સરહદ ડેરી દ્વારા સાતમા રાઉન્ડનું ચૂકવણું:સરહદ ડેરી દ્વારા પશુપાલકોને અંતિમ ભાવ ના રૂ. 33.28 કરોડ દૂધ મંડળી મારફતે ચૂકવાયા

સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવના સાતમા રાઉન્ડનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, સરહદ ડેરીએ ઐતિહાસિક ૪૫ કરોડ રૂ. અંતિમ ભાવ માટે ના સાતમા રાઉન્ડ નું ચૂકવણુ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજેકટ અંતર્ગત સરકારની સૂચના મુજબ આજે ૬૦ દૂધ મંડળીઓના ૩૭૫૦ પશુપાલકો ને ૨ કરોડ ૭૫ લાખ રૂપિયા સીધા તેમના બેન્ક ખાતામાં ચૂકવી આપવામાં આવેલ છે. આ સાથે અત્યાર સુધીમાં ૬૧૭ દૂધ મંડળી ઓના ૪૬ હજાર ૪૦૦ પશુપાલકોને ૩૩ કરોડ ૨૮ લાખ રૂપિયા ચુકવ્યા. તેમાં પણ જે દૂધ મંડળી Micro ATM નો ઉપયોગ કરે છે તથા જે દૂધ મંડળી ની નજીક KDCC બેન્ક ની બ્રાન્ચ હોય તેવા કિસ્સા માં પશુપાલકો ના ખાતા માં અંતિમ ભાવ જમા આપેલ છે. તથા જે દૂધ મંડળી ને Micro ATM મળેલ નથી અથવા નજીક માં કોઈ બ્રાન્ચ નથી તેવા પશુપાલકો ને દૂર દૂર સુધી જવું ના પડે અને હેરાનગતિ ના થાય તે હેતુને ધ્યાન માં રાખીને મંડળી ના ખાતા માં અંતિમ ભાવ જમા આપેલ છે. આ ઉપરાંત, જે મંડળીઓની અંતિમ ભાવ ની સાધનિક કાગળ સાથે ની ફાઇલ ચાંદરાણી ઓફિસે મળી ગયા બાદ તથા ખાતા નંબર નું સેન્ટર ઇન્ચાર્જ મારફતે વેરિફિકેશન થઈ ગયા બાદ અંતિમ ભાવ વિતરણ નો આઠમો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. આ સાથે વલમજીભાઈ હુંબલ દ્વારા આગામી દિવશે આવત ભાઈ-બહેનના સ્નેહનું પ્રતીક રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile