નકલી ચલણી નોટનો ઓનલાઇન કારોબાર:‘₹1 લાખ આપો, ₹7 લાખ લઇ જાઓ’ ગુજરાત સહિત ચાર રાજ્યના 6 હજાર લોકોના 20થી વધુ ઓનલાઇન ગ્રુપ વેચે છે નકલી નોટો
બેન્ક એકાઉન્ટની તમામ જાણકારી મેળવી બેન્ક ખાતાં ખાલી કરવા જામતારા જાણીતું બન્યું છે ત્યારે દેશના અર્થતંત્રની કમર તોડવા નકલી ચલણીનો વ્યાપ વધારવાનું મોટું કાવતરું સપાટી પર આવ્યું છે. સોશિયલ મીડિયામાં ફેક-સેકન્ડ કરન્સીના ગ્રૂપ એક્ટિવ થયાં છે અને તેમાં દલાલો અસલી કરન્સીની સામે 7થી 10 ગણી નકલી કરન્સીની લલચામણી ઓફર મૂકી રહ્યા છે. આ કાવતરાનો ભોગ બની કરોડોનું નકલી ચલણ દેશનાં બજારોમાં ફરતું થયું હોવાની આશંકા છે. ભાસ્કરે મહારાષ્ટ્રના નંદૂરબાર ખાતે ધંધો કરતા પવન સાથે વાત કરી ભાસ્કર : હેલો પવન : હેલો, યે કરન્સી કે લિયે કોલ કિયા હાજી સર, બોલિયે ના અચ્છા, મિનિમમ કિતના દેના પડેગા મિનિમમ એક સે સ્ટાર્ટિંગ હૈ સર એક લાખ સે સ્ટાર્ટ હોતા હૈ હાજી 1 લાખ કા કિતના મિલેગા ? સાત લાખ સાત લાખ? કોઇ લફડા તો નહીં હોગા ના? કિસ બાત કા લફડા સર ? મતલબ આપ ડિલિવરી કૈસે કરોગે ? ડિલિવરી કા કામ નહીં હૈ સર,ઠીક હૈ, હેન્ડ ટુ હેન્ડ કામ ચલેગા આપ કૌન સે સિટી સે ? હમ મહારાષ્ટ્ર સે સર મહારાષ્ટ્ર મેં કહા? મુંબઇ,નાગપુર ? હમ ઇધર નંદૂરબાર નંદૂરબાર ? હાજી તો મુજે આના પડેગા કે આપ યહા પે આઓગે? આપ કો આના પડેગા સર, યહાં ડાયરેક્ટ ગોડાઉન પે હેન્ડ ટુ હેન્ડ કામ હોગા અચ્છા, કરન્સી અસલ જૈસે લગેગી ? ચેક કરો, આપકો અચ્છા લગે તો ઉઠાઓ સર, નહીં લગે તો નહીં ઉઠાઓ, ઠીક હૈ અચ્છા ઇસકા છ મહિને કા વોરંટી છ મહિને કા ? હાજી ફિર કયા હો જાતા હૈ? વો કલર નીકલ જાતા હૈ સર, થોડા રદ્દી હો જાતા હૈ બેન્ક મેં ડાલે તો પકડી નહીં જાયેગી? સર સોરી, બેન્કમેં નહીં ચલા શકતે ગુજરાતી આતા હૈ, ગુજરાતી બોલ સકતા હૈ કયા બાત હૈ, આપકા નામ કયા હૈ ? પવન પવન? યે કિતને સાલ સે યે કર રહે હો ? લગભગ દેઢ સાલ સે ખુદ કા માઇન્ડ હૈ યા ફિર કિસી સપોર્ટ મેં હૈ? નહીં સર નહીં સર, આગે બહોત હૈ નકલી ચલણી નોટના ધંધામાં આજીવન કેદ સુધીની જોગવાઇ બીએનએસની કલમ 179માં બનાવટી નોટનો ઉપયોગ કરવો, ડિલિવરી કરવા સહિતની કામગીરી કરનારાને 10 વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઇ છે. નકલી નોટ હોવાની જાણ હોવા છતાં તેનો ઉપયોગ કરતા લોકો સામે 8 વર્ષ સુધીની કેદની જોગવાઇ બીએનએસની કલમ 180માં છે. નકલી કરન્સીનાં ડોક્યૂમેન્ટ બનાવે તો તેમાં દંડની જોગવાઇ છે. -હિતેશ ગુપ્તા, સિનિયર એડવોકેટ ગ્રૂપનું નામ સભ્યો ફેક કરન્સી અવેલેબલ કોલ મી369 ફેક કરન્સી278 ફેક કરન્સી ઓલ958 કરન્સી ગ્રૂપ2800 ઇન્ડિયા સેકન્ડ કરન્સી અવેલેબલ3400 ફેક ઇન્ડિયન કરન્સી566 ઇન્ડિયન સેકન્ડ કરન્સી226 ફેક કરન્સી ઇન્ડિયન635 ફેક ઇન્ડિયા સેકન્ડ હેન્ડ કરન્સી અવેલેબલ781 ફેક કરન્સી ઇન્ડિયન635 કરન્સી સેલ4600 રિયલ ફેક કરન્સી સેલર1000 ધી કરન્સીપેડિયા ઓફિસ6000 ફેક કરન્સી નોટસ291 ફેક કરન્સી699 ફેક કરન્સી ઓલ ઇન્ડિયા1800 ફેક કરન્સી ગ્રૂપ4700

What's Your Reaction?






