સંતવાણી:ભગવાનની માળાના મણકા બનવા માટે સદગુણો અને સેવાભાવ જરૂરી: સાધુ પ્રેમવત્સલદાસજી
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ ભક્તિમય જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભગવાનની માળાના મણકામાં સ્થાન મેળવવા માટે જીવન ચારિત્ર્યશીલ, પ્રમાણિક અને સદાચારી હોવું આવશ્યક છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતોના ઉદાહરણો આપ્યા. સદગુરૂ શ્રી મુક્તાનંદ સ્વામી દરેક હરિભક્તને માતા સમાન પ્રેમ આપતા હતા. શુકાનંદ સ્વામીએ લહિયા તરીકે શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી હતી. દાદાખાચરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેમણે ગઢપુરમાં 25 વર્ષથી વધુ સમય સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઘરે રાખીને તન, મન અને ધનથી સેવા કરી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે સદ્ગુણોનો વિકાસ અને દુર્ગુણોનો નાશ થાય તો જ વ્યક્તિ ભગવાનની માળાનો મણકો બની શકે છે. તેમણે સત્સંગીઓ અને સમાજની સેવા કરવા પર પણ ભાર મૂક્યો હતો.

What's Your Reaction?






