વેપારીને માર મારીને લૂંટ ચલાવનાર શખસ ઝડપાયો:23 હજારની લૂંટ ચલાવીને વેપારીને કહ્યું- 5 તારીખ કો 5 બજે આઉંગા 50 હજાર રૂપયે તૈયાર રખના, વરના તેરા ગલા કાટ દુંગા
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં વેપારી પાસેથી 23 હજાર રૂપિયાની લૂંટ ચલાવીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગનાર શખસની નવાપુરા પોલીસે ધરપકડ કરી છે. આ શખસે વેપારીને ધમકી આપી હતી કે, 5 તારીખ કો 5 બજે આઉંગા 50 હજાર રૂપયે તૈયાર રખના, વરના તેરા ગલા કાટ દુંગા. વેપારી કપડા અને વાસણ વેચાણ કરવાનો ધંધો કરે છે પ્રતાપનગર ન્યુ ખંડેરાવ રોડ પર આવેલ વિજયનગર સોસાયટી-1માં રહેતા દીનેશભાઇ મોતીભાઈ શાહ (ઉ.62)એ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સિદ્ધનાથ રોડ પર આવેલ ભાગ્યોદય કોમ્પ્લેક્ષમાં કપડા અને વાસણ વેચાણ કરવાનો ધંધો કરી મારુ ગુજરાન ચલાવુ છું. ગત 30 મેના રોજ હું મારી દુકાન ઉપર હાજર હતો તે વખતે આશરે 12.30થી 1 વાગ્યાની આસપાસ ઇરફાન ઉર્ફે રાજા પઠાણ (રહે. મુસ્લિમ મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને તેની સાથે બીજા બે શખસો મારી દુકાન પર આવ્યા હતા. દુકાનમાં કબાટના ગલ્લામાં 23 હજાર રોકડ કાઢી લીધા ઇરફાન ઉર્ફ રાજાએ મને કહ્યું હતું કે, અગાઉ તે મને જેલમાં નંખાવ્યો હતો. તેના ખર્ચા-પાણીના 50 હજાર રૂપિયા આપ તેમ કહ્યું હતું. જેથી, મે તેને પૈસા આપવાની ના પાડી હતી. જેથી ઇરફાન ઉર્ફે રાજાની સાથે આવેલા બે શખસો મને પકડી રાખ્યો હતો અને ઇરફાન ઉર્ફે રાજા મને ખભા, માથા અને પેટમાં ફેટો મારવા લાગ્યો હતો અને મારી દુકાનમાં કબાટના ગલ્લામાં મૂકેલા 23 હજાર રૂપિયા રોકડા ઇરફાન રાજાએ કાઢી લીધા હતા. ઇરફાન ઉર્ફે રાજા પઠાણની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી જતા-જતા તેણે મને ધમકી આપી હતી કે, 5 તારીખ કો 5 બજે આઉંગા 50 હજાર રૂપયે તૈયાર રખના, વરના તેરા ગલા કાટ દુંગા, એવી રીતે બળજબરીપૂર્વક રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. જેથી, ઇરફાન ઉર્ફે રાજા પઠાણ અને તેની સાથે આવેલ બે શખસો સામે મેં નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે નવાપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ઇરફાન ઉર્ફે રાજા પઠાણની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પાસેથી 15 હજાર રૂપિયા રિકવર કર્યાં સી ડિવિઝનના ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, આરોપી ઇરફાન સામે 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં શરીર સંબંધી, મિલકત, ચોર અને જુગાર સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી પાસેથી 15 હજાર રૂપિયા રિકવર કર્યાં છે. અગાઉ પણ ઇરફાને વેપારી દિનેશ પાસેથી ખંડણી માંગી હતી અને જેનો ગુનો નોંધાયેલો હતો. જેની અદાવત રાખીને પૈસા માંગીને લૂંટ ચલાવી હતી.

What's Your Reaction?






