પર્યાવરણ સુરક્ષા માટે અમદાવાદમાં મહત્વનો પરિસંવાદ:જમાઅતે ઇસ્લામી હિન્દ અને સદવિચાર પરિવારના સંયુક્ત ઉપક્રમે વિવિધ ધર્મના આગેવાનો એકઠા થયા

નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે તા.31 મે 2025ના રોજ "ભાવિ પેઢીને હરિયાળી ભેટ આપવા આજે જ સક્રીય બનીએ" વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પર્યાવરણવિદો, સામાજિક કાર્યકરો, ધાર્મિક આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જમાઅતે ઇસ્લામી હિન્દના વાઇસ પ્રેસિડેન્ટ મુહમ્મદ સલીમ ઇન્જિનિયરે કુદરતી સંસાધનોના અતિઉપયોગ અને દુરુપયોગની ચિંતા વ્યક્ત કરી. CEEના કાર્તિકેય સારાભાઈએ પર્યાવરણ અને વિકાસને એકબીજાના પૂરક ગણાવ્યા. શ્રી મહેશ પટવારીએ પ્લાસ્ટિક કચરો અને વાયુ પ્રદૂષણની સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરી. આદિવાસી સમાજના અગ્રણી અશોક ચૌધરીએ શહેરી સમાજને જંગલના લોકો પાસેથી પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી શીખવાની સલાહ આપી. કાર્યક્રમમાં ધર્મ અને પર્યાવરણ વિષય પર પેનલ ચર્ચા યોજાઈ, જેમાં બ્રહ્મકુમારીઝ, પારસી ધર્મગુરુ, ગાયત્રી પરિવાર અને અન્ય ધાર્મિક નેતાઓએ ભાગ લીધો. જર્મનીથી પધારેલા બી.કે. ગોલો જોઆચિમ પિલ્ઝે ધર્મ આધારિત માન્યતાઓને ક્લાઈમેટ ચેન્જ સામેના મજબૂત શસ્ત્ર તરીકે રજૂ કર્યા. ગુજરાત સરકારના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી પી.કે. લહેરીએ NGO, યુવાનો અને એક્ટિવિસ્ટ્સને તાત્કાલિક પગલાં લેવા આહ્વાન કર્યું. કાર્યક્રમનું સંચાલન સોહેલ સાચોરાએ કર્યું અને આભારવિધિ ઈકબાલ મિર્ઝાએ કરી.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow