છેતરપિંડી:ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરવાના બહાને રૂ.18.38 લાખની છેતરપિંડી આચરી
રાધનપુરના એક વેપારી સાથે ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરવાના બહાને વધુ વળતરની લાલચ આપી રૂ.18.38 લાખની છેતરપિંડી કરી છે. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. રાધનપુરમાં ઓડવાસ, વડિયા ગોડાઉન પાસે રહેતાં અને એસ.પી ઈન્ફોટેક કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન ચલાવતાં મહમદ સલીમ પ્યાર મહમંદ અલ્લારખાભાઈ શેખ સાથે 22 ઓક્ટોબર 2024થી 8 જાન્યુઆરી 2025 દરમિયાન 5 અજાણ્યા મોબાઈલ ધારકોએ તેમને વોટ્સએપ લિંક મારફતે બે અલગ-અલગ ગ્રુપમાં જોડ્યા હતા. આ ગ્રુપ્સમાં તેમને ટાસ્ક પૂર્ણ કરી વધુ વળતર મેળવવાની લાલચ આપી હતી.આરોપીઓએ મહમદ સલીમને વિશ્વાસમાં લઈ જુદી જુદી તારીખોએ અને અલગ-અલગ 8 બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રૂ.18,38,601 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં વધુ પૈસાની માગણી કરતા મહમદ સલીમને ફ્રોડ હોવાનો શક જતા તેમણે તેમના પૈસા પરત કરાવવા માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ આપી હતી. બાદમાં અંગે તેમણે પાટણ સાયબર પોલીસ સ્ટેશન ખાતે પાંચ મોબાઇલ ધારકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ સાયબર પોલીસે શરૂ કરી છે .

What's Your Reaction?






