દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરાશે:રાજ્યપાલ દ્વારા ભચાઉ ખાતે દિવ્યાંગોને સાધન સહાય અપાશે

ભચાઉ શહેરમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા આયોજિત દિવ્યાંગજનો માટેના સાધન સાધન વિતરણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહીને દિવ્યાંગ સહાયનું વિતરણ કરશે. આ કાર્યક્રમ 10 ઓગસ્ટ રવિવારના સવારે 9 વાગ્યે નવજીવન વિકલાંગ સેવાશ્રય , પોલીસ સ્ટેશનની બાજુમાં ગાંધીધામ રોડ ભચાઉ ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ દ્વારા 100 કરતાં વધુ દિવ્યાંગ લાભાર્થીઓને ઇલેક્ટ્રિક ટ્રાઈસાયકલ, મેન્યુઅલ ટ્રાઈસાયકલ, વ્હીલચેર, કેલિપર, સ્માર્ટ કેન જેવા સહાયતા સાધનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.ખાસ કરીને વિતરણ કરાયેલી ઇલેક્ટ્રિક ટ્રાઈસાયકલ જે લગભગ 40 કિલોમીટરની રેન્જ ધરાવે છે, તે અનેક લાભાર્થીઓ માટે આજીવિકા અને આત્મનિર્ભરતા માટે સહાયક સાબિત થશે. આ આયોજન ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક સહયોગ તથા ALIMCO (આર્ટિફિશિયલ લિમ્બ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના તકનીકી સહયોગથી કરવામાં આવી રહ્યું છે. નવજીવન વિકલાંગ સેવાશ્રયની સ્થાપના 1991માં જીતેન્દ્રભાઈ જોષી દ્વારા કરવામાં આવી હતી, છેલ્લાં ત્રણ દાયકાથી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને હાલમાં કાઠિયાવાડ વિસ્તારમાં પણ દિવ્યાંગજનો, વંચિત બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, પુનર્વસન, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, લગ્ન, રોજગાર અને સશક્તિકરણના ક્ષેત્રે સંસ્થા અનમોલ સેવા આપી રહી છે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow