DEOએ પરિપત્ર કર્યો તો ખાનગી શાળાઓએ છટકબારી શોધી લીધી!:રાજકોટની શાળાઓએ ચોક્કસ જગ્યાએથી પુસ્તક-યુનિફોર્મ ખરીદવા એડ્રેસ મોકલ્યા, DEOએ કહ્યું- 'નોટિસ આપી છે'
રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા પોતાને ત્યાં જ પુસ્તકોનું વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે સ્ટેન્શનરી એસોસિએશને કાર્યવાહીની માગ કરી હતી. તો બીજી તરફ હજી તો વેકેશન ખુલવાને અઠવાડિયાનો સમય છે ત્યાં જ મોટાભાગની ખાનગી શાળાઓએ પુસ્તક અને યુનિફોર્મની ખરીદી માટે ચોક્કસ એડ્રેસ સાથેના મેસેજ મોકલી દીધા છે. શાળાઓ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો કે યુનિફોર્મ ખરીદવા આગ્રહ ન કરી શકે તેવો DEOએ પરિપત્ર કર્યો છે અને દંડની જોગવાઈ પણ કરી છે. પરંતુ, શાળાઓએ જે પેમ્પલેટ કે મેસેજ કર્યા છે તેમાં દંડથી બચવાની છટકબારી પણ શોધી લીધી છે. આ મામલે જ્યારે ઈન્ચાર્જ ડીઈઓને પૂછાયું તો તેમણે કહ્યું કે, આ મામલે શાળાઓને નોટિસ આપી છે. રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા કઈ રીતે DEOના પરિપત્રનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે અને વાલીઓ કઈ રીતે છેતરાવા મજબૂર બની રહ્યા છે તેની આગળ વાત કરીએ. એજ્યુ મોલમાંથી પુસ્તકની ખરીદી માટે અનેક ખાનગી શાળાઓનો આગ્રહ રાજકોટનાં નાનામવા મેઈન રોડ કે જયાં એજયુ મોલ આવેલો છે. ત્યાંથી જીનીયસ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, ભરાડ, ન્યૂ એરા, મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ, જય વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, નોટ બુક્સ, યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવે છે. આ ઉપરાંત નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પણ ચોક્ક્સ લિબર્ટીમાંથી યુનિફોર્મ અને રોયલ સ્ટેશનરીમાંથી પાઠ્ય પુસ્તકો અને સ્ટેશનરી સહિતની ખરીદી માટે ફરજ પાડવામાં આવી રહી છે. મોદી સ્કૂલે વાલીઓને કરેલા મેસેજમાં એક જ દુકાનનું નામ લખ્યું! રાજકોટની નામાંકિત મોદી સ્કૂલ કે જ્યાં 5155 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને ટેકસ બૂક ખરીદી માટે સુચના આપવામાં આવી છે જેમાં લખાયું છે કે વિદ્યાર્થીઓ નાનામવા રોડ પર આવેલા એજયુ મોલમાંથી સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં ટેકસ બૂકની ખરીદી કરી શકે છે. વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએથી પણ ખરીદી કરી શકે છે તેવું છેલ્લે લખાયું છે પરંતુ બીજા એક પણ એડ્રેસ અપાયા નથી. જ્યારે મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ કે જ્યાં 2924 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમના દ્વારા ચોક્કસ પ્રકારના અને ચોક્કસ સાઇઝના ટીશર્ટ - બેલ્ટ, કુર્તો, સ્પોર્ટ્સ ડ્રેસ, જીન્સ, બુટ મોજા અને જેકેટ એજયુ મોલમાંથી ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે. જેમાં એમ પણ લખાયું છે કે વાલીઓ યુનિફોર્મ કોઈપણ યુનિફોર્મ વિક્રેતા પાસેથી લઈ શકશે પરંતુ સ્કૂલ યુનિફોર્મની નિયત પેટર્ન અને નિયત કલરમાં ફેરફારવાળો યુનિફોર્મ અમાન્ય રહેશે. તપોવન સ્કૂલે તો મેસેજમાં પુસ્તક, વાન, યુનિફોર્મ માટે સંપર્કો આપ્યા આ ઉપરાંત તપોવન સ્કૂલ કે જ્યાં 4563 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમનાં દ્વારા પુસ્તક વિતરણ મે મહિનાના અંતમાં ગોઠવવાનો પરિપત્ર કર્યો છે. જેમાં આ વર્ષે વાન વ્યવસ્થા શરૂ થતા તેના માટે બે વ્યક્તિના નંબર અપાયા છે. જ્યારે યુનિફોર્મ ખરીદી માટે દીપક રેડીમેઇડ હાઉસ અને તિરુપતિ યુનિફોર્મ મોલનુ એડ્રેસ આપવામાં આવેલું છે. જ્યારે રાજકોટમાં દીકરીઓ માટેની સ્પેશ્યલ અને નામાંકિત નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ કે જયા 3500 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે તેમના દ્વારા ચોક્કસ પ્રકારના યુનિફોર્મની ખરીદી માટે ચોક્કસ દુકાન કાલાવડ રોડ પરની લિબર્ટી સ્ટોરનું એડ્રેસ આપવામાં આવેલું છે. જ્યારે કાલાવડ રોડ પરની રોયલ સ્ટેશનરીમાંથી ટેક્સ બુક અને નોટબુક સહિતની ખરીદી માટેનો આગ્રહ રાખવામાં આવે છે. આ રોયલ સ્ટેશનરીમાં જ 20 સ્કૂલના CBSEના પાઠ્યપુસ્તકો સહિતનું વેચાણ કરવામાં આવે છે. જેમાં ધોળકીયા, પોદાર, વેસ્ટ વુડ, RKC, રાજકોટ પબ્લિક સ્કૂલ, ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇનોવેટિવ, પ્રીમિયર, ઉત્કર્ષ સહિતની ખાનગી શાળાઓ સામેલ છે. DEOએ પરિપત્ર તો કર્યો પણ અમલવારી ક્યારે થશે? આ મામલે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, સ્ટેશનરી એસોસિએશન અને વાલીઓની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લાની તમામ શાળાઓને સંબોધીને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ વિદ્યાર્થીઓને ચોકકસ દુકાનેથી પુસ્તકો, નોટબુક, સ્કુલબેગ, સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી અંગે ફરજ પાડવામાં આવતી હશે તો તેના માટે રૂ. 10000 ના દંડની જોગવાઈ છે. 26 મે ના થયેલા પરીપત્ર મામલે હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે અને અમુક શાળાઓને નોટિસ આપી ખુલાસા પણ પૂછવામાં આવ્યા છે. પરંતુ તેના નામ થોડા દિવસ બાદ જાહેર કરવામા આવશે. આ સમગ્ર બાબતે ખાનગી શાળાના સંચાલકોએ શું કહ્યું? જીનીયસ સ્કૂલ રાજકોટની જીનિયસ સ્કૂલના સંચાલક અને શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા જણાવ્યું કે એજ્યુ મોલમાંથી જ પુસ્તકો સહિતની ખરીદી કરવી તે પ્રકારનો પરિપત્ર અમારા દ્વારા કરવામા આવતો નથી અને હું કે મારો પુત્ર તેમા ભાગીદાર નથી. ભરાડ સ્કૂલ રાજકોટની સ્કૂલના સંચાલક અને ગુજરાત ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ જતીન ભરાડે જણાવ્યુ હતુ કે, અમારા દ્વારા કોઈ ચોક્કસ દુકાનેથી વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરી સહિતની ખરીદી કરવાનું કહેવામાં આવતું નથી. જૉકે હકીકત એ છે કે તેમની સ્કૂલના સરક્યુલરમાં જ એજયુ મોલમાંથી ખરીદી કરવાનુ લખાયું છે. મોદી સ્કૂલ રાજકોટની સૌથી મોટી અને નામાંકિત ગણાતી મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે, અમારા દ્વારા એજયુ મોલમાંથી જ પુસ્તકો કે સ્ટેશનરીની ખરીદી કરવી તેવું કહેવામાં આવતું નથી. જ્યારે તેમાં પણ હકીકત એ છે કે તેમની જ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એજયુ મોલમાંથી જ તમામ વસ્તુઓની ખરીદી કરવી તેવી સુચના આપતાં મેસેજ મોકલવામાં આવેલા છે. આ ઉપરાંત જે શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનોથી જ શૈક્ષણિક ચીજ વસ્તુઓની ખરીદીનો આગ્રહ રાખે છે તેવી સર્વોદય સ્કૂલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનાં દ્વારા ફોન ઉઠાવવામાં આવ્યો ન હતો. રાજકોટ DEO દ્વારા આચાર્યો જોગ કરવામા આવેલો પરિપત્ર રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા 26 મેના રોજ જિલ્લાના તમામ શાળાના આચાર્યોને સ

What's Your Reaction?






