'પ્લીઝ બે હાથ જોડીને વિનંતી છે....':'હાઉસફુલ 5'ની પ્રમોશન ઇવેન્ટમાં ભીડ બેકાબૂ, મહિલાઓ- બાળકો રડતાં દેખાયાં; અક્ષયે માંડ-માંડ પરિસ્થિતિ સંભાળી
તાજેતરમાં, પુણેના એક મોલમાં ફિલ્મ 'હાઉસફુલ 5'નો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ફિલ્મના સ્ટારકાસ્ટ અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, નાના પાટેકર, નરગીસ ફખરી અને અન્ય ઘણા કલાકારો પહોંચ્યા હતા. બોલિવૂડ સેલિબ્રિટીઓને જોવા માટે ભીડ એટલી બધી બેકાબૂ થઈ ગઈ કે અક્ષય કુમારે ધક્કામુક્કીને કંટ્રોલ કરવા હાથ જોડીને વિનંતી કરવી પડી હતી. પ્રમોશનલ ઇવેન્ટના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ભીડ સ્ટેજની નજીક જવા માટે એટલી ઉત્સુક થઈ ગઈ હતી કે તેઓ બૂમો પાડવા લાગ્યા હતા. બાળકો-મહિલાઓ ભીડમાં કચડાઈ જતાં જોઈને, અક્ષય કુમારે તરત જ માઈક પર કહ્યું- હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, અહીં સ્ત્રીઓ અને બાળકો છે. પ્લીઝ ધક્કા-મુક્કી ન કરો. હું બધાને વિનંતી કરું છું. જોકે, તેમ છતાં ભીડ શાંત ન થઈ અને ધક્કામુક્કી ચાલુ રહી. આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં બાળકો પીડાથી કણસતા, બેરિકેડમાં ફસાયેલા જોઈ શકાય છે. આ દરમિયાન, એક બાળક સુરક્ષા ટીમને કહે છે કે- તેના અંકલને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તે ભીડમાં ફસાઈ ગયા છે. ઘણી જહેમત પછી, સુરક્ષા ટીમ ભીડને કાબૂમાં લેવામાં સફળ રહે છે, ત્યારબાદ 'હાઉસફુલ 5'ની આખી ટીમ ચાહકો સાથે ખૂબ મજા કરતી જોઇ શકાય છે. 6 જૂને ફિલ્મ 'હાઉસફુલ 5' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, સોનમ બાજવા, નરગીસ ફખરી, નાના પાટેકર, જેકી શ્રોફ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. બે વર્ઝનમાં રિલીઝ થશે 'હાઉસફુલ 5' પિંકવિલાના રિપોર્ટ અનુસાર, સાજિદ નડિયાદવાલાએ 'હાઉસફુલ 5' ના બે અલગ અલગ વર્ઝન સેન્સર બોર્ડને સબમિટ કર્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે- 'હાઉસફુલ 5' એક પ્રકારની અનોખી કોમિક થ્રિલર છે અને આ ફિલ્મનું રહસ્ય જાળવી રાખવા માટે, નિર્માતાઓએ ફિલ્મના બે અલગ અલગ વર્ઝન સેન્સર બોર્ડને સબમિટ કર્યા છે." આનું કારણ એ છે કે નિર્માતાઓ આ ફિલ્મ સાથે કંઈક નવું અને ખાસ કરવા જઈ રહ્યા છે. બંને વર્ઝનના કલાઈમેક્સ અલગ-અલગ હશે એટલા માટે થિએટરમાં દર્શકોને કોમેડીનો ડબલ ડોઝ જોવા મળશે. 'હાઉસફુલ'ના 15 વર્ષ બાદ 'હાઉસફુલ 5' આવશે અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 'હાઉસફુલ 5'નું ટીઝર શેર કર્યું હતું. પોસ્ટ શેર કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યું, 'આજથી 15 વર્ષ પહેલાં પાગલપન શરૂ થયું હતું. ભારતની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી પાંચમા ભાગ સાથે પાછી આવી છે. આ વખતે એ ફક્ત કોમેડી નથી... પણ એક કિલર કોમેડી છે. હાઉસફુલ અક્ષયની સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે પહેલા અને બીજા ભાગનું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું. ત્રીજા ભાગનું નિર્દેશન સાજિદ-ફરહાદે સાથે કર્યું હતું. જ્યારે ચોથો ભાગ ફરહાદ સામજીએ જ ડિરેક્ટ કર્યો હતો. જ્યારે 'હાઉસફુલ 5' તરુણ મનસુખા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

What's Your Reaction?






