રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટરની પત્નીનું સાઇલન્ટ એટેકથી મોત:રાત્રે જમીને ઊંઘ્યા પછી ઊઠ્યા જ નહીં; શું છે સાઇલન્ટ એટેકના જોખમી ફેક્ટર્સ?
રાજસ્થાનના આરોગ્યમંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસારનાં પત્ની પ્રીતિ કુમારીનું ગુરુવારે સવારે સાઇલન્ટ હાર્ટ-એટેકથી અવસાન થયું. પ્રીતિ કુમારી રાત્રે જમીને પછી સૂઈ ગયાં હતાં, પણ તેઓ સવારે ઊઠ્યા નહીં, ત્યારે પરિવારે તેમને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. પરિવાર તેમને નજીકની ખાનગી હોસ્પિટલ (દુર્લભજી) લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડોક્ટરોનું કહેવું છે કે પ્રીતિ કુમારીને સાઇલન્ટ એટેક આવ્યો હતો, જેના કારણે ઊંઘ્યા પછી તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે ડોક્ટરોની એક ટીમ પણ મંત્રીના ઘરે પહોંચી હતી, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રતિભાવ ન મળતાં પ્રીતિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. 1982માં લગ્ન કર્યાં ગજેન્દ્ર સિંહ ખિંવસાર અને પ્રીતિ કુમારીનાં લગ્ન ફેબ્રુઆરી 1982માં થયાં હતાં. તેમને એક પુત્ર ધનંજય સિંહ ખિંવસાર છે, જે જોધપુર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ છે. ધનંજય ઉપરાંત તેમને એક પુત્રી પણ છે. મંત્રી ગજેન્દ્રનો આજનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો ગજેન્દ્ર સિંહ ખિંવસાર બિકાનેરના પ્રભારી મંત્રી છે. તેમને ગુરુવારે બિકાનેર જઈને અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાની હતી. તેમની પત્નીના અવસાન બાદ બધા કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત દ્વારા કરાયેલી પોસ્ટ

What's Your Reaction?






