રાહુલે PM મોદી પર નિશાન સાધ્યું:કહ્યું, ટ્રમ્પે સાચું કહ્યું કે ઇન્ડિયન ઇકોનોમી મરી ગઈ, આને મોદીએ ખતમ કરી; આ વાત PM-નાણામંત્રી સિવાય બધા જાણે છે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય અર્થતંત્રને ડેડ ઇકોનોમી (મૃત અર્થતંત્ર) કહેવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિએ આ હકીકત જણાવી છે. રાહુલે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે ભાજપે અદાણીને મદદ કરવા માટે ભારતીય અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. ટ્રમ્પ સાચા છે. મારો મતલબ છે કે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી સિવાય બધા જાણે છે કે ભારતની ઇકોનોમી ડેડ છે. રાહુલનું આ નિવેદન ટ્રમ્પના એ નિવેદન પછી આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે મને કોઈ પરવા નથી કે રશિયા અને ભારત તેમની ડેડ ઇકોનોમીને કેવી રીતે હેન્ડલ કરે છે. હકીકતમાં બુધવારે અમેરિકાએ ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. ત્યારથી કોંગ્રેસ સહિત અનેક પક્ષો સાથે સંકળાયેલા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રાહુલે લખ્યું- મોદીએ અર્થતંત્રને મારી નાખ્યું રાહુલ ગાંધીએ તેમના એક્સ પર પોસ્ટ કર્યું- ભારતની અર્થવ્યવસ્થા મરી ગઈ છે. મોદીએ એને મારી નાખી 1. મોદી-અદાણીની ભાગીદારી 2. નોટબંધી અને ખામીઓ સાથે GST 3. 'એસેમ્બલ ઈન ઈન્ડિયા' નિષ્ફળ ગયું. (રાહુલ મેક ઇન ઇન્ડિયાને એસેમ્બલ ઇન ઈન્ડિયા કહે છે) 4. MSME એટલે કે નાના-મધ્યમ ઉદ્યોગો સમાપ્ત થઈ ગયા. 5. ખેડૂતોને દબાવવામાં આવ્યા. મોદીએ ભારતના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે, કારણ કે ત્યાં કોઈ નોકરીઓ નથી. વાંચો કોણે શું કહ્યું... ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 જુલાઈના રોજ જાહેરાત કરી હતી કે તેઓ 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો અને તેલ ખરીદી રહ્યું છે, તેથી તેઓ તેના પર દંડ પણ લાદશે. ટ્રમ્પે બીજી પોસ્ટમાં કહ્યું હતું કે અમેરિકાની ભારત સાથેની વેપાર ખાધ ખૂબ વધારે છે, તેથી તેઓ ભારતીય માલ પર ટેરિફ લાદી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયો પર ભારત સરકારે કહ્યું છે કે તે આ નિર્ણયની અસરને સમજે છે અને દેશનાં હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે. સંપૂર્ણ સમાચાર વાંચો... આ સમાચાર પણ વાંચો... BRICSના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો 25% ટેરિફ: ભારત-US વચ્ચે 6 મહિનાથી ટ્રેડ ડીલ ન થઈ, ટ્રમ્પે પહેલીવાર કોઈ દેશને દંડ ફટકાર્યો, ભારત કૃષિ-ડેરી ક્ષેત્રમાં છૂટછાટ નહીં આપે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાતચીત ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. 6 મહિના થઈ ગયા છે, પરંતુ બંને દેશ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. અમેરિકા ભારતના કૃષિ અને ડેરીક્ષેત્રમાં પ્રવેશ ઇચ્છે છે, પરંતુ ભારત એના માટે તૈયાર નથી. આ ઉપરાંત ભારત તેના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) પ્રત્યે વધુ સાવધ રહી રહ્યું છે. હાલમાં અમેરિકાએ ભારત પર 10% ટેરિફ લાદ્યો છે. વેપાર કરાર ન થવાના 4 સંભવિત કારણો વાંચો...

Aug 1, 2025 - 03:25
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow