન્સનો ઉપયોગ કરતા

સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના ચાર દિવસ બાદ નકલી પાન-મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન-મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતાં હતાં. રાત્રિના સમયે જ ધમધમતી ફેકટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન-મસાલા બનાવવા માટેના 10 લાખના કાચામાલ સાથે ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ પાન-મસાલામાં બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા. તુલસી અને રજનીગંધાના ડુપ્લિકેટ પાન-મસાલા બનાવતા હતા લસકાણા પોલીસ દ્વારા ડાયમંડનગરમાં કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં રેડ કરાઈ હતી. તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિ.ના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા. આ કંપનીને તુલસી, રજનીગંધા કંપની દ્વારા ઈન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું કામ તુલસી, રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનને પકડવાનું હતું. આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી. ડાયમંડનગરમાં તેમની કંપનીના બનાવટી પાન-મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતાં પોલીસ દોડતી થઈ હતી. 10 લાખની કિંમતનો કાચો માલ મળ્યો થોડીક મહેનતને અંતે આ કારખાનું મળ્યું હતું. પોલીસે અહીં રેડ કરતાં જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટિકરવાળાં પાઉચનો જંગી જથ્થો મળ્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન-મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરિ ભેસરફાલ (હાલ રહે. રાજહંસ વિંગ, પાલનપોર કેનાલર રોડ, મૂળ રહે. ઘરાણાગામ, ભચાઉ)ની ધરપકડ કરી હતી. પોલીસે રમેશની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ કારખાનું જયેશ પડસાળાનું છે અને તે તેમના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે. મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા (રહે. મોટા વરાછા)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. ડુપ્લિકેટ માલનું ઓનલાઇન વેચાણ કરાતું હતું કંપનીના ધ્યાનમા ંઆવ્યું હતું કે તેમની પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાઇ રહી છે. પોતાની જાણબહાર જ આ બંને ગુટકા પ્રોડક્ટ વેચનારા શખસો હતા, પરંતુ તેમને શોધવુંનું કામ મુશ્કેલ હોઈ, કંપનીના માણસોએ મોટા પાયે ઓનલાઇન ઓર્ડર મગાવ્યો હતો. પેમેન્ટ ગેટવે અને બીજી વિગતોને આધારે મહામહેનતથી સુરતનું સરનામું શોધી અહીં રેડ કરી હતી. કોઈને શંકા ન પડે એ માટે રાત્રિના સમયે જ કારખાનું ચાલુ રાખતા દરેક કંપની પોતપોતાના પાન-મસાલા માટે અલગ અલગ ફલેવરનાં એસેન્સ ઉમેરે છે. જયેશ પડસાળાએ પણ એની પણ તકેદારી રાખી હતી. જે કંપનીના બનાવટી પાન-મસાલા બનાવવા હોય એમાં વપરાતાં એસેન્સની પણ ખબર હતી. પોલીસે છ કિલોથી વધુનું ફલેવર એસેન્સ કબજે કર્યું હતું. પોલીસની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જયેશ પડસાળાએ પોતાની પાન- મસાલાની બ્રાન્ડ નાઇન્થ રોકને રજિસ્ટર્ડ કરાવી આ નાનકડી દુકાન છ મહિના અગાઉ તેના ઉત્પાદન માટે ભાડે રાખી હતી, જોકે તે પોતાની બ્રાન્ડનાં ઉત્પાદનની આડમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન-મસાલા બનાવતો હતો. કોઈને શંકા ન જાય એ માટે તે રાત્રે જ કારખાનું ચલાવતો હતો. ચાર દિવસ પહેલાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયું હતું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે આવેલી નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ-1માં એક ગોડાઉનમાં નકલી શેમ્પૂનો જથ્થો હોવાની કામરેજ પોલીસને માહિતી મળી હતી. એ માહિતીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો. ગોડાઉનનું શટર ઊંચું કરી હેડ એન્ડ શોલ્ડર કંપનીના નકલી શેમ્પૂનો મોટી માત્રામાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર મુકંદ હસમુખભાઈ માવાણી નામના ઇસમની પૂછપરછ કરતાં તેની પાસે કોઈપણ જાતનો પરવાનો મળ્યો નહોતો.(સંપૂર્ણ સમાચાર વાંચો)

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow