સોનાક્ષી @38, જાડી કહીને ફિલ્મોમાંથી કાઢી મૂકી:રેમ્પ પર મોડલે કહ્યું- 'હવે ગાય પણ વોક કરશે?', ઝહીર પહેલાં 5 લોકોને ડેટ કર્યા
પોતાના અભિનયના દમ પર લોકોનાં દિલમાં એક અનોખું સ્થાન બનાવનારી એક્ટ્રેસ સોનાક્ષી સિંહાને એક સમયે સ્થૂળતાને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનયમાં કારકિર્દી શરૂ કરતાં પહેલાં સોનાક્ષીએ કોસ્ચ્યૂમ-ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જોકે જ્યારે તેણે અભિનયમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું ત્યારે તેને વધુ વજન હોવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ કારણે એક નિર્માતાએ તેને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવાનો ઇનકાર કર્યો. રેમ્પ વોક દરમિયાન પણ તેના વજનને કારણે તેની મજાક ઉડાવવામાં આવી હતી. આ વાત સોનાક્ષીના દિલને સ્પર્શી ગઈ અને પોતાની ઇચ્છાશક્તિ, વર્કઆઉટ રૂટિન અને પર્ફેક્ટ ડાયટ પ્લાનથી તેણે 30 કિલો વજન ઘટાડ્યું અને સલમાનની ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. સોનાક્ષી સિંહા આજે પોતાનો 38મો જન્મદિવસ ઊજવી રહી છે. આ પ્રસંગે ચાલો તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ. ફેશન ડિઝાઇનિંગ છોડી એક્ટ્રેસ બનવાની દિશામાં આગળ વધી સોનાક્ષી સિંહાએ આર્ય વિદ્યા મંદિરમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યાર બાદ તેણે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા યુનિવર્સિટી (SNDT) મુંબઈમાંથી ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતકની પદવી મેળવી. સોનાક્ષીએ 2005માં ફિલ્મ 'મેરા દિલ લેકે દેખો'થી કોસ્ચ્યૂમ-ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનાં નિર્માતા સોનાક્ષીની માતા પૂનમ સિંહા હતાં. આ ફિલ્મમાં જેકી શ્રોફ, અર્ચના પૂરણ સિંહ, કોયલ પુરી અને કરણ કપૂર જેવાં સ્ટાર્સે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી સોનાક્ષીએ લાંબા સમય સુધી ડિઝાઇનર તરીકે કામ કર્યું. 2008-09માં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યું. સેલેબ્સ મોડેલે મજાક ઉડાવી નેહા ધૂપિયાના લોકપ્રિય ચેટ શો BFFs વિથ વોગમાં સોનાક્ષી સિંહાએ તેના રેમ્પ વોકનો એક કિસ્સો શેર કર્યો. એક્ટ્રેસે કહ્યું હતું કે રેમ્પ વોક દરમિયાન એક સેલિબ્રિટી મોડેલે મારા શરીરની મજાક ઉડાવી હતી. જ્યારે હું રેમ્પ પર વોક કરી રહી હતી ત્યારે એક સેલિબ્રિટી મોડેલે મને ગાય કહી. તેણે કહ્યું હતું કે આ શું છે, હવે ગાય પણ રેમ્પ પર વોક કરશે? જ્યારે નેહા ધૂપિયાએ તે મોડેલનું નામ પૂછ્યું ત્યારે સોનાક્ષીએ કંઈ કહ્યું નહીં. વધારે વજન હોવાને કારણે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ન મળી સોનાક્ષી સિંહાને વજન વધારે હોવાને કારણે ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હોટરફ્લાય સાથેના એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષીએ તેના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે કેવી રીતે તેના શરીર પર કરવામાં આવેલી કોમેન્ટ્સે તેને હચમચાવી દીધી હતી. એક્ટ્રેસે કહ્યું- વધારે વજન હોવાને કારણે મને કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી ન હતી. મને કહેવામાં આવ્યું હતું કે તું આ ભૂમિકામાં સારી નહીં લાગે. તારા માટે એક નાની ભૂમિકા છે. આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગતું હતું. 'ઘરે આવ્યા પછી માસીને વળગીને રડવા લાગી' સોનાક્ષી સિંહાએ આગળ કહ્યું- જ્યારે હું ઘરે ગઈ ત્યારે મારી માસી ત્યાં હતી. હું તેની પાસે ગઈ અને તેને ભેટીને રડવા લાગી. હું વિચારી રહી હતી કે ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? તેણે મને આવી કેમ બનાવી? હું ફક્ત રડતી હતી અને મારી જાતને પ્રશ્ન પૂછતી હતી. આ ઘટના પછી સોનાક્ષી સિંહાએ વજન ઘટાડવાનું શરૂ કર્યું. પોતાની ઇચ્છાશક્તિ, વર્કઆઉટ રૂટિન અને પર્ફેક્ટ ડાયટ પ્લાનથી સોનાક્ષીએ 30 કિલો વજન ઘટાડ્યું. સલમાન ખાનની ફિલ્મ 'દબંગ' પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. એક એરેન્જ મેરેજની જેમ 'દબંગ' મળી સોનાક્ષીએ કરીના કપૂરના પોડકાસ્ટ 'વોટ વુમન વોન્ટ સીઝન 5'માં સલમાન ખાનની ફિલ્મ 'દબંગ' માં જોડાવવાની સ્ટોરી શેર કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે- સલમાન ખાન અને અરબાઝ ખાને મને અમૃતા અરોરાનાં લગ્નમાં જોઈ હતી. ત્યાં સુધીમાં મારું વજન ઘણું બધું ઘટી ગયું હતું. અરબાઝે મને કહ્યું કે- તે કંઈક લખી રહ્યો છે અને એક રોલ માટે મને યોગ્ય ગણાવી. એ સમયે મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પણ પછી એક દિવસ તે સ્ક્રિપ્ટ કહેવા માટે મારા ઘરે આવ્યો. મારો આખો પરિવાર બેસીને સ્ક્રિપ્ટ સાંભળતો હતો. સ્ક્રિપ્ટ સંભળાવ્યા પછી અરબાઝ અને મારા પરિવારે માથું હલાવ્યું, હાથ મિલાવ્યા અને તે ઊભો થઈને ચાલ્યો ગયો. એ પછી હું 'દબંગ'ના સેટ પર હતી. એક એરેન્જ મેરેજની જેમ બધું સેટ થયું હતું. ફિલ્મની પહેલી કમાણી દાનમાં આપી 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'દબંગ'થી સોનાક્ષી સિંહા રાતોરાત સ્ટાર બની ગઈ. આ ફિલ્મમાં તેના ડાયલોગ્સ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તે 2010ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, જેણે બોક્સ-ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યા. તેણે તેની પહેલી ફિલ્મની સાઇનિંગ રકમ સલમાનના ચેરિટેબલ ફાઉન્ડેશન 'બીઇંગ હ્યુમન'ને દાનમાં આપી હતી. ટ્રોલ કરનારાઓને જડબાંતોડ જવાબ સોનાક્ષી સિંહાને આજ સુધી પોતાના વજન અને દેખાવ માટે ટ્રોલ થતી રહે છે. તાજેતરમાં સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને આ દરેક કોમેન્ટ વાંચી સંભળાવી ઉપરાંત જડબાંતોડ જવાબ પણ આપ્યો. વીડિયોમાં સોનાક્ષી કહે છે - 'કાઉ ઓન ધ કેટવોક, આંટીજી, જાડી, હાથી, મોતાક્ષી સિંહા, તમે પોતે ખામોશ કેમ નથી થઈ જતાં.' આ બધી કોમેન્ટ વાંચ્યા પછી સોનાક્ષીએ કહ્યું- સોનાક્ષી સિંહા ક્યારેય ખામોશ નહીં રહે મેં આ વાત ઘણીવાર સાંભળી અને પછી વિચાર્યું, અરે, હવે મેં 30 કિલો વજન ઘટાડ્યું છે, પણ હજુ પણ આ મજાક ઉડાવવી રહ્યા છે. પછી મેં વિચાર્યું કે ચૂલામાં જાય બધું, સોનાક્ષી અહીં એક કારણસર આવી છે. હું કંઈપણ છુપાવીશ નહીં, ન તો મારા કવર્સ, ન તો મારું વજન કે ન તો મારી છબિ. સોનાક્ષી સિંહા ક્યારેય ખામોશ નહીં રહે. ઝહીર સાથેના તમારા સંબંધો કેમ ગુપ્ત રાખ્યા? સોનાક્ષી અને ઝહીર ઇકબાલે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 23 જૂન 2024ના રોજ લગ્ન કર્યાં. લગ્ન પહેલાં બંને ઘણીવાર સાથે જોવા મળ્યાં હતાં. આમ છતાં આ દંપતીએ તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનાક્ષીએ જણાવ્યું હતું કે તેણે સાત વર્ષ સુધી પોતાના સંબંધો કેમ છુપાવ્યા? તેણે કહ્યું હતું કે મને લાગે છે કે અંગત બાબતોને હંમેશા

What's Your Reaction?






