આપદા મિત્ર યોજના અંતર્ગત તાલીમ:આણંદના નાવલી ખાતે 150 NCC કેડેટ્સને 9 દિવસીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અપાઈ

કેન્દ્ર સરકારના "આપદા મિત્ર" યોજના (YAMS - યુવા આપદા મિત્ર સ્કીમ) અંતર્ગત આણંદના નાવલી ગામમાં NCC કેમ્પ ખાતે 9 દિવસનો તાલીમ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરેટી અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના સહયોગથી 150 NCC કેડેટ્સને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન કેડેટ્સને કોઈ પણ પ્રકારની આપદા સામે બચાવ અને રાહત કામગીરી કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા. આણંદ જિલ્લાના ડી.પી.ઓ એન્જેલા ગામડિયાએ આ તાલીમમાં માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનર રાજવીર રાજપૂત, વસીમભાઈ એમ. વોહરા, માનસિંગ એચ. ઠાકોર અને હસન મલેક હાજર રહ્યા હતા. SDRF ગ્રુપ 7 ના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશકુમાર જે. પટેલ અને તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ ઉદેસિંહ એમ. ઠાકોર, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર બી. ચૌહાણ તથા સંજયભાઈ પી. ભોઈએ પણ કેડેટ્સને તાલીમ આપી હતી. આ તાલીમ કાર્યક્રમમાં 4 બટાલિયન NCC ના કર્નલ મનીષકુમાર ભોલા અને અન્ય કર્મચારીઓએ વિશેષ સહયોગ આપ્યો હતો. આ તાલીમથી કેડેટ્સ કુદરતી કે માનવસર્જિત આપદાઓ દરમિયાન અસરકારક રીતે કામગીરી કરી શકશે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow