50 વર્ષનાં TMC સાંસદ મહુઆએ બીજા લગ્ન કર્યા:65 વર્ષના પિનાકી મિશ્રા સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અને પૂર્વ સાંસદ, કરોડોની સંપત્તિના માલિક

તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ બીજેડી નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેએ 3 મેના રોજ જર્મનીમાં લગ્ન કર્યા હતા, જોકે આ સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યો હતો. મહુઆ 50 વર્ષનાં છે. તેઓ બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ રહી ચૂક્યાં છે. એ જ સમયે 65 વર્ષીય પિનાકી મિશ્રા ઓડિશાના પુરીના પૂર્વ સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. ટીએમસીનાં સૌથી વધુ ચર્ચિત સાંસદોમાંના એક મહુઆ મોઇત્રાના પહેલા લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, જેમની સાથે તેમણે છૂટાછેડા લીધા હતા. મહુઆ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાય સાથે પણ લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો. 2023માં તેમના સંબંધોમાં રહેલી કડવાશ મીડિયામાં ત્યારે સામે આવી જ્યારે દેહદરાયે મહુઆ પર ઉદ્યોગપતિ અને હીરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હીરાનંદાની પાસેથી સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો. મહુઆએ દેહદરાયને 'જેલ્ટેડ એક્સ' પણ કહ્યા હતા અને તેમના પર અંગત ફોટા અને માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી દેહદરાયે મહુઆ પર કૂતરા ચોરી અને બ્લેકમેઇલિંગનો આરોપ લગાવ્યો હતો. આ પિનાકી મિશ્રાના બીજા લગ્ન, તેમને બે બાળક પણ છે મહુઆના પતિ પિનાકી મિશ્રા 1996માં કોંગ્રેસની ટિકિટ પર પહેલીવાર પુરીથી લોકસભા સાંસદ બન્યા હતા. તેઓ બે વર્ષ સુધી સાંસદ રહ્યા. ત્યાર બાદ 2009માં તેઓ બીજેડી ટિકિટ પર બીજીવાર પુરીથી સાંસદ તરીકે ચૂંટાયા. ત્યાર બાદ તેમણે 2014 અને 2019માં સતત ત્રણવાર ચૂંટણી જીતી. 2024ની ચૂંટણીમાં ભાજપના સંબિત પાત્રાએ તેમને પુરીથી હરાવ્યા હતા. મહુઆ મોઇત્રાની જેમ, આ પિનાકી મિશ્રાના બીજા લગ્ન છે. મિશ્રાને તેમના અગાઉના લગ્નથી એક પુત્ર અને એક પુત્રી છે. મિશ્રાએ સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી છે. એ જ સમયે 12 ઓક્ટોબર 1974ના રોજ આસામમાં જન્મેલાં મોઇત્રાએ 2010માં મમતા બેનર્જીની પાર્ટી સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો. આ પહેલા તેમણે ન્યૂયોર્ક અને લંડનમાં જેપી મોર્ગન ચેઝ માટે ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કર્યું હતું. મહુઆએ યુએસએના મેસેચ્યુસેટ્સ સ્થિત માઉન્ટ હોલીઓક કોલેજ સાઉથ હેડલીમાંથી ડિગ્રી મેળવી છે. પિનાકી મિશ્રા કોણ છે? પિનાકી મિશ્રા પૂર્વ બીજેડી સાંસદ છે. 2019માં તેમણે ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેઓ વ્યવસાયે વકીલ છે. તેઓ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે અને 1983માં તેમણે દિલ્હી યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પિનાકી મિશ્રાની નેટવર્થ તેમણે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરેલા ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. myneta.info પર આપેલી માહિતી અનુસાર, 2019માં પિનાકી મિશ્રાની કુલ સંપત્તિ 117 કરોડથી વધુ હતી, જ્યારે તેમના પર 2 કરોડથી વધુનાં દેવાં હતાં. આ સોગંદનામા મુજબ, 2018-19માં તેમણે આવકવેરા રિટર્નમાં કુલ 24 કરોડ રૂપિયાથી વધુની આવક દર્શાવી હતી. જ્યારે 2017-18માં તેમની આવક 19 કરોડ રૂપિયાથી વધુ હતી. 2016-17માં 56 કરોડ રૂપિયા, 2015-16માં 14 કરોડ રૂપિયા અને 2014-15માં 12 કરોડ રૂપિયાની આવક હતી. 2019માં, પિનાકી મિશ્રાએ માહિતી આપી હતી કે તેમની પાસે કુલ 26 લાખ રૂપિયા હતા. જ્યારે બેંકમાં FD, ટર્મ ડિપોઝિટ તરીકે 1 કરોડથી વધુ રકમ જમા હતી. બોન્ડ, ડિબેન્ચર અને શેરની વાત કરીએ તો એ સમયે તેમની પાસે 50 લાખથી વધુ મૂલ્યનાં બોન્ડ, 6 કરોડથી વધુ મૂલ્યના શેર હતા. મ્યુચ્યુઅલ ફંડમાં તેમનું 57 કરોડથી વધુનું રોકાણ હતું. તેમની પૂર્વ પત્નીનું પણ 50 લાખથી વધુનું રોકાણ હોવાનું જાણવા મળ્યું હતું. LICની વાત કરીએ તો પિનાકી મિશ્રા પાસે એ સમયે 3 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની વીમા પોલિસી હતી. તેમણે વ્યક્તિઓ અને કંપનીઓને લગભગ 8 કરોડ રૂપિયાની લોન આપી હતી. 2019 સુધી પિનાકી મિશ્રા પાસે 16 લાખ રૂપિયાથી વધુ મૂલ્યની હ્યુન્ડાઇ ક્રેટા કાર, 1 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની મર્સિડીઝ અને 36 લાખ રૂપિયાથી વધુ મૂલ્યની મર્સિડીઝ GLA 200 સ્પોર્ટ્સ કાર હતી. જ્વેલરીની વાત કરીએ તો મહુઆ મોઇત્રાના પતિ પાસે 28 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોના અને ચાંદીના ઝવેરાત હતા. એ જ સમયે તેમની પૂર્વ પત્ની પાસે 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઝવેરાત હોવાની માહિતી સોગંદનામામાં આપવામાં આવી હતી. પિનાકી મિશ્રા પાસે 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતની અન્ય સંપત્તિઓ હતી. પિનાકી મિશ્રાની પ્રોપર્ટીઝ પિનાકી મિશ્રા પાસે ઓડિશાના ભુવનેશ્વરમાં 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ઘર હતું. જ્યારે તેમના નામે દિલ્હીના જોરબાગમાં 9 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ઘર હતું. તેમની પૂર્વ પત્ની પાસે 7 કરોડ રૂપિયાથી વધુ કિંમતની રહેણાક અને કૃષિ મિલકત હોવાનું પણ જાણવા મળ્યું હતું. કેશ ફોર ક્વેરી કેસને લઈને મહુઆ વિવાદમાં રહ્યાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા 2023માં કેશ ફોર ક્વેરી કેસને કારણે સમાચારમાં હતાં. તેમના પૂર્વ બોયફ્રેન્ડ જબ અનંત દેહદરાયે 14 ઓક્ટોબર, 2023ના રોજ સીબીઆઈમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં મહુઆ પર સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજા દિવસે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી. મહુઆ પર ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી મોંઘી ભેટો સ્વીકારવાનો પણ આરોપ હતો. મહુઆએ પોતે આ વાત સ્વીકારી. 8 ડિસેમ્બર, 2023ના રોજ મહુઆને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. મહુઆએ સંસદમાં 62 પ્રશ્ન પૂછ્યા, જેમાંથી 9 અદાણી સાથે સંબંધિત હતા 2019માં સાંસદ બન્યાં પછી મહુઆ મોઇત્રાએ સંસદમાં 28 કેન્દ્રીય મંત્રાલયોને લગતા 62 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં પેટ્રોલિયમ, કૃષિ, શિપિંગ, નાગરિક ઉડ્ડયન, રેલવે વગેરેનો સમાવેશ થાય છે. વેબસાઇટ sansad.in અનુસાર, 62 પ્રશ્નમાંથી સૌથી વધુ 9 પ્રશ્નો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય માટે હતા, ત્યાર બાદ આઠ પ્રશ્નો નાણાં મંત્રાલય માટે હતા. કુલ 62 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન અદાણી ગ્રુપ

Jun 6, 2025 - 19:48
 0
