ગાંધીનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો:આજે નવા 5 કેસ નોંધાયા, શહેરી વિસ્તારમાં 4 અને ગ્રામ્યમાં 1 દર્દી, કુલ કેસની સંખ્યા 32 થઈ

ગાંધીનગરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 5 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 32 થઈ ગઈ છે. શહેરી વિસ્તારમાં 4 નવા દર્દીઓ નોંધાયા છે. સેક્ટર-22માં 44 વર્ષીય ગૃહિણી, વાવોલમાં 22 વર્ષીય યુવક, સેક્ટર-8માં રહેતા 71 વર્ષીય તબીબ (જે અમદાવાદમાં ક્લિનિક ધરાવે છે), અને સરગાસણમાં 31 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં દહેગામના લીહોડા ગામનો 32 વર્ષીય યુવક પોઝિટિવ મળ્યો છે. તેને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો. પ્રાઈવેટ લેબમાં કરાવેલા ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. ગઈકાલે ગુરુવારે 6 કેસ નોંધાયા હતા. શહેરમાં રોજેરોજ વધતા કેસને જોતાં મહિના અંત સુધીમાં આંકડો ત્રણ આંકડામાં પહોંચવાની શક્યતા છે. હાલ શહેરમાં 23 અને જિલ્લામાં કુલ 27 એક્ટિવ કેસ છે.

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow