દેખાદેખીના દલદલે દીકરાને માતાની હત્યા કરવા મજબૂર કર્યો!:ઇન્ફ્લ્યુએન્સરની ચાંદની જેવી લાઇફ પાછળ નીકળ્યો કાળો ડાઘ, એક રેકોર્ડિંગે મોતનો ભેદ ઉકેલ્યો
ઓસ્ટ્રેલિયાના ફેમસ ઇન્ફ્લ્યુએન્સર દંપતી ગ્રેસી પિસ્કોપા અને આન્દ્રે રેબેલોએ કેટલાક નજીકના મિત્રો સાથે લંચનું આયોજન કર્યું હતું. આન્દ્રે સવારે કામ માટે ઘરેથી નીકળ્યો, જ્યારે તે લાંબા સમય સુધી પાછો ન ફર્યો ત્યારે ગ્રેસીએ તેને ફોન કરવાનું શરૂ કર્યું. ઘણા ફોન કર્યા પછી પણ આન્દ્રે ફોનનો જવાબ આપતો નહોતો એટલે ગ્રેસીએ તેને એક પછી એક મેસેજ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી આન્દ્રે અચાનક ઘરે પાછો ફર્યો અને નૉર્મલ થઈ કહ્યું- ચાલ, આપણે લંચ માટે જઈએ. તેણે ન તો તે ક્યાં ગયો હતો ન તો વિલંબનું કારણ આપ્યું. આ દંપતી લંચ માટે ગયું, ખાવાનો ભરપૂર સ્વાદ માણ્યો, ફોટા પાડ્યા અને એકદમ મોજમજા કરી. થોડા સમય પછી આન્દ્રેને તેના નાના ભાઈનો ફોન આવ્યો, જેમાં તેણે રડતાં રડતાં કહ્યું કે- માતાનું નિધન થઈ ગયું છે. માતાના મૃત્યુના સમાચાર દીકરા માટે ખૂબ જ આઘાતજનક હોય છે, પરંતુ આન્દ્રેના ચહેરા પર ન તો કરચલીઓ હતી કે ન તો કોઈ ઉદાસી. આન્દ્રે, જે એક પૈસાદાર ઇન્ફ્લ્યુએન્સર, પર્ફેક્ટ પાર્ટનર અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ એક્સપર્ટ હોવાનો ડોળ કરતો હતો, તે ખરેખર દેખાડો કરતો હતો. તેની દંભી સંપત્તિની દુનિયાનું સત્ય તેની માતાને ખબર પડી ગઈ, પરંતુ જ્યારે આ મામલે તેણે પ્રશ્ન કર્યા, તેના થોડી જ કલાકોમાં મૃત્યુના સમાચાર સામે આવ્યા. આજે વણકહી વાર્તામાં અમીર ઇન્ફ્લ્યુએન્સર આન્દ્રે અને તેની માતાની હત્યાની વાર્તા 3 ચેપ્ટરમાં વાંચો- મોટા ભાગનાં બાળકોની જેમ આન્દ્રે રેબેલોનું બાળપણ ખુશહાલ હતું. તે તેનાં ભાઈ-બહેન જુલિયન, મોનિક અને ફેબિયન સાથે હસતાં-રમતાં મોટો થયો હતો. માતા કોલીન અને પિતા સાથેનો તેનો પરિવાર ખૂબ જ ખુશ હતો, પણ પછી એક દિવસ બધું બદલાઈ ગયું. તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. આ પછી ઘરની ખુશાલીના વળતાં પાણી શરૂ થયાં. જવાબદારીનો ભાર માત્ર માતા કોલીન પર આવી ગયો. તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને ચારેય બાળકોને એકલા ઊછેર્યાં. કોલીન એક કાફેમાં નાઈટ શિફ્ટમાં કામ કરતી હતી અને દિવસ દરમિયાન અન્ય નોકરીઓ કરતી હતી. આ બધાની વચ્ચે માસ્ટર્સ ડિગ્રી પણ પૂર્ણ કરી. તેમને આરોગ્ય વિભાગમાં નોકરી મળી ગઈ. તેનાં ચારેય બાળકોની ગાડી પણ પાટા પર ચડી ગઈ. સૌથી નાના દીકરા ફેબિયનએ 19 વર્ષની ઉંમરે લોકલ સુપરમાર્કેટમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યારે પુત્રી મોનિક પેરામેડિક બનવાની તાલીમ લઈ રહી હતી. મોટો દીકરો જુલિયન તેની નવી નોકરી માટે બહાર જતો રહ્યો હતો. જ્યારે આન્દ્રે તેની ઇન્ફ્લ્યુએન્સર લાઈફ પાર્ટનર ગ્રેસી પિસ્કોપો અને પુત્ર રોમિયો સાથે રહેતો હતો. આન્દ્રે અને ગ્રેસીની જીવનશૈલી કોઈ પરીકથાથી ઓછી નહોતી. દરરોજ તે સોશિયલ મીડિયા પર પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરતા હતા. તેની ગ્લેમરસ જીવનશૈલીની અદ્ભુત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને તસવીરો જોઈને દરેક વ્યક્તિ તેના જેવા બનવાનું સ્વપ્ન જુએ છે. આન્દ્રેની પાર્ટનર ગ્રેસી કોઈ સામાન્ય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નહોતી. તે ખરેખર મોટી ઇન્ફ્લુએન્સર હતી. દર અઠવાડિયે દસ લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, 3 લાખ યુટ્યૂબ સબ્સ્ક્રાઇબર્સ અને બ્રાન્ડ ડીલ્સ તેમના માટે હાજર હોય એવું લાગતું હતું. તે પ્રોફેશનલ મોડેલિંગના ફોટા કોઈ હાઈ સ્ટાન્ડર્ડના મેગેઝિન માટે લીધા હોય એવું જ લાગતું હતું. બહારથી એવું લાગતું હતું કે આન્દ્રે અને ગ્રેસીનું જીવન લક્ઝરી લાઈફમાં ચાલતું હતું, પરંતુ આ ચમકતી ચાંદની પાછળ એક કાળી સ્ટોરી છુપાયેલી હતી, બહારથી રંગીન દેખાતી દુનિયા, અંદરથી પોકળ અને દેવાંમાં ડૂબેલી હતી. સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતી વૈભવી જિંદગી ઉધાર પર ચાલતી હતી. દરેક ફોટો, દરેક વીડિયો, દરેક ચમકતી વસ્તુ એક ભ્રમ હતો અને આન્દ્રે? તે ફક્ત તેની પત્ની ગ્રેસીના મેનેજર હોવાનો ડોળ કરશે, પણ પડદા પાછળ? તે એક નકલી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ નિષ્ણાત હતો, જે દરેક ટ્વીટમાં, દરેક પોસ્ટમાં દેખાડતો હતો કે તેણે બજારમાં દરેક ઘટાડાને છ-અંકની કમાણીમાં કેવી રીતે ફેરવી દીધી. હવે ધીમે-ધીમે તેનું દેવું હજારોથી વધીને કરોડો સુધી પહોંચી ગયું. મે 2020 સુધીમાં આન્દ્રે અને ગ્રેસી બંનેનાં બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ ગયાં હતાં. પરિસ્થિતિ એવી હતી કે સોશિયલ મીડિયા પર તેની સંપૂર્ણ અને ફિલ્ટર કરેલી પોસ્ટ્સ પાછળ છુપાયેલું સત્ય ગમે ત્યારે ખુલ્લું પડી શકે એમ હતું. આન્દ્રેની માતા કોલીન આ બધું જોઈ રહી હતી. તેને ખબર હતી કે સોશિયલ મીડિયા પર તેનું જીવન લાંબો સમય ટકશે નહીં, જેને લઈ તે પણ ચિંતામાં હતી. હવે આન્દ્રે સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ ફેક લક્ઝરી લાઈફનો પડદો કેવી રીતે ઊઠવા ન દે. 25 મે, 2020 સોમવાર દિવસની શરૂઆત દરરોજની જેમ સામાન્ય થઈ હતી. આન્દ્રેની માતા કોલીન હંમેશની જેમ વહેલી ઊઠી ગઈ. નાસ્તો કર્યો, તૈયાર થઈને ઝડપથી નાના દીકરા ફેબિયનને સવારે 10 વાગ્યે તેને નોકરી પર મૂકવા ગઈ. તેણે કહ્યું, હું મારી શિફ્ટ પછી તને લેવા આવીશ. આ તેમનો રોજિંદો નિત્યક્રમ હતો, પણ એ દિવસે કંઈક વિચિત્ર બન્યું. કોલીન બપોરે 2 વાગ્યા સુધી ફેબિયનને લેવા આવી ન હતી અને તેણે તેના ફોન કોલ્સનો જવાબ પણ આપ્યો નહોતો. જે લોકો તેને ઓળખતા હતા તેઓ જાણતા હતા કે કોલીન તેના કામ પ્રત્યે કેટલી ચીવટ હતી. બીજી બાજુ, આન્દ્રે પણ એ દિવસે ગ્રેસી અને તેના કઝિન સાથે લંચ પર જવાનો હતો, પરંતુ તે પણ અચાનક 11:10થી 11:25ની વચ્ચે ગાયબ થઈ ગયો. ગ્રેસીએ 15 મિનિટમાં લગભગ 12 વાર ફોન કર્યા અને અનેક મેસેજ પણ મોકલ્યા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં, જોકે પછી આન્દ્રે બપોરે 2:00 વાગ્યે પાછો ફર્યો અને કહ્યું કે- ચાલ, લંચ પર નથી જવું? તે બિલકુલ નૉર્મલ હતો. આ દરમિયાન ફેબિયનની શિફ્ટ પૂરી થાય છે અને તે તેની બહેન મોનિકને સીધો ફોન કરે છે, પરંતુ તે પણ જવાબ આપતી નથી. આવી સ્થિતિમાં તેને ધીમે ધીમે સમજવા લાગ્યો કે કંઈક ખોટું થયું છે. ઘરે પહોંચતાંની સાથે જ તે કોલીનનો મૃતદેહ બાથરૂમમાં પડેલો જુએ છે. શાવર ચાલુ હતો અને પાણી સતત વહેતું હતું, પણ કોલીનનો પ્રાણ જતો રહ્યો હતો. ઘરના દરેક ખૂણાની સ્થિતિ સંપૂર્ણપણે સ્વચ્છ હતી. ક્યાંય કોઈ તોડફોડ નહોતી કે બળજબરીથી પ્રવેશવાના કોઈ નિશાન નહોતાં. દરવાજા અને બારીઓ પણ અંદરથી બંધ હતા. કો

What's Your Reaction?