50 વર્ષનાં TMC સાંસદ મહુઆએ બીજા લગ્ન કર્યા:65 વર્ષના પિનાકી મિશ્રા સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અને પૂર્વ સાંસદ, કરોડોની સંપત્તિના માલિક
તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ બીજેડી નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેએ 3 મેના રોજ જર્મનીમાં લગ્ન કર્યા હતા, જોકે આ સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યો હતો. મહુઆ 50 વર્ષનાં છે. તેઓ બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ રહી ચૂક્યાં છે. એ જ સમયે 65 વર્ષીય પિનાકી મિશ્રા ઓડિશાના પુરીના પૂર્વ સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. ટીએમસીનાં સૌથી વધુ ચર્ચિત સાંસદોમાંના એક મહુઆ મોઇત્રાના પહેલા લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, જેમની સાથે તેમણે છૂટાછેડા લીધા હતા. મહુઆ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાય સાથે પણ લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો. 2023માં તેમના સંબંધોમાં રહેલી કડવાશ મીડિયામાં ત્યારે સામે આવી જ્યારે દેહદરાયે મહુઆ પર ઉદ્યોગપતિ અને હીરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હીરાનંદાની પાસેથી સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો. મહુઆએ દેહદરાયને 'જેલ્ટેડ એક્સ' પણ કહ્યા હતા અને તેમના પર અંગત ફોટા અને માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી દેહદરાયે મહુઆ પર કૂતરા ચોરી અને બ્લેકમેઇલિંગનો આરોપ લગાવ્યો હતો. આ પિનાકી મિશ્રાના બીજા લગ્ન, તેમને બે બાળક પણ છે મહુઆના પતિ પિનાકી મિશ્રા 1996માં કોંગ્રેસની ટિકિટ પર પહેલીવાર પુરીથી લોકસભા સાંસદ બન્યા હતા. તેઓ બે વર્ષ સુધી સાંસદ રહ્યા. ત્યાર બાદ 2009માં તેઓ બીજેડી ટિકિટ પર બીજીવાર પુરીથી સાંસદ તરીકે ચૂંટાયા. ત્યાર બાદ તેમણે 2014 અને 2019માં સતત ત્રણવાર ચૂંટણી જીતી. 2024ની ચૂંટણીમાં ભાજપના સંબિત પાત્રાએ તેમને પુરીથી હરાવ્યા હતા. મહુઆ મોઇત્રાની જેમ, આ પિનાકી મિશ્રાના બીજા લગ્ન છે. મિશ્રાને તેમના અગાઉના લગ્નથી એક પુત્ર અને એક પુત્રી છે. મિશ્રાએ સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી છે. એ જ સમયે 12 ઓક્ટોબર 1974ના રોજ આસામમાં જન્મેલાં મોઇત્રાએ 2010માં મમતા બેનર્જીની પાર્ટી સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો. આ પહેલા તેમણે ન્યૂયોર્ક અને લંડનમાં જેપી મોર્ગન ચેઝ માટે ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કર્યું હતું. મહુઆએ યુએસએના મેસેચ્યુસેટ્સ સ્થિત માઉન્ટ હોલીઓક કોલેજ સાઉથ હેડલીમાંથી ડિગ્રી મેળવી છે. પિનાકી મિશ્રા કોણ છે? પિનાકી મિશ્રા પૂર્વ બીજેડી સાંસદ છે. 2019માં તેમણે ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેઓ વ્યવસાયે વકીલ છે. તેઓ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે અને 1983માં તેમણે દિલ્હી યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પિનાકી મિશ્રાની નેટવર્થ તેમણે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરેલા ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. myneta.info પર આપેલી માહિતી અનુસાર, 2019માં પિનાકી મિશ્રાની કુલ સંપત્તિ 117 કરોડથી વધુ હતી, જ્યારે તેમના પર 2 કરોડથી વધુનાં દેવાં હતાં. આ સોગંદનામા મુજબ, 2018-19માં તેમણે આવકવેરા રિટર્નમાં કુલ 24 કરોડ રૂપિયાથી વધુની આવક દર્શાવી હતી. જ્યારે 2017-18માં તેમની આવક 19 કરોડ રૂપિયાથી વધુ હતી. 2016-17માં 56 કરોડ રૂપિયા, 2015-16માં 14 કરોડ રૂપિયા અને 2014-15માં 12 કરોડ રૂપિયાની આવક હતી. 2019માં, પિનાકી મિશ્રાએ માહિતી આપી હતી કે તેમની પાસે કુલ 26 લાખ રૂપિયા હતા. જ્યારે બેંકમાં FD, ટર્મ ડિપોઝિટ તરીકે 1 કરોડથી વધુ રકમ જમા હતી. બોન્ડ, ડિબેન્ચર અને શેરની વાત કરીએ તો એ સમયે તેમની પાસે 50 લાખથી વધુ મૂલ્યનાં બોન્ડ, 6 કરોડથી વધુ મૂલ્યના શેર હતા. મ્યુચ્યુઅલ ફંડમાં તેમનું 57 કરોડથી વધુનું રોકાણ હતું. તેમની પૂર્વ પત્નીનું પણ 50 લાખથી વધુનું રોકાણ હોવાનું જાણવા મળ્યું હતું. LICની વાત કરીએ તો પિનાકી મિશ્રા પાસે એ સમયે 3 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની વીમા પોલિસી હતી. તેમણે વ્યક્તિઓ અને કંપનીઓને લગભગ 8 કરોડ રૂપિયાની લોન આપી હતી. 2019 સુધી પિનાકી મિશ્રા પાસે 16 લાખ રૂપિયાથી વધુ મૂલ્યની હ્યુન્ડાઇ ક્રેટા કાર, 1 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની મર્સિડીઝ અને 36 લાખ રૂપિયાથી વધુ મૂલ્યની મર્સિડીઝ GLA 200 સ્પોર્ટ્સ કાર હતી. જ્વેલરીની વાત કરીએ તો મહુઆ મોઇત્રાના પતિ પાસે 28 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોના અને ચાંદીના ઝવેરાત હતા. એ જ સમયે તેમની પૂર્વ પત્ની પાસે 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઝવેરાત હોવાની માહિતી સોગંદનામામાં આપવામાં આવી હતી. પિનાકી મિશ્રા પાસે 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતની અન્ય સંપત્તિઓ હતી. પિનાકી મિશ્રાની પ્રોપર્ટીઝ પિનાકી મિશ્રા પાસે ઓડિશાના ભુવનેશ્વરમાં 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ઘર હતું. જ્યારે તેમના નામે દિલ્હીના જોરબાગમાં 9 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ઘર હતું. તેમની પૂર્વ પત્ની પાસે 7 કરોડ રૂપિયાથી વધુ કિંમતની રહેણાક અને કૃષિ મિલકત હોવાનું પણ જાણવા મળ્યું હતું. કેશ ફોર ક્વેરી કેસને લઈને મહુઆ વિવાદમાં રહ્યાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા 2023માં કેશ ફોર ક્વેરી કેસને કારણે સમાચારમાં હતાં. તેમના પૂર્વ બોયફ્રેન્ડ જબ અનંત દેહદરાયે 14 ઓક્ટોબર, 2023ના રોજ સીબીઆઈમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં મહુઆ પર સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજા દિવસે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી. મહુઆ પર ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી મોંઘી ભેટો સ્વીકારવાનો પણ આરોપ હતો. મહુઆએ પોતે આ વાત સ્વીકારી. 8 ડિસેમ્બર, 2023ના રોજ મહુઆને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. મહુઆએ સંસદમાં 62 પ્રશ્ન પૂછ્યા, જેમાંથી 9 અદાણી સાથે સંબંધિત હતા 2019માં સાંસદ બન્યાં પછી મહુઆ મોઇત્રાએ સંસદમાં 28 કેન્દ્રીય મંત્રાલયોને લગતા 62 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં પેટ્રોલિયમ, કૃષિ, શિપિંગ, નાગરિક ઉડ્ડયન, રેલવે વગેરેનો સમાવેશ થાય છે. વેબસાઇટ sansad.in અનુસાર, 62 પ્રશ્નમાંથી સૌથી વધુ 9 પ્રશ્નો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય માટે હતા, ત્યાર બાદ આઠ પ્રશ્નો નાણાં મંત્રાલય માટે હતા. કુલ 62 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન અદાણી ગ્રુપ સાથે સંબંધિત હતા. આમાંથી છ પ્રશ્ન પેટ્રોલિયમ મંત્રાલય માટે અને એક-એક નાણાં, નાગરિક ઉડ્ડયન અને કોલસા મંત્રાલય માટે હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow