હિંમતનગરના સિલ્વર સ્કાય ફ્લેટમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ:સ્થાનિકોને આગ અને કુદરતી આપત્તિ સમયે બચાવ અને સાધનોના ઉપયોગની માહિતી અપાઈ
હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલ ધ સિલ્વર સ્કાય 1 ફ્લેટમાં રહેતા સ્થાનિકોને બુધવારે રાત્રે ફાયર સેફટી અંગેની માહિતી આપવામાં આવી હતી. હિંમતનગર ફાયર વિભાગની ટીમના મયંક પટેલે જણાવ્યા અનુસાર, ફાયર ટીમે સ્થાનિક રહેવાસીઓને આગ કે કુદરતી આપત્તિ સમયે બચાવ કરવાની રીત અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ફાયર સેફટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આગ લાગે ત્યારે પ્રાથમિક કાર્યવાહી શું હોવી જોઈએ તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ફાયર ટીમે ડેમોસ્ટ્રેશન દ્વારા આગ બુઝાવવા માટે મૂકવામાં આવેલા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવ્યું હતું. આ કાર્યક્રમથી સિલ્વર સ્કાય 1 ટાવરના રહેવાસીઓને કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષિત રહેવા માટેની આવશ્યક માહિતી મળી હતી.

What's Your Reaction?






