9 દિવસમાં કોરોનાના કેસ 14 ગણા વધ્યા:2 દિવસમાં 21ના મોત, 3783 એક્ટિવ કેસ, બેંગલુરુમાં વેક્સિનના ત્રણેય ડોઝ લીધેલા દર્દીનું મોત
દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 3783 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગની વેબસાઇટ મુજબ, 22 મેના રોજ ભારતમાં 257 કેસ હતા. 9 દિવસમાં કોરોનાના કેસમાં 14 ગણો વધારો થયો છે. કેરળમાં સૌથી વધુ 1400 કેસ છે. મહારાષ્ટ્રમાં 485 અને દિલ્હીમાં 436 એક્ટિવ કેસ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે. છેલ્લા 2 દિવસમાં 21 લોકો મૃત્યુ પામ્યા છે. શનિવારે, બેંગલુરુમાં એક 63 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું, તેણે વેક્સિનના બંને ડોઝની સાથે બુસ્ટર ડોઝ પણ લીધો હતો. તેમજ દિલ્હીમાં 60 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્ર-કેરળમાં સૌથી વધુ 7-7 લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટક સરકારે શનિવારે પબ્લિક એડવાઈઝરી જાહેર કરી. આમાં લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફના કિસ્સામાં, લોકોને તાત્કાલિક તપાસ કરાવવાનું કહેવામાં આવ્યું છે. મિઝોરમમાં 7 મહિના પછી કોવિડનો પહેલો કેસ નોંધાયો શુક્રવારે મિઝોરમમાં બે લોકોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવો છેલ્લો કેસ નોંધાયાના 7 મહિના પછી કોવિડના કેસ મળી આવ્યા હતા. મિઝોરમમાં કોવિડ-19નો છેલ્લો કેસ ઓક્ટોબર 2024માં નોંધાયો હતો, જે દરમિયાન રાજ્યમાં 73 લોકો વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર આઈઝોલ નજીક ફલ્કોનમાં ઝોરામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (ZMCH) કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) એ લોકોને ગભરાવાની જરૂર નથી તેવું કહ્યું છે. IDSP એ લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની, નિયમિતપણે હાથ ધોવાની, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અને ભીડવાળા વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં 9 હજારથી વધુ કોવિડ ટેસ્ટ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે શનિવારે કોવિડના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં કુલ 749 કેસ મળી આવ્યા છે. જાન્યુઆરીથી, રાજ્યમાં 9,592 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19ના બે કેસ નોંધાયા હતા. બંને દર્દીઓ કેરળના રહેવાસી છે અને શ્રીનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે. 10 રાજ્યોમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત ભારતમાં કોવિડ-19ના 4 નવા વેરિઅન્ટ મળી આવ્યા ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે. JN.1 વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, WHOએ તેને 'વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ' જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ છે. JN.1 વેરિયન્ટનાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબાં સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે.

What's Your Reaction?






