અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના નવા 88 કેસ નોંધાયા:વડોદરામાં નવા 11 કેસ બહાર આવતાં તંત્ર એલર્ટ, રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 9ને કોરોના

રાજકોટમાં આજે(6 જૂન) કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, સામે 7 દર્દી સાજા થયા છે. એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 77 થઈ છે. આજના 7 મળીને કુલ 32 દર્દી સાજા થયા છે. હાલ સિવિલમાં 3 અને હોમ આઇસોલેશનમાં 42 મળી કુલ 45 દર્દી સારવારમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ઝડપી કરાઈ છે. નવા કેસોની સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, ગઇકાલે (5 જૂન, 2025) આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા. અત્યારસુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજે 60 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. હાલનો વાઇરસ ઓમિક્રોનના પેટાટાઈપ વેરિયન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરતમાં આજે 8 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા સુરતમાં રોજબરોજ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ 8 દર્દીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ચાર પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે. આ 8 દર્દીઓ પૈકી પાંચ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને ત્રણ હોમ આઈસોલેશનમાં છે. અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 88 કેસ નોંધાયા અમદાવાદમાં કોરોનાના કુલ 88 જેટલા કેસ એક દિવસમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં 559 જેટલા કોરોનાના કેસો અમદાવાદમાં નોંધાયા છે, જેમાં 183 લોકો ડિસ્ચાર્જ થયા છે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 374 જેટલા કોરોનાના કેસો હજી એક્ટિવ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, નવા વાડજ, વાસણા, પાલડી, આશ્રમરોડ, ઘાટલોડીયા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, જગતપુર, વૈષ્ણોદેવી, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે. વડોદરામાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાયા વડોદરા શહેરમાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાતા કુલ સંક્રમણના કેસોનો આંકડો 17 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસોમાં બિલ, ભાયલી, ગોત્રી, ગોરવા, કપુરાઈ, નવા યાર્ડ, છાણી, સુદામાપુરી અને સવાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કોરોનાની ચકાસણી માટે કુલ 96 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 11 પોઝિટિવ કેસ બહાર આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. 10 વર્ષના બાળકને પણ કોરોના આજે જે 9 નવા કેસ નોંધાયા છે એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે, જે ચિંતાનો વિષય છે. નવા નોંધાયેલા કેસોમાંથી 3 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આ દર્દીઓ અમદાવાદ, સુરત અને દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. આ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં કુલ 45 દર્દી કોરોનાની સારવાર હેઠળ હાલ રાજકોટમાં કુલ 45 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. તેમાંથી 3 દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 42 દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ તબીબી સલાહ અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરી સઘન બનાવાઈ રાજકોટમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નવા કેસ નોંધાતાંની સાથે જ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને શોધી કાઢીને તેમના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવા જેવી સાવચેતીઓનું પાલન કરવા માટે પણ જાગ્રત કરવામાં આવી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓએ કોરોનાથી બચવું અમદાવાદ શહેરમાં કોરોનાથી બે પ્રેગ્નન્ટ મહિલાના મોત થયા છે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મિતાલી વસાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. ત્યારે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, નાના બાળકો કોરોનાના સરળ ટાર્ગેટ હોય છે. રોગની શરીર પર અસર કરવાની ક્ષમતા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર આધારિત હોય છે. ઉપરાંત કિડની ફેલ્યોરન દર્દીઓ, સ્ટીરોઈડ લેતા દર્દીઓ, શરીરના મહત્વના અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હોય તેવા વ્યક્તિઓ, કેન્સર પેશન્ટ અને કોમોર્બિડ પેશન્ટ ઉપર કોરોના વધુ અસર કરે છે. આમ તો બાળક જ્યારે મહિલાના ગર્ભમાં હોય ત્યારે માતા ભલે કોરોના પોઝિટિવ હોય, પરંતુ બાળકને કોરોના પોઝિટિવ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. કારણ કે, માતાનું શરીર લોહીને ફિલ્ટર કરીને બાળક સુધી પહોંચાડે છે. શરીર સંરચના જોતા ફેફસાનું સંક્રમણ ગર્ભ સુધી પહોંચતું નથી. પરંતુ બાળક જન્મ્યા બાદ તે કોરોના પોઝિટિવ થવાની શક્યતા હોય છે. જો ગર્ભવતી મહિલાઓએ ઇન્ફ્લુએન્ઝા અને ફલૂની રસી ન લીધી હોય કે કોવિડની રસી બાકી હોય તો તેમની ઉપર કોરોના ગંભીર અસર કરે છે. આથી તમામે કોરોનાની રસી લેવી જરૂરી છે. વળી ગર્ભવતી મહિલાઓએ કોઈપણ રસી લેતા પહેલા પોતાના કન્સલ્ટ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગર્ભવતી મહિલાઓએ સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. તેમજ ભીડમાં જવું ટાળવું જોઈએ. ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ કુપોષણથી પીડિત હોય છે. જ્યારે શરીરને રોગપ્રતિકારક શક્તિ માટે પ્રોટીન અને વિટામીન યુક્ત ખોરાક જરૂરી હોય છે. જેથી ગર્ભવતી મહિલાઓએ પ્રોટીન અને વિટામિન યુક્ત ખોરાક લેવો જરૂરી છે. ઉપરાંત બીટાડીનનું દ્રાવણ નાખેલા કોગળા કરવા જોઈએ. બાળકોમાં પણ કોરોના જોતા ખૂબ જ નાના બાળકો જેને પણ સ્કૂલે જવાની જરૂર ના હ

Jun 6, 2025 - 20:21
 0
અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના નવા 88 કેસ નોંધાયા:વડોદરામાં નવા 11 કેસ બહાર આવતાં તંત્ર એલર્ટ, રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 9ને કોરોના
રાજકોટમાં આજે(6 જૂન) કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, સામે 7 દર્દી સાજા થયા છે. એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 77 થઈ છે. આજના 7 મળીને કુલ 32 દર્દી સાજા થયા છે. હાલ સિવિલમાં 3 અને હોમ આઇસોલેશનમાં 42 મળી કુલ 45 દર્દી સારવારમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ઝડપી કરાઈ છે. નવા કેસોની સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, ગઇકાલે (5 જૂન, 2025) આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા. અત્યારસુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજે 60 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. હાલનો વાઇરસ ઓમિક્રોનના પેટાટાઈપ વેરિયન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરતમાં આજે 8 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા સુરતમાં રોજબરોજ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ 8 દર્દીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ચાર પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે. આ 8 દર્દીઓ પૈકી પાંચ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને ત્રણ હોમ આઈસોલેશનમાં છે. અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 88 કેસ નોંધાયા અમદાવાદમાં કોરોનાના કુલ 88 જેટલા કેસ એક દિવસમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં 559 જેટલા કોરોનાના કેસો અમદાવાદમાં નોંધાયા છે, જેમાં 183 લોકો ડિસ્ચાર્જ થયા છે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 374 જેટલા કોરોનાના કેસો હજી એક્ટિવ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, નવા વાડજ, વાસણા, પાલડી, આશ્રમરોડ, ઘાટલોડીયા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, જગતપુર, વૈષ્ણોદેવી, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે. વડોદરામાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાયા વડોદરા શહેરમાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાતા કુલ સંક્રમણના કેસોનો આંકડો 17 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસોમાં બિલ, ભાયલી, ગોત્રી, ગોરવા, કપુરાઈ, નવા યાર્ડ, છાણી, સુદામાપુરી અને સવાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કોરોનાની ચકાસણી માટે કુલ 96 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 11 પોઝિટિવ કેસ બહાર આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. 10 વર્ષના બાળકને પણ કોરોના આજે જે 9 નવા કેસ નોંધાયા છે એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે, જે ચિંતાનો વિષય છે. નવા નોંધાયેલા કેસોમાંથી 3 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આ દર્દીઓ અમદાવાદ, સુરત અને દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. આ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં કુલ 45 દર્દી કોરોનાની સારવાર હેઠળ હાલ રાજકોટમાં કુલ 45 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. તેમાંથી 3 દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 42 દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ તબીબી સલાહ અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરી સઘન બનાવાઈ રાજકોટમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નવા કેસ નોંધાતાંની સાથે જ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને શોધી કાઢીને તેમના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવા જેવી સાવચેતીઓનું પાલન કરવા માટે પણ જાગ્રત કરવામાં આવી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓએ કોરોનાથી બચવું અમદાવાદ શહેરમાં કોરોનાથી બે પ્રેગ્નન્ટ મહિલાના મોત થયા છે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મિતાલી વસાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. ત્યારે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, નાના બાળકો કોરોનાના સરળ ટાર્ગેટ હોય છે. રોગની શરીર પર અસર કરવાની ક્ષમતા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર આધારિત હોય છે. ઉપરાંત કિડની ફેલ્યોરન દર્દીઓ, સ્ટીરોઈડ લેતા દર્દીઓ, શરીરના મહત્વના અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હોય તેવા વ્યક્તિઓ, કેન્સર પેશન્ટ અને કોમોર્બિડ પેશન્ટ ઉપર કોરોના વધુ અસર કરે છે. આમ તો બાળક જ્યારે મહિલાના ગર્ભમાં હોય ત્યારે માતા ભલે કોરોના પોઝિટિવ હોય, પરંતુ બાળકને કોરોના પોઝિટિવ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. કારણ કે, માતાનું શરીર લોહીને ફિલ્ટર કરીને બાળક સુધી પહોંચાડે છે. શરીર સંરચના જોતા ફેફસાનું સંક્રમણ ગર્ભ સુધી પહોંચતું નથી. પરંતુ બાળક જન્મ્યા બાદ તે કોરોના પોઝિટિવ થવાની શક્યતા હોય છે. જો ગર્ભવતી મહિલાઓએ ઇન્ફ્લુએન્ઝા અને ફલૂની રસી ન લીધી હોય કે કોવિડની રસી બાકી હોય તો તેમની ઉપર કોરોના ગંભીર અસર કરે છે. આથી તમામે કોરોનાની રસી લેવી જરૂરી છે. વળી ગર્ભવતી મહિલાઓએ કોઈપણ રસી લેતા પહેલા પોતાના કન્સલ્ટ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગર્ભવતી મહિલાઓએ સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. તેમજ ભીડમાં જવું ટાળવું જોઈએ. ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ કુપોષણથી પીડિત હોય છે. જ્યારે શરીરને રોગપ્રતિકારક શક્તિ માટે પ્રોટીન અને વિટામીન યુક્ત ખોરાક જરૂરી હોય છે. જેથી ગર્ભવતી મહિલાઓએ પ્રોટીન અને વિટામિન યુક્ત ખોરાક લેવો જરૂરી છે. ઉપરાંત બીટાડીનનું દ્રાવણ નાખેલા કોગળા કરવા જોઈએ. બાળકોમાં પણ કોરોના જોતા ખૂબ જ નાના બાળકો જેને પણ સ્કૂલે જવાની જરૂર ના હોય તો તેવા બાળકોને શાળાએ મોકલતા ટાળવું જોઈએ. 4 જૂને રાજ્યમાં 119 કેસ નોંધાયા રાજ્યમાં 4 જૂને 119 કેસ સામે આવ્યા હતા. અત્યારસુધીમાં એટલે 4 જૂનની સાંજ સુધીમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે, જેમાંથી 18 દર્દી હોસ્પિટલાઈઝ છે અને 490 દર્દી હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 78 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલના RMO દેવાંગ શાહની દિવ્ય ભાસ્કર સાથે થયેલી વાત પ્રમાણે ઉપરોક્ત 14 દર્દી પૈકી 13 મહિલા હતી. તેમાંથી એક મહિલા ચાલુ સારવારમાં હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી, બાકી દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. વર્તમાનમાં એક મહિલા સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ આવતાં દાખલ છે. કોરોના પોઝિટિવ 3 દર્દીએ મેડિકલ એડવાઇઝ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધું હતું. તો 4 દિવસના બાળકને તેના પરિવારે વિનંતી કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં કોરોનાના 43 એક્ટિવ કેસ રાજકોટમાં આજે વધુ 7 નવા કેસ નોંધાયા છે, જેની સામે 7 દર્દી સ્વસ્થ થઇ જતાં રજા આપી દેવામાં આવી છે. રાજકોટમાં અત્યારસુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે, જેની સામે 25 દર્દીને રજા આપી દેવામાં આવી છે. 41 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે આ સાથે ગુજરાત 461 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસ સાથે નંબર 1 છે, પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે, જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે. અત્યારસુધી 3 મહિલાનાં મોત અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો. એ બાદ તેનું સારવાર દરમિયાન ગઈકાલે(4 જૂન) મૃત્યુ થયું હતું, જેથી અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા:

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow