ઉત્તરાખંડમાં પાટણના 24 પ્રવાસી ફસાયા:વાદળ ફાટવાની ઘટના બાદ સંપર્ક ન થતાં પરિવાર ચિંતામાં, કહ્યું- 'ડ્રાઇવર કહે છે કે બધા સુરક્ષિત, પણ વાત ન થાય ત્યાં સુધી કેમ માનવું?'

પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે, જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્યો સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે. પરિવારજનો જણાવી રહ્યા છે કે, અમારે ડ્રાઇવર સાથે વાત થઇ છે એમનું કહેવું છે કે બધા સુરક્ષિત છે પણ પરિવારના સભ્યો જોડે વાત ન થાય ત્યાં સુધી કઇ કહી ન શકાય. તમામ લોકોના ફોન સ્વિચઓફ હારીજથી પહેલી ઓગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સબંધીઓનું 12 સભ્યનું ગ્રૂપ ટ્રેનમાં રવાના થયું હતું. જ્યારે ચાણસ્મા અને વડાવલીના મળીને 24 જેટલા પ્રવાસીઓનો ઉતરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી સંપર્ક થઈ રહ્યો નથી. તમામ લોકોના ફોન સ્વિચઓફ આવી રહ્યા હોવાથી તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે. સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે. 'મંગળવારે વાત થઈ ત્યારે તમામ સ્વસ્થ હતા' ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે, મમ્મી-પપ્પા, કાકા-કાકી અને બીજા સબંધીઓ સાથે પહેલી ઓગષ્ટના રોજ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ગંગોત્રી પહોંચતાં પહેલાં મંગળવારે વાત થઈ ત્યારે તમામ સ્વસ્થ હતા. વાદળ ફાટવાની ઘટના અંગે અમને જાણ થતાં સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારે એમના કોઈ સંપર્ક ન થતાં અમે ચિંતાતુર છીએ છેલ્લે લોકેશન ગંગોત્રીમાં બતાવે છે, પણ સંપર્ક થતો નથી. તમામ લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. 'ડ્રાઇવરે અમને કહ્યું- ગંગોત્રીમાં બધા સુરક્ષિત છે' પ્રવીણભાઈ રાવળે વધુમાં જણાવ્યું કે, ગત મોડી રાત્રે ટુર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેમણે અમને જણાવ્યું હતું કે ગાડી નીચે ઉભી છે અને યાત્રિકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે. પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છેય જેથી પરિવારજનોએ થોડો હાથકારો અનુભવે છે, પરંતુ હજી સુધી પરિવારના કોઈ પણ સભ્યનો ટેલીફોનિક સંપર્ક ન થતા હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે. 'પરિવારજનો સાથે વાત ન થાય ત્યાં સુધી કેમ માનવું?' જયંતિભાઈ રાવળે જણાવ્યું હતું કે, પાંચ તારીખ પછી અમારે કોઇ જોડે સંપર્ક નથી થયો. ખાલી સમાચાર આવે છે કે બધા સુરક્ષિત છે પણ જ્યાં સુધી પરિવારજનો જોડે વાત ન થાય ત્યાં સુધી કઇ માની શકાય નહીં. અમે ખુબ ચિંતામાં છીએ અમે વહિવટી તંત્રમાં રજૂઆત પણ કરી છે. કનેક્ટિવિટીના પ્રશ્ન હોય સંપર્ક થઈ રહ્યો નથી: અધિક કલેક્ટર‎ આ અંગે પાટણ નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલમાં હારીજ, ચાણસ્મા વડાવલીના સભ્યોનું‎ ગ્રુપ ઉતરાખંડમાં પૂરની પરિસ્થિતિમાં કનેક્ટિવિટીના પ્રશ્નને લઈ સંપર્કમાં આવી રહ્યું નથી.આ બાબતે‎તેમનો સંપર્ક મેળવવાનો પ્રયાસ કરવા પ્રક્રિયા શરૂ કરાઇ છે. સરકારમાં પણ જાણ કરાઈ છે.‎

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow