વલસાડમાં અકસ્માતમાં મહિલાનું મોત:એસટી બસ પાસે બાઈક સ્લિપ થતાં ટાયર નીચે આવી ગઈ, ઘટના CCTVમાં કેદ

વલસાડ શહેરમાં એસટી વર્કશોપ નજીક આજે સવારે એક દુર્ઘટના સામે આવી છે. ધરમપુર તરફ જતી એસટી બસની બાજુમાં બાઈક પર સવાર મહિલાનું વાહન અચાનક સ્લિપ થયું. બાઈક સ્લિપ થતાં મહિલા બસના પાછળના ટાયર નીચે આવી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં સીટી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી. સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મહિલા બાઈક પર આગળ જઈ રહી હતી. અચાનક બાઈક સ્લિપ થઈને સીધી બસના પાછળના ભાગમાં આવી ગઈ. બસ ચાલકને ઘટનાની તુરંત જાણ ન થઈ હોવાથી બ્રેક લાગી નહીં. અકસ્માતને કારણે રસ્તા પર કેટલાક સમય માટે ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ઘટનાથી મૃતક મહિલાના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow